SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ९, तृतीय किरणे १२१ સ્કંધનો વ્યુત્પત્તિ રૂપ અર્થ, પુદ્ગલોની હાનિ-વૃદ્ધિ રૂપ સ્કંધ-એમ અર્થ માનનારા પ્રાચીન મહર્ષિઓએ ધર્માસ્તિકાય આદિ શાશ્વત દ્રવ્યોમાં સ્કંધ-દેશ-પ્રદેશનો વ્યવહાર માનેલો નથી. પરંતુ નવતત્ત્વ પ્રકરણકાર આદિ પંડિતોએ અસંખ્યાત આદિ પ્રદેશ સમુદાય (અસ્તિકાય) આત્મક જે પૂર્ણ-અખંડ વિભાગ, તે ‘સ્કંધ’ કહેવાય છે. આ અર્થકથનથી ધર્માસ્તિકાય આદિમાં પણ સ્કંધ-દેશ-પ્રદેશની વ્યવહાર પ્રવૃત્તિ દેખાય છે. જેમ કેચૌદરજ્જા પ્રમાણભૂત—વજ આકારવાળો જે ધર્માસ્તિકાય, તે ધર્માસ્તિકાય સ્કંધ એ પ્રમાણે અધર્માસ્તિકાય સ્કંધ સમજવો. અનંત યોજનપ્રમાણયુક્ત ધનગોલક આકારવાળો જે આકાશાસ્તિકાય છે, તે આકાશાસ્તિકાય સ્કંધ. સૂક્ષ્મ-બાદર ભેદવાળા પૃથ્વીકાય આદિની અપેક્ષાએ જધન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણવાળો, તેમજ કેવલિસમુદ્ધાતની અપેક્ષાએ ચૌદર પ્રમાણવાળો અસંખ્યાત પ્રદેશાત્મક જે જીવ છે, તે જીવાસ્તિકાય સ્કંધ કહેવાય છે. માધ્યમિક ભાગ રૂપ દેશ-પૂર્ણ (અસંખ્યાત-અનંત પ્રદેશાત્મક) સમુદાય રૂપ સ્કંધમાંથી એક આદિ પ્રદેશ ન્યૂનક્રિપ્રદેશ આદિ પ્રદેશ પર્યંત બુદ્ધિ પરિકલ્પિત વિભાગ ‘દેશ' કહેવાય છે. અર્થાત્ અસંખ્યાત પ્રદેશાત્મક સ્કંધમાં એક પ્રદેશ ન્યૂન લક્ષણવાળો જે વિભાગ, તે ‘દેશ’ છે. ઔપાધિક ભાગ રૂપ દેશ-જેમ અખંડ આકાશના ઘટાકાશ, પટાકાશ, મઠાકોશ વગેરે ભેદો ઘટ વગેરે ઉપાધિ(આરોપ રૂપ વિશેષણ)ના વશે પેદા થાય છે, તેની માફક ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયના પણ કલ્પનાકલ્પિત દેશ વગેરે વિભાગો થાય છે. પ્રદેશ-પ્રદેશ કરતાં બીજો ન્યૂન વિભાગ. કેવલીઓએ પણ તે જોયો નથી, માટે પ્રકૃષ્ટ-ઉત્કૃષ્ટ દેશ ‘પ્રદેશ’ અનાદિકાળથી ધર્મ-અધર્મ-જીવદ્રવ્યોના પ્રદેશો સ્કંધની સાથે અનાદિ અનંતકાલીન વ્યાપ્ત પિંડ રૂપે ભેગા થઈને રહે છે. अथ कालस्य धर्मादिद्रव्यपञ्चकपरिणामत्वेन तदन्तर्भूतत्वे पदार्थान्तरत्वे वा सर्वथा तत्स्वरूपनिर्वचनस्यावश्यकत्वेन तं लक्षयति - वर्त्तनालक्षणः कालः । ९ । वर्त्तनालक्षण इति । तत्र कालस्य पर्यायात्मकत्वे वर्त्तना लक्षणं स्वरूपं यस्य स इति व्युत्पत्त्या वर्त्तनास्वरूपः काल इत्यर्थो बोध्यः । तत्र च वर्त्तना सादिसान्तादिचतुर्भेदभिन्नायां स्थित्यां यत्किञ्चित्प्रकारेण द्रव्याणां वर्त्तनं, सैव कालव्यपदेशभाक् । तत्र च परिणामक्रियापरत्वापरत्वानामप्युपलक्षकं वर्त्तनापदं, तेषामपि कालव्यपदेशभाक्त्वात् । एतेषाञ्च द्रव्यपर्यायत्वात् कथञ्चिद् द्रव्याभिन्नत्वेन द्रव्याभेदवर्त्तिवर्त्तनादिविवक्षया कालोऽपि जीवाजीवतयोदितः, न तु पृथग्भूतं द्रव्यं वर्त्तनादिपर्यायाणां द्रव्यत्वेऽनवस्थाप्रसङ्गात्,
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy