SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र - १३, चतुर्थ किरणे १९५ लक्षणार्थः । यस्य कर्मण उदयात् औदारिकादिशरीराकृतिरूद्मधोमध्येषु समप्रविभागेनान्यूनानधिकमानोन्मानप्रमाणेनाविकलावयवतया स्वाङ्गलाष्टशतोच्छ्रायेण च युक्ता भवति तत्समचतुरस्रनामकर्मेत्यर्थः । चतुर्दिग्भागोपलक्षितेतिपदं न्यग्रोधपरिमण्डलादावतिप्रसङ्गभङ्गार्थम् । इदमिति, समचतुरस्रसंस्थानं विभागवाक्योदितादिमसंस्थानपदवाच्यमित्यर्थः । संस्थानमिदं केषामित्यत्राह-तीर्थकरा इति । च शब्दोऽनुक्तसमुच्चयार्थः, तेन गणधरादिसङ्ग्रहः । अस्योत्कृष्टा स्थितिर्देवगतिवज्जघन्या तु मनुजगतिवत् ॥ હવે શરીરના આકૃતિવિશેષ રૂપ સંસ્થાનોમાં પ્રથમ સમચતુરચનું પ્રયોજક નામકર્મ કહેવાને માટે સંસ્થાન પદાર્થને કહે છે કે ભાવાર્થ- વિશિષ્ટ આકૃતિ, સંસ્થાન, સામુદ્રિકલક્ષણ લક્ષિત, ચતુર્દિફ વિભાગ ઉપલક્ષિત શરીર અવયવના પરિમાણના સાદશ્યનું પ્રયોજક કર્મ “સમચતુરઅસંસ્થાન' પ્રથમ સંસ્થાન છે. સર્વ તીર્થકરો અને સુરો સમચતુરસ સંસ્થાનવાળા હોય છે. વિવેચન- સંસ્થાન એટલે અવયવોની રચના રૂપ શરીરની આકૃતિ સમચતુરઅસંસ્થાન-સમ એટલે શરીરલક્ષણના શાસ્ત્રમાં કહેલ પરિમાણના લક્ષણની સાથે અવિસંવાદી એવા ચાર દિશાના વિભાગથી ઉપલલિત શરીરના અવયવ રૂપી ચાર ખૂણાઓ જે શરીરના છે, તે “સમચતુરસ' થાય છે. (પર્યકાસને બેઠેલાના બે ઢીચણોનું અંતર, આસન અને લલાટ ઉપરના ભાગનું અંતર, જમણા ખભાનું અને ડાબા ઢીંચણનું અંતર, તેમજ ડાબા ખભાનું અને જમણા ઢીંચણનું અંતર; આવી રીતે ચાર દિશાઓના વિભાગથી ઉપલક્ષિત શરીરના અવયવો સમજવાં. સમાન લંબાઈ, ઉંચાઈ અને પહોળાઈવાળો, તેમજ સંપૂર્ણ લક્ષણસંપન્ન અંગોપાંગ અવયવવાળું અને પોતાના અંગુલથી એક સો આઠ અંગુલ ઉંચાઈવાળું સર્વ સંસ્થાનપ્રધાન આ સંસ્થાન છે.) સામુદ્રિલક્ષણલક્ષિત-ચતુર્દિગુ વિભાગથી ઉપલલિત શરીરના અવયવોના પરિમાણનું સાદેશ્ય પ્રયોજકત્વ વિશિષ્ટ કર્મત્વ, એ લક્ષણનો અર્થ સમજવો. જે કર્મના ઉદયથી ઔદારિક આદિ શરીરની આકૃતિ, ઊર્ધ્વ-અધો-મધ્યમાં સકલ વિભાગથી અન્યૂનઅનધિક માન-ઉન્માન-પ્રમાણથી સંપૂર્ણ અવયવપણાથી અને પોતાના અંગુલથી એક સો આઠ અંગુલ ઉંચાઈથી યુક્ત થાય છે, તે “સમચતુરસસંસ્થાન' નામકર્મ, એમ અર્થ સમજવો. ન્યગ્રોધ પરિમંડલ આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “ચતુર્દિક વિભાગોપલક્ષિત'- એ પ્રમાણેનું પદ મૂકેલ છે. સમચતુરસસંસ્થાન વિભાગવાક્યમાં કહેલ પ્રથમ સંસ્થાનપદ વાચ્ય છે, એવો અર્થ સમજવો. આ સંસ્થાન કોને હોય છે? આના જવાબમાં કહે છે કે- “સઘળા તીર્થકરો અને દેવો આ સમચતુરસસંસ્થાનવાળા હોય છે.' અહીં “ચ” શબ્દ, નહિ કહેવાનો કથક હોવાથી, તે ચકારથી ગણધર આદિનું ગ્રહણ કરવું. આ સંસ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ દેવગતિની માફક અને જધન્ય સ્થિતિ મનુષ્યગતિની માફક સમજવી.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy