SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र - ४, तृतीय किरणे १११ સમાધાન- વિશિષ્ટ દેશોમાં દેશપણાએ અનુગત રૂપે કારણતાનો અસંભવ છે. જો દેશપણાએ અનુગત રૂપે (વ્યાપક રૂપે) વિશિષ્ટ દેશોને કારણ માનવામાં આવે, તો અલોકમાં (અલોક આકાશમાં) પણ ગમનનો પ્રસંગ ઊભો થાય ! આની ઈષ્ટાપત્તિ પણ કરી શકાય નહિ. કેમ કે- અલોક અનંત હોવાથી લોકમાંથી નીકળી જીવ અને પુદ્ગલોનો ત્યાં પ્રવેશ થવાથી, લોકમાં બે-ત્રણ જીવપુદ્ગલોની સત્તા રહેશે અથવા સર્વથા જીવપુદ્ગલોના શૂન્યપણાનો પ્રસંગ આવી જાય ! વળી તે તે ગતિ પ્રત્યે (વિશિષ્ટ ગતિ પ્રત્યે) તે તે દેશનું તે તે દેશપણાએ જો કારણપણું માનવામાં આવે, તો અનંત કાર્ય-કારણાભાવની કલ્પનાનો પ્રસંગ ખડો થઈ જાય ! શંકા- ગતિ રૂપ કાર્ય પ્રત્યે ધર્મનામક દ્રવ્યનું પણ ધર્મપણાએ કારણપણું નહિ રહે, કેમ કે- અતિપ્રસંગ આવે છે. પરંતુ તે તે પ્રદેશપણાએ ધર્મનામક દ્રવ્યનું કારણપણું માનવા જતાં આપને પણ કાર્ય-કારણભાવની કલ્પનાનું ગૌરવ શું દુર્વાર નથી? સમાધાન- લોકઅને અલોકના વિભાગની અન્યથાનુપપત્તિથી પણ (ધર્મનામક દ્રવ્ય સિવાય લોક અને અલોકના વિભાગની ઉપપત્તિ નથી, પણ ધર્મનામક દ્રવ્યની સત્તામાં જ લોક-અલોકના વિભાગની ઉપપત્તિ હોવાથી) વ્યતિરેક રૂપ વ્યાપ્તિથી (અન્વય વ્યાપ્તિથી) પણ ધર્મનામક દ્રવ્યની આવશ્યકતા છે જ. માટે તે ધર્મનામક દ્રવ્યમાં જ ગતિવાવચ્છિન્ન કાર્યતા નિરૂપિત કારણતા (ગતિ રૂપ વિશિષ્ટ કાર્ય પ્રત્યે કારણપણા)નો સ્વીકાર છે. વળી પુદ્ગલસ્કંધ સિવાય તેમજ આકાશ સિવાય બીજા સ્વતંત્ર દેશનો અભાવ હોઈ, પુદ્ગલોમાં ગતિ પ્રત્યે પરિણામી કારણપણું હોવાથી, આકાશમાં અવગાહનાનો અસાધારણ ગુણ હોવાથી, પુદ્ગલોમાં કે આકાશમાં ગતિ પ્રત્યે અપેક્ષાકારણપણાનો અસંભવ છે, માટે ગતિ પ્રત્યે અપેક્ષાકારણ ધર્મનામક દ્રવ્ય જ છેએમ જ માનવું એ યુક્તિયુક્ત જ છે. अस्यास्तिकायत्वात्प्रदेशेयत्तामाविष्करोति असंख्येयप्रदेशात्मको लोकाकाशव्यापी च । ४ । असंख्येयेति । शास्त्रसंव्यवहारार्थं प्रदिश्यन्त इति प्रदेशाः, द्रव्यपरमाणुमूर्तिव्यवच्छिन्नां, कदापि ये न वस्तुव्यतिरेकेणोपलभ्यन्ते भागास्ते प्रदेशाः । असंख्येया: प्रदेशा येषान्ते असंख्येयप्रदेशाः तदात्मको धर्मो न संख्येयप्रदेशात्मको नाप्यनन्तप्रदेशात्मक इति भावः । न च धर्मादीनां निरवयवत्वेन तत्र प्रदेशकल्पना सिंहो माणवक इतिवदौपचारिकीति वाच्यम्, प्रत्ययाभेदात, मुख्यप्रत्ययात्सिंहविशेषादध्यवसानरूपान्माणवके हि सिंह इति गौणप्रत्ययोऽध्यारोपरूपो भिन्न उपलभ्यते, न च तथा पुद्गलेषु धर्मादिषु च प्रदेशप्रत्ययो भिन्नोऽस्ति, उभयत्रावगाह-भेदतुल्यत्वात्, न च परमाणुषु मुख्यः प्रदेशप्रत्यय इति वाच्यम्, अनादिरमध्योऽप्रदेशो हि परमाणुरिति वचनात् । ननु धर्मादीन्याकाशवत्कि स्वात्मप्रतिष्ठान्युत
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy