________________
१६४
तत्त्वन्यायविभाकरे
(૩) સ્વાશ્રય સંયોગથી પણ પશુ આદિનું આકર્ષણ સંભવિત નથી, કેમ કે- અદષ્ટના આશ્રયભૂત આત્માનું વિભુ(વ્યાપક)પણું યુક્તિયુક્ત નહિ હોવાથી પશુ આદિની સાથે અદૃષ્ટાધાર આત્માના સંયોગનો અસંભવ છે. આવો ભાવ સમજવો.
શંકા-પુણ્ય રૂપ કે પાપ રૂપ કર્મ નથી જ, કેમ કે શરીરના આકાર રૂપે પરિણમેલ પાંચ ભૂતોથી જ સુખ અથવા દુઃખની ઉત્પત્તિનો સંભવ છે. એમ માનીએ તો શું વાંધો?
સમાધાન- શરીરના આકારે પરિણમેલ પૌદ્ગલોની સમાનતા સર્વત્ર છે. જીવોમાં સુખ અને દુઃખના ચક્રની વિચિત્રતા જે પ્રત્યક્ષ સિદ્ધ છે, તે કેવી રીતે ઘટમાન થાય? એ જરા વિચારોને ! ખરેખર, સગી આંખે દેખાય છે કે કોઈ એક જીવ-વ્યક્તિ કદાચિત સુખી અને કદાચિત દુઃખી, અર્થાત્ કાળભેદથી એક વ્યક્તિને પોતાની જિંદગીમાં સુખનો અને દુઃખનો અનુભવ થાય છે જ.
સુખ-દુઃખનું મૂળ કારણ જો શરીર આદિ રૂપ ભૂતો માનવામાં આવે, તો પોતાના જીવનમાં જિંદગીપર્યત શરીર આદિ ભૂતો સમાન-કાયમ છે. શરીરાદિ ભૂતોમાં ફરક પડતો નથી. તો આ સુખ-દુઃખની વિષમતા-અસમાનતા કારણકન્ય છે. અર્થાત્ આત્મપણાએ કે શરીરાદિ ભૂતની અપેક્ષાએ અવિશિષ્ટ આત્માઓમાં જે આ દેવ-અસુર, મનુષ્ય, તિર્યંચ આદિ રૂપ, અથવા કોઈ રાજા તો કોઈ રંક, કોઈ કરોડપતિ તો કોઈ રોડપતિ અને કોઈ ડાહ્યો તો કોઈ ગાંડો, આવી નજરોનજર દેખાતી સર્વત્ર વિચિત્રતા શું વગર કારણે છે?
જો કારણ વગર વિચિત્રતા જગતની માનવામાં આવે, તો નિત્યં સર્વેસર્વ વાતો ચાનપેક્ષાત'- એ રૂપ ન્યાયથી પરમાણુની માફક સુખ કે દુઃખની સત્તા (વિદ્યમાનતા) થઈ જાય ! કાં તો સુખ શાશ્વત રહે અથવા દુઃખ નિત્ય રહે. સુખ-દુઃખના ચક્રનું પરિવર્તન અસંભવિત થઈ જાય ! અથવા આકાશકુસુમ આદિની માફક સુખ કે દુઃખની નિત્ય અસત્તા થઈ જાય ! અર્થાત્ દુઃખ કે સુખ નિત્ય વિદ્યમાન કે અવિદ્યમાન થઈ જાય !
સુખ જ નથી કે દુઃખ જ નથી, તો પછી તેના વૈચિત્ર્યની વાત તો ગગનમાં ઊડી જ ગઈ ને ! અર્થાત્ સુખ-દુઃખ આદિમાં કોઈ વખત સુખ કે કોઈ વખત દુઃખ, આવું કાળકૃત સુખ-દુઃખનું અનિત્યપણું તે અસંભવિત જ થઈ જાય ને?
શંકા- સુખ-દુઃખ આદિનું જો કાદાચિત્કપણું-પરિવર્તનશીલપણું કારણ વગરનું માનીએ, તો શો બોધ આવે ?
સમાધાન- હેતુનિરપેક્ષ કદાચિત્ ઉત્પત્તિવાળા સુખ-દુઃખની ઉત્પત્તિ-અકસ્માતુ થનાર છે, એમ માનવામાં નિરંતર ઉત્પત્તિનો પ્રસંગ આવે છે, કેમ કે-સામગ્રીશૂન્યતાનો અને સર્વ કોઈ પ્રતિબંધકનો અભાવ છે.
१. माझंद्रङ्कयोर्मनीषिऽजयोः सद्रूपनीरूपयोः, श्रीमदुर्गतयोर्बलाबलवतोर्नीरोगरोगातयोः सौभाग्यासुभगत्वसङ्गमजुषास्तुल्वेऽनृत्वेऽन्तरं, यत्तत्कर्मनिबन्धनं तदपिनो जीवं विना युक्तिमत् ।।