SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ १९२ तत्त्वन्यायविभाकरे વનસ્પતિ આદિના શાખા આદિમાં અંગપણા આદિનો વ્યવહાર વાસ્તવિક નથી, પરંતુ તે શાખા આદિ જુદા જીવના શરીરો જ છે. વિવેચન- તાદશ-તેના સરખું “અંગોપાંગના નિમિત્ત એવો અર્થ સમજવો. લક્ષણાર્થ- વૈક્રિયશરીર સંબંધી અંગ-ઉપાંગની સિદ્ધિમાં પ્રયોજક વિશિષ્ટ કર્મત્વ-એમ લક્ષણ સમજવું. પદકૃત્ય- જો નિષ્પત્તિ'- એવું પદ ન ગ્રહણ કરવામાં આવે, તો આરંભેલ અંગની સમાપ્તિકારક પર્યાપ્ત નામકર્મમાં અતિવ્યાપ્તિના વારણ માટે “નિષ્પત્તિ' પદનું ગ્રહણ કરેલ છે. બીજા પદોનું પ્રયોજન પૂર્વની માફક વિચારવું. સ્થિતિનિયમ- આ વૈક્રિયાંગોપાંગ નામકર્મની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ વૈક્રિયશરીરની માફક સમજવી. હવે આહારક અંગોપાંગનામકર્મ જણાવે છે - આહારકશરીર સંબંધી અંગોપાંગની ઉત્પત્તિના કારણ રૂપ કર્મ “આહારકાંગોપાંગ નામકર્મ.” અહીં લક્ષણ અને પદકૃત્ય પૂર્વની માફક જ સમજવાં. ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ આહારકશરીરની માફક જ વિચારવી. વિભાગવાક્યમાં આ જ પ્રથમ ત્રણ શરીરના ઉપાંગ' શબ્દથી કહેલ છે. પ્રથમ જે ત્રણ શરીરો છે, તેઓના ઉપાંગો (ઉપલક્ષણથી) અંગોપાંગ સંજ્ઞાવાળા આ જ છે.- એવો અર્થ જાણવો. શંકા- શરીરત્વનો ભેદ નહિ હોવાથી તૈજસ અને કાર્મણમાં કેમ અંગોપાંગ નથી? સમાધાન- તૈજસ અને કાર્મણ બંને, જીવના પ્રદેશના સમાન સંસ્થાનવાળા છે, અર્થાત્ જીવપ્રદેશનું અનુરોધી તૈજસશરીર છે. તેથી તે યોનિમાં, ઔદારિકશરીરના અનુરોધ અને વૈક્રિયશરીરના અનુસારે જે જીવપ્રદેશોનું સંસ્થાન છે, તે જ તૈજસશરીરનું સંસ્થાન, તે જ કાર્મણશરીરનું સંસ્થાન છે. પ્રયોજનનો અભાવ હોવાથી, પ્રમાણનો અભાવ હોવાથી અંતર્ગતિ (વિગ્રહગતિ) સિવાય આ તૈજસકાર્મણશરીરોનું સ્વતંત્રપણે વર્તમાનપણું હોતું નથી, માટે તૈજસકાર્પણમાં અંગ-ઉપાંગો નથી. શંકા- દારિકશરીરવાળા પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ-વનસ્પતિઓમાં અંગોપાંગો ખરા કે નહિ? સમાધાન- જેમ તૈજસ-કાશ્મણશરીરોમાં અંગોપાંગો નથી, તેમ પૃથ્વી વગેરે રૂપ એકેન્દ્રિય જીવોના જે શરીરો છે, તે શરીરોને પણ અંગો-ઉપાંગો હોતા નથી, એમ ભાવ સમજવો. શંકા- મૂળ, થડ,નાની મોટી ડાળી, છાલ, પાંદડાં, પુષ્પ, ફળ આદિ રૂપ અવયવ હોવાથી વનસ્પતિના શરીરોમાં કેવી રીતે અંગ-ઉપાંગરહિતપણું સંભવી શકે? વનસ્પતિ આદિપુ ' અહીં આદિ પદથી વાયુ, તેજ, જળ અને પૃથ્વીનું ગ્રહણ કરવું. અહીં પશ્ચાનુપૂર્વીથી નિર્દેશ છે. વનસ્પતિમાં-મૂળ આદિમાં અવયવપણાની લોકપ્રસિદ્ધિ હોવાથી પ્રથમ ઉપન્યાસ કરેલ છે.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy