SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ १७६ तत्त्वन्यायविभाकरे છે. તેવી રીતે ઋજુગતિએ જન્મસ્થાનને મેળવનાર આત્માને આનુપૂર્વી અપેક્ષિત નથી, પરંતુ વક્રગતિએ પ્રવૃત્તિ (પ્રયત્નો કરનારને આનુપૂર્વી અપેક્ષિત છે. તથાચ વક્રગતિએ વળાંક દઈને) પોતપોતાના ઉત્પત્તિસ્થાન પ્રત્યે જનાર જીવને શ્રેણી અનુસાર ગતિનિયામક કર્મત્વ આનુપૂર્વીનું લક્ષણ છે. પદકૃત્ય- આ લક્ષણમાં કર્મત્વ રૂપ વિશેષ્ય જો ન મૂકવામાં આવે, તો ગતિસહાયક ધર્માસ્તિકાય રૂપ અલક્ષ્યમાં અતિવ્યાપ્તિના દોષવારણ માટે કર્મત્વ રૂપ વિશેષ્ય દલ મૂકેલ છે. ધર્માસ્તિકાય કર્મ નહિ હોવાથી દોષ નથી. જો સ્વસ્થ ઉત્પત્તિસ્થાનને પામનાર જીવને અનુશ્રેણી-ગતિનિયામક કર્મત્વ, વક્રગતિ છોડીને એવું લક્ષણ માંડવામાં આવે, તો ઋજુગતિએ ઉત્પત્તિસ્થાનને પામનાર આત્માના શ્રેણીઅનુસારિ-ગતિનિયામક પૂર્વભવના આયુષ્યનામક કર્મ રૂપ અલક્ષ્યમાં અતિવ્યાપ્તિના વારણ માટે વક્રગતિએ પોતપોતાના સ્થાનમાં જનાર જીવને શ્રેણી અનુસારિ-ગતિનિયામક કર્મત્વ, એવું લક્ષણ કરવું. તથાચ વક્રગતિના આરંભકાળમાં પૂર્વભવના આયુષ્યનો નાશ થવાથી અને આગળના અગ્ર) આયુષ્યની પ્રાપ્તિ (ઉદય) થવાથી, ત્યાં પૂર્વનું આયુષ્ય-ગતિનિયામક નથી, અગ્રનું આયુષ્યગતિ-નિયામક નથી, કેમ કે-ગતિના આરંભ પછી પ્રાપ્તિ છે. પરંતુ ત્યાં ગતિનિયામક તરીકે આનુપૂર્વી નામક કર્મ છે, માટે દોષ નથી. (જુગતિમાં પૂર્વના આયુના વ્યાપારથી જ ઉત્પત્તિસ્થાનમાં જાય છે. જ્યાં તે પૂર્વનું આયુષ્ય ક્ષીણ થયું, ત્યાં અંતરાલગતિમાં તે આનુપૂર્વી નામકર્મનો ઉદય છે. વાસ્તુ માર્ગની લાકડીના સ્થાન પ્રાપ્ત આનુપૂર્વી કર્મનો ઉદય છે.) જો જીવ શબ્દને કાઢી વક્રગતિથી ગતિ કરનારને, અનુશ્રેણિ-ગતિનિયામક કર્મપણું- એવું આનુપૂર્વીનું લક્ષણ કરવામાં આવે, તો પુદ્ગલોની પણ પરપ્રયોગની અપેક્ષાએ વક્રગતિનો સંભવ હોવાથી અલક્ષ્યભૂત તે-તથાવિધ વક્રગતિમાં અનુશ્રેણીગમનમાં પ્રયોજક કારણ પ્રયોકતાના (પ્રયોગકર્તા) કર્મમાં (વિશિષ્ટ ક્રિયામાં) અતિવ્યાપ્તિના વારણ માટે જીવપદનું ઉપાદાન કરેલ છે. (પરપ્રયોગની અપેક્ષા વગરના પુગલોની પણ સ્વાભાવિકી ગતિ અનુશ્રેણી પામે છે. આવો પ્રવચનનો ઉપદેશ છે. પુદ્ગલોમાં પરપ્રયોગની અપેક્ષાએ તો બીજા પ્રકારે પણ અનુશ્રેણીગતિ-વક્રગતિ છે.) જીવપુદ્ગલોનો સ્વભાવ જ એવો છે કે કોઈ પણ ગતિ અર્થાત્ જીવપુગલની (ઋજુ-વક્રગતિ) સર્વ ગતિ (શ્રેણી વગરની) વિશ્રેણી હોતી નથી, પરંતુ અનુશ્રેણી હોય છે. શંકા-જેમ ઋજુગતિમાં આનુપૂર્વી નામક કર્મ વગર જીવ ઉત્પત્તિસ્થાનમાં જાય છે, તેમ વક્રગતિમાં પણ જીવને આનુપૂર્વાની અપેક્ષા કેમ? સમાધાન- ઋજુગતિમાં પૂર્વભવનું આયુષ્ય ભવાન્તરગમનમાં પ્રયોજક છે (હેતુ છે), જ્યારે વક્રગતિમાં પૂર્વભવનું આયુષ્ય ક્ષીણ થયેલું હોવાથી ભવાન્સરગમનમાં આનુપૂર્વી (નામકર્મ) પ્રયોજક છે. अथ मानुषानुपूर्वीलक्षणमाह मनुष्यत्वोपलक्षिताऽऽनुपूर्वी मनुष्यानुपूर्वी । इमे मनुष्यद्विकशब्दवाच्ये देवत्वपर्यायपरिणतिप्रयोजकं कर्म सुरगतिः । ५ ।
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy