SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ १७१ सूत्र - ३, चतुर्थ किरणे सति कर्मत्वं लक्षणार्थः । आत्मनो हि संसारस्थस्य मानुषत्वदेवत्वनारकत्वतिर्यक्त्वरूपाश्चतुःपर्याया गतिप्रयुक्ताः । तत्र यस्य कर्मण उदयादेकं कञ्चन पर्यायं विहाय मानुषत्वपर्यायपरिणामवान् भवति तत्कर्म मनुजगतिरिति भावः । सातादावतिप्रसङ्गवारणाय विशेषणम् । कालादावतिप्रसङ्गभङ्गाय विशेष्यम्, परिणतिप्रयोजककर्मत्वमात्रोक्तौ देवगत्यादावतिव्याप्तिरतो मानुषत्वपर्यायेति । पराभिमतमानुषत्वजातिव्युदासाय पर्यायेति । मानुषत्वपर्यायप्रयोजकत्वे सति कर्मत्वस्य मनुजानुपूर्व्यादौ सत्त्वात्तद्वारणाय परिणतीति, आनुपूर्व्याः परिणामेऽप्रयोजकत्वात्परिणामयोग्यस्यैव तत्स्थानप्रापकत्वादिति । अस्या उत्कृष्टा स्थितिः पञ्चदशसागरोमकोटीकोट्यः, पञ्चदशवर्षशतान्यबाधा, जघन्या तु सागरोपमस्य द्वौ सप्तभागी पल्योपमासंख्येयभागेन न्यूनौ, अबाधात्वन्तर्मुहूर्तम् ॥ હવે મૂળ પ્રકૃતિના બંધ રૂપ આઠ પ્રકારના કર્મોના ઉત્તર પ્રકૃતિના બંધોમાં પૂર્વકથિત બંતાલીશ પ્રકારના પુણ્ય રૂપ છે. તે દરેકના સ્વરૂપના નિરૂપણ માટે આરંભ કરે છે. ભાવાર્થ- આયુષ્ય-નામગોત્રકર્મથી ભિન્ન, અનુકૂળપણાએ અનુભવયોગ્ય કર્મ ‘સાતવેદનીય.” વેદનીય-આયુષ્ય-નામકર્મથી ભિન્ન ગૌરવજનક કર્મ “ઉચ્ચ ગોત્ર. મનુષ્યપણાના પર્યાયની પરિણતિમાં પ્રયોજક કર્મ “મનુષ્યગતિ.” સાત કર્મના લક્ષણના પદકૃત્યોવિવેચન- સાત રૂપ લક્ષ્યના લક્ષણમાં આયુ-નામ-ગોત્રકર્મથી ભિન્નત્વ રૂપ વિશેષણ દલ, અનુકૂળ વેદનીયત્વ રૂપ બીજું વિશેષણ દલ, કર્મત્વ એ વિશેષ્ય દલ છે. (૧) જો કર્મત્વ રૂપ લક્ષણ સાતા વેદનીયનું કરવામાં આવે, તો અલક્ષ્યભૂત ઉચ્ચ ગોત્ર આદિમાં કર્મત્વ હોઈ અતિવ્યાપ્તિ નામક દોષના વારણ માટે અનુકૂળ વેદનીયત્વ અને “આયુર્નામગોત્રકમભિન્નત્વ' – એમ બે વિશેષણો મૂકેલ છે. ઉચ્ચ ગોત્ર આદિ આયુર્નામગોત્રથી ભિન્ન નથી. ૧. આ બેંતાલીશ પ્રકૃતિઓમાં સમ્યકત્વ-હાસ્ય-રતિ-પુરુષવેદ નથી. શ્રી તત્ત્વાર્થભાષ્યકારકથિત સમ્યકત્વવેદનીય (તત્ત્વાર્થશ્રદ્ધારૂપ આકારે અનુભવ તે પણ કેવલી, શ્રુત, સંઘ, ધર્મ, દેવોના વર્ણવાદ, સત્ય ગુણના આવિર્ભાવ રૂપ યશોવાદ, ભક્તિ, પૂજા, ઉપાસના આદિ હેતુથી જન્ય છે.), હાસ્યવેદનીય (હાસ્ય આકારે અનુભવ), રતિવેદનીય (હર્ષ) પ્રસન્નતાના આકારે અનુભવ અને પુરુષવેદનીય (પુરૂષના આકારે અનુભવ) પુણ્ય રૂપ છે. - વ્યવહારમાં પણ શ્રદ્ધાળુ-હસમુખો-પ્રીતપ્રસન્ન-મઈપુરુષ પુણ્યશાળી કહેવાય છે. છતાં શ્રી કર્મપ્રકૃતિ ગ્રંથના પ્રણેતાઓ, “અજવાળી તોયે રાત'- એ ન્યાયે મોહનીયના ભેદ રૂપ હોવાથી-ઘાતિકર્મ રૂપ મોહનીયના ભેદ રૂપ હોવાથી, શુદ્ધ મિથ્યાત્વના પુદ્ગલ રૂ૫ સમ્યકત્વ, હાસ્ય, રતિ અને પુરુષવેદને પાપ રૂ૫ ગણે છે; તિર્યંચના આયુષ્યને પણ પુણ્ય રૂપ ગણે છે; કેમ કે તેને મરવાની ઇચ્છા થતી નથી.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy