SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र - ९, चतुर्थ किरणे १८७ ઔદારિક-ઔદારિક એટલે ઉદાર એ જ ઔદારિક. (૧) ઉદાર એટલે પ્રધાન. તીર્થંકર- ગણધર આદિ શરીરના સ્વીકારની અપેક્ષાએ ઔદારિકશરીર પ્રધાન કહેવાય છે, કેમ કે- તીર્થકર આદિના શરીર કરતાં બીજું શરીર ત્રણેય લોકમાં પ્રધાનસર નથી. | (B) ઉદાર એટલે ઉદ્ગમ-પ્રાદુભાવ, અર્થાત્ શુક્રશોણિત આદિ રૂપ ઔદારિકના ઉપાદાનગ્રહણથી માંડી સમયે સમયે ઉત્તરોત્તર પોતાની પતિની અપેક્ષાવાળી વ્યવસ્થાને પામે છે. એવું તે કાલવિવર નથી, કે જ્યાં અવસ્થાન્તરને તે ઔદારિક પામતું નથી. (૨) ઉત્કૃષ્ટપ્રમાણ ઉદાર કહેવાય છે, કેમ કે- જલસ્થિત વનસ્પતિનું કાંઈક અધિક હજાર જોજન પ્રમાણવાળું શરીર હોય છે. ક્ષણે ક્ષણે ભિન્ન અવસ્થાને પામનાર ઔદારિકશરીર છે. આ ઔદારિકવાળું શરીરના સ્વામીઓ તિર્યંચો (ગર્ભજ-સંમૂચ્છિમ) અને મનુષ્યો (ગર્ભજ-સંમૂચ્છિમ) છે. વૈક્રિય- વૈક્રિય (સ્વભાવભેદ રૂપ વિકાર, વિચિત્ર કૃતિ, વિકૃતિ અને વિવિધ કરાય તે વિકરણ. એ પર્યાયવાચક શબ્દો છે.) અનેક પ્રકારવાળું કરાય છે. તે કેવી રીતે કરાય છે? તો કહે છે કે વૈક્રિયલબ્ધિ પ્રાપ્ત કરનારની ઇચ્છાનુસાર વિધાન હોઈ, “એક બની અનેક બને છે. સ્થૂલ હોવાથી પ્રતિઘાતી બનીને સૂક્ષ્મ અવસ્થાને પ્રાપ્ત હોતું અપ્રતિઘાતી બને છે વગેરે રૂપ એક કાળમાં એકીસાથે કથિત લક્ષણવાળા સર્વ ભાવ-વિકારોને વૈક્રિયલબ્ધિવાળાનું વૈક્રિયશરીર અનુભવે છે. ઔદારિક-આહારક આદિ શરીરો આ પ્રમાણે અનુભવ કરી શકતા નથી. એથી આ વૈક્રિયશરીર વિશિષ્ટ લક્ષણવાળું છે. આવું વૈક્રિયશરીર ઔપપાતિક ભવ રૂપ નિમિત્તજન્ય હોવાથી અવધિજ્ઞાનની માફક સહજવૈક્રિય દેવ અને નારકીને હોય છે. તે વૈક્રિય શરીર ભવધારક અને ઉત્તરવૈક્રિયના ભેદથી બે પ્રકારનું છે. (લબ્ધિપ્રત્યય વિશિષ્ટ તપશ્ચર્યાથી પેદા થયેલ લબ્ધિ રૂપ નિમિત્તજન્ય વૈક્રિયશરીર તિર્યંચ અને મનુષ્યોને હોય છે.). આહારક વિશિષ્ટ પ્રયોજનની સિદ્ધિ માટે જે ગ્રહણ કરાય છે અને કાર્ય પૂર્ણ પત્યા પછી છેડાય છે, તે આહારકશરીર છે. આવું આહારકશરીર શુભ દ્રવ્યોથી બનેલું, શુભ પરિણામવાળું (શુભ ચતુરસ આકારસંસ્થાનવાળું), સકલ વસ્તુ પ્રતિબિંબના આધારભૂત, નિષ્પાપરૂપ વિશુદ્ધ અને અવ્યાઘાતી (વ્યાઘાતને પામે નહિ એવું-બીજાને વ્યાઘાત કરે નહિ એવું અવ્યાઘાતી) હોય છે. આવા આહારકશરીરનો સ્વામી આહારકલબ્ધિવાળો ચૌદપૂર્વધર જ છે. ચતુર્દશપૂર્વધર એટલે પહેલાં રચના હોવાથી પૂર્વ કહેવાય છે. એવા ચૌદસંખ્યાવાળા પૂર્વોને ધારણા રૂપ જ્ઞાન વડે અવલંબે છે ધારણ કરે છે, તે ચૌદપૂર્વધર કહેવાય છે. આવા પ્રકારના ચૌદપૂર્વધર જ લબ્ધિસંપન્ન, શ્રુતજ્ઞાનથી ગમ્ય કોઈ એક અતિ ગહન અર્થના વિષયમાં સંદેહ ધારણ કરતાં, સંશયવ્યવચ્છેદ, અર્થનિર્ણય, તીર્થકરઋદ્ધિદર્શન આદિ કાર્ય માટે બીજા ક્ષેત્રમાં વિદેહ આદિ ક્ષેત્રમાં) રહેલ શ્રી અરિહંત ભગવંતના ચરણકમલ ઔદારિકશરીરથી અશક્ય ગમનવાળું માનતા, લબ્લિનિમિત્તજન્ય આહારકશરીર બનાવીને, ત્યાં વિદેહ આદિ ક્ષેત્રાન્તરમાં જલ્દી જઈને, વંદના કરીને, પૂછીને, નિઃસંદેહ બની, જે દેશમાં પહેલાં જતાં ઔદારિકશરીર, નિરાબાધ બુદ્ધિથી થાપણની માફક મૂકેલ, જે સ્વ-આત્મપ્રદેશના સમૂહથી અવબદ્ધ અવસ્થાવાળું છે, તે જ દેશમાં પાછા આવીને, આહારકને છોડીને પોતે પૂર્વના ઔદારિકશરીરમાં અનુપ્રવેશ કરે છે. આવો ભાવ સમજવો. (અહીં આરંભથી પૂર્ણાહૂતિ પર્વતનો કાળ અંતર્મુહૂર્ત સમજવો.)
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy