SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ १२३ सूत्र - ९, तृतीय किरणे ननु कालस्याविभागित्वात् परमनिरुद्धैकसमयरूपत्वात्समुच्छिनपूर्वापरकोटित्वादस्तिकायत्वाभावेन प्रदेशशून्यत्वात्प्रागभावप्रध्वंसाभावावस्थयोरसत्त्वेनोत्पादव्ययध्रौव्ययुक्तत्वं गुणपर्यायवत्त्वञ्च कथमिति चेदुच्यते, जिनवचनस्य प्रधानोपसर्जनीकृतेतररूपद्रव्यपर्यायोभयनयावलम्बित्वादेकस्यापि समयस्य निष्प्रदेशस्य द्रव्यपर्यायावबद्धवृत्तित्वमेव, द्रव्यार्थरूपेण प्रतिपर्यायमुत्पादव्ययधर्मापिस्वरूपानन्यभूतक्रमाक्रमभाव्यनाद्यपर्यवसानानन्तसंख्यापरिणामपर्यायप्रवाहव्यापिनमेकमेवात्मानमातनोति, अतीतानागतवर्तमानावस्थास्वपि कालः काल इत्यविशेषश्रुतेः सर्वदा ध्रौव्यांशावलम्बनात्, तथा च श्वोभावेन विनश्याद्यत्वेन प्रादुर्भवति, अद्यत्वेनापि विनश्य ह्यस्त्वेनोत्पद्यते, कालत्वेन तु श्वोऽद्यह्य पर्यायेषु संभवित्वादन्वयरूपत्वाद् ध्रुव एवेति, पर्यायार्थतया त्वत्यन्तविविक्तरूपत्वात्पर्यायाणां प्रत्युत्पन्नमात्रविषयत्वादतीतानागतयोरभावादेव न वृत्तो नापि वय॑निति तेन प्रकारेणासत्त्वं, तथा च स्यात्सत्त्वं स्यान्नास्तित्वमिति व्यवस्थानात् गुणपर्यायवांश्च काल इति ।। હવે ધર્મ-અધર્મ-આકાશ-પુદ્ગલ-જીવ રૂપ પાંચ અસ્તિકાયોમાં કાળનો સમાવેશ છે, જેમ કે-પાંચ અસ્તિકાયોના પરિણામને “કાળ' કહે છે. અથવા પાંચ અસ્તિકાયોથી સર્વથા જાદુ દ્રવ્ય-છ દ્રવ્યકાળ છે. જો એમ માનો તો પણ કાળના સ્વરૂપનું વર્ણન આવશ્યક હોઈ કાળનું લક્ષણ કહે છે કે ભાવાર્થ. “વર્તના રૂપી લક્ષણ(સ્વરૂપ)વાળો કાળ છે.” વિવેચન- ત્યાં નૈક્ષયિક કાળ પર્યાય રૂપ હોઈ વર્તના રૂપી પર્યાય જેનું લક્ષણ છે, તે “કાળ' કહેવાય છે. આવી વ્યુત્પત્તિ (બહુવ્રીહિ સમાસના વિગ્રહના જ્ઞાન)થી “વના સ્વરૂપી કાળ છે, આવો અર્થ જાણવો. વળી ત્યાં વર્તન એટલે આદિસાંત આદિ રૂપ ચાર પ્રકારવાળી સ્થિતિમાં જે કોઈ એક પ્રકારથી દ્રવ્યોનું વર્તવું. તે વર્તના જ કાળના વ્યવહારને ભજનારી છે. ત્યાં વર્તના પદ, પરિણામ-ક્રિયા-પરવાપરત્વનું પણ ઉપલક્ષક (લક્ષણાથી પોતાનું અને અન્યનું બોધક. જેમ કે- “જાગોધ રચતાં ' આ વાક્યમાં દધિ ઉપઘાતક માત્રમાં લક્ષણો છે. એટલે લક્ષણાથી કાક અને દધિ ઉપઘાતક અન્યનું બોધક “કાક' પદ છે.) અર્થાત્ વર્તનામાં જેમ કાળનો વ્યવહાર છે, તેમ પરિણામ-ક્રિયા-પરવાપરત્વમાં પણ કાળનો વ્યવહાર સમજવો. આ વર્તના-પરિણામ-ક્રિયા આદિ દ્રવ્યના પર્યાય રૂપ હોઈ, કથંચિત્ દ્રવ્યથી અભિન્ન હોઈ, દ્રવ્યમાં અભેદ રૂપે વર્તનાર વનાદિની વિવલાથી કાળ પણ જીવપણાએ-અજીવપણાએ કહેલ છે, પરંતુ જીવઅજીવથી જુદો પદાર્થ નહિ. (જીવદ્રવ્યો કરતાં અજીવદ્રવ્યો અનંતગુણા હોવાથી બહુલતાની અપેક્ષાએ અજીવમાં કાળને ગણેલ છે.) જો વર્તના આદિ પર્યાયોને દ્રવ્ય તરીકે માનવા જતાં અનવસ્થા (નૃતવતું સનાતી વસ્તુ ૫૫)ત્પનીય વિરામમાવ:)નો પ્રસંગ આવે! કાળમાં અસ્તિકાય(પ્રદેશ સમુદાય)પણાનો પ્રસંગ આવે !
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy