SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र - १७, तृतीय किरणे १४३ પોતાના આશ્રયોમાં (અવયવોમાં) તો અવયવી આદિની વૃત્તિની ઉપલબ્ધિ હોવાથી એકાન્તથી ભેદ નથી. આ કારણથી સર્વથા ભેદ બાધિત હોવાથી ભિન્ન પ્રતિભાસત્ત્વ નામનો હેતુ કાલાત્યયાપદૃષ્ટિ (પ્રમાણથી બાધિત) છે. શંકા- ઘટમાં, તે ઘટથી સર્વથા ભિન્ન પણ જળની વૃત્તિની ઉપલબ્ધિ હોવાથી વ્યભિચાર કેમ નહિ? સમાધાન - ત્યાં પરિણામવિશેષ સંયોગ રૂપ વૃત્તિ-સંબંધનો સંયોગી ઘટ અને જળથી સર્વથા ભેદ નથી. જો સંયોગીઓથી સંયોગનો સર્વથા ભેદ માનવામાં આવે, તો સંયોગના અભાવનો પ્રસંગ આવે ! ખરેખર, સંયોગથી સર્વથા ભિન્ન સંયોગની ઉત્પત્તિમાં “જળનો ઘટમાં સંયોગ' – એવો વ્યવહાર કેવી રીતે થાય? માટે તે સંયોગ રૂપ વૃત્તિસંબંધ ત્યાં હોવો જ જોઈએ. જો તે બંને સંયોગીઓથી સંયોગની ઉત્પત્તિ હોવાથી “ઘટમાં જળનો સંયોગ છે'- એમ માનવું, તે સંયોગની ઉત્પત્તિ, કાળ આદિથી પણ હોઈ, ત્યાં પણ તેવા પ્રકારના વ્યવહારની આપત્તિથી ખંડિત થઈ જાય છે. તેથી બે સંયોગીઓથી સંયોગ જુદો કોઈ પદાર્થ નથી, માટે પૂર્વોક્ત હેતુમાં વ્યભિચાર નથી. સર્વથા બીજા પદાર્થ રૂપ ક્યાંય વૃત્તિની ઉપલબ્ધિ નહિ હોવાથી વિરોધ પણ નથી. શંકા- જો આમ છે, તો અવયવ-અવયવી આદિમાં કઈ વૃત્તિ છે? સમાધાન- અવયવ-અવયવી આદિનો કથંચિત્ તાદામ્ય (અભેદ) નામની વૃત્તિ કહેવાય છે. શંકા- જો કથંચિત્ તાદાભ્ય નામની વૃત્તિ માનો છો, તો શું આપને પણ વૃત્તિવિકલ્પજન્ય દોષનો પ્રસંગ કેમ નહિ? સમાધાન- પદાર્થોમાં ભેદ-અભેદથી મિશ્ર એક વસ્તુનું સ્વરૂપ હોઈ, અવયવ આદિથી અવયવી આદિનું તાદાભ્ય અશક્ય વિવેચનવાળું હોઈ તે દોષોના અવકાશનો અભાવ છે. આ પ્રમાણે ગુણ અને ગુણીની, ક્રિયા અને ક્રિયાવંતની, તેમજ સામાન્ય અને સામાન્યવાળાની પણ વૃત્તિની ઉપપત્તિ જાણવી. अथ देशमाह प्रदेशादर्वाचीनस्कन्धभागा देशाः । १७ । प्रदेशादर्वाचीनेति । अयम्भावः, व्यणुकादिक्रमेणानन्तानन्तपरमाणुकावसानाः संघातविशेषात्समुत्पन्ना बहवस्स्कन्धा भवन्ति, तत्र स्वेषु स्वेषु स्कन्धेषु प्रदेशात्मकमेकं परमाणु - पूर्णञ्च स्कन्धं विहाय तदपृथग्भूता द्विव्यादिपरमाणुसंघाता देशा उच्यन्ते, न तावत्तदपृथग्भूत एकः परमाणुदेशस्तस्य प्रदेशत्वात्, यथा घटस्य ग्रीवोदरपृष्ठादयो देशाः । तत्पृथग्भूतानान्तु ग्रीवादीनां स्कन्धान्तरत्वमेवेति ।।
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy