SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ १२६ तत्त्वन्यायविभाकरे અઢી દ્વીપના બહારના દ્વિપોમાં-ઊર્ધ્વલોકમાં-અપોલોકમાં સામાન્યતઃ-સ્વતઃ વર્તનાદિ હોઈ, કાળ રૂપ અપેક્ષાકારણ માનેલ નથી. જ્યારે અઢી દ્વિપમાં ભાવોમાં વિશેષતઃ, પરતઃ, વર્તનાદિ હોઈ કાળ રૂપ અપેક્ષાકારણ માનેલ છે. તથાચ ઉત્પાદ-વ્યય-ધ્રુવતાના અભાવમાં સત્ત્વનો અને ગુણપર્યાયના અભાવથી દ્રવ્યત્વનો અસંભવ હોઈ, ઉત્પાદ-વ્યય-ધ્રુવતા યુક્ત હોઈ કાળ સત્ છે અને ગુણપર્યાયવાળો હોઈ કાળ દ્રવ્ય છે, એ તો સિદ્ધ જ છે. શંકા- કાળ વિભાગવાળો નહિ હોવાથી, પરમ નિરુદ્ધ (સૂક્ષ્મ-નિકૃષ્ટ) એક સમય રૂપ હોવાથી, પૂર્વ અને અપરની કોટિ (ભેદ)થી રહિત છે. અસ્તિકાયપણાનો અભાવ હોઈ પ્રદેશશુન્યપણું છે. (પ્રાગુભાવ કાર્યની ઉત્પત્તિ પહેલાં કાર્યના સમવાયી કારણમાં રહે છે.) અહીં કપાલમાં (સમવાયીકારણમાં) ઘડો થશે-એ પ્રતીતિથી સિદ્ધ અનાદિસાત્ત કહેવાય છે. પ્રધ્વસાભાવ કાર્યની (ઘટ આદિ કાર્યની) ઉત્પત્તિ પછી જે અભાવ છે, તે પ્રäસાભાવ કાર્યના સમવાયી કારણમાં વર્તે છે. ઘટ આદિ કાર્યની ઉત્પત્તિ પછી ઘટપ્રäસાભાવ ઉત્પન્ન થાય છે. માટે આદિ, કિન્તુ અંત નહિ થનાર હોઈ અનંત છે. (ધરો ધ્વત:)- એવી પ્રતીતિથી સિદ્ધ પ્રાગુભાવની અને પ્રધ્વસાભાવની અવસ્થાની અવિદ્યમાનતા છે. તેથી કાળમાં ઉત્પાદ-વ્યય-ધ્રુવના યુક્તત્વ કેવી રીતે? અને ગુણપર્યાયવત્તા કેવી રીતે? સમાધાન શ્રી જિનેન્દ્ર ભગવાનનું વચન, સ્વને પ્રધાન અને સ્વતરને ગૌણ રૂપ રાખનાર એવા દ્રવ્યનય અને પર્યાયનય રૂપ ઉભય નયને અવલંબીને ચાલે છે. માટે પ્રદેશ વગરનો એક પણ સમય દ્રવ્યનય અને પર્યાયનય રૂપ ઉભય નયને અવલંબીને ચાલે છે. આથી પ્રદેશ વગરનો એક પણ સમય, દ્રવ્ય અને પર્યાયની સાથે બાંધેલ વૃત્તિ(વર્તના)વાળો જ, દ્રવ્યનયની અપેક્ષાએ, દરેક પર્યાયમાં ઉત્પાદ-વિનાશ રૂપ ધર્મવાળો પણ, સ્વરૂપના અનંતપણા (અનન્યભૂત) રૂપ ગુણપર્યાયવાળો, અનાદિઅનંત, અનંત સંખ્યા પરિણામ રૂપ પર્યાય રૂપ પ્રવાહમાં કાળ એકલો જ વિસ્તરે છે. અતીત-અનાગત-વર્તમાન અવસ્થામાં પણ “કાળ' “કાળ'-આવી રીતે સામાન્ય શ્રવણથી સર્વદા ધ્રુવતાના અંશનું અવલંબનવાળો છે. તથાચ ગતદિનપણાએ વિનાશ પામી વર્તમાન આદિપણામાં સમય પ્રકટ થાય છે. વર્તમાનદિનપણાએ પણ વિનાશ પામીને આવનાર દિનપણાએ ઉત્પન્ન થાય છે. ગઈકાલ-આજ-આવતીકાલ રૂપ પર્યાયોમાં કાળપણાએ સમય સંભવિત હોઈ અનુગત રૂપ હોઈ ધ્રુવ છે. પર્યાયનયની અપેક્ષાએ પર્યાયો અત્યંત ભિન્ન હોવાથી, વર્તમાન માત્ર વિષય વિષયક પર્યાયનય હોઈ, ભૂત અને ભવિષ્યનો અભાવ હોવાથી કાળ વત્યું નથી અને વર્તશે નહિ એમ કહેવાય. અર્થાત્ તે અતીતઅનાગત પ્રકારથી કાળનું અસત્ત્વ છે. તથાચ સ્વપર્યાય રૂપ વર્તમાન પ્રકારથી સ્વાત્સત્ત્વ અને પરપર્યાય રૂપ અતીત-અનાગત પ્રકારથી સ્યાદ્ અસત્ત્વ (નાસ્તિત્વ) છે. આવી વ્યવસ્થા હોઈ સત્ત્વવિશિષ્ટ અને ગુણપર્યાયવાળો કાળ છે. इत्थमवधृते कालस्वरूपे तत्प्रमाणे च तस्यास्तिकायत्वाभावेन स्कन्धदेशप्रदेशा न सन्ति किन्तु एकविध एव स इत्याह
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy