SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वन्यायविभाकरे આવા વિચારસ્વરૂપી સંજ્ઞા જેઓની પાસે છે, તે ‘સંશિઓ’ કહેવાય છે. નહિ કે-આહાર-ભય-મૈથુનપરિગ્રહસંજ્ઞાના સંબંધથી સંશિઓ છે. ९६ ૩ અર્થાત્ આહાર આદિ સંજ્ઞાવાળાઓ સંશિઓ કહેવાય છે-એમ જો માનવામાં આવે, તો સકલ પ્રાણીઓમાં દશ પ્રકારવાળી (આહાર-ભય-મૈથુન-પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, લોક, ઓધ રૂપ દશ ભેદવાળી) સંજ્ઞાઓનો આગમમાં સ્વીકાર કરેલ છે. એથી જ જ્ઞાન રૂપ સંજ્ઞાની વિવક્ષાકરેલ નથી, કેમ કે-જ્ઞાન રૂપ સંજ્ઞા નિવારણયોગ્ય થઈ શકે નહિ. કેમ કે-સર્વ જીવોમાં જ્ઞાનસ્વરૂપ છે જઃ અથવા દીર્ઘકાલિકી, હેતુવાદોપદેશિકી અને દૃષ્ટિવાદોપદેશિકી નામવાળી ત્રણ સંજ્ઞાઓ પૈકી દીર્ઘકાલિકી નામક સંજ્ઞા (જેનું બીજું નામ સંપ્રધારણ સંજ્ઞા છે) ગ્રહણ કરાય છે. ૪. કેમ કે-જે સંજ્ઞા દ્વારા લાંબા-અત્યંત દીર્ઘ પણ ભૂતકાળનું સ્મરણ અને ભવિષ્યકાળનું ચિંતન કરે છે. વળી તે કેવી રીતે કરવું ? કેમ કરવું ? વગેરેનો વિચાર કરી શકે છે. તે ‘દીર્ઘકાલિકી સંજ્ઞા' કહેવાય છે. અર્થાત્ સંપ્રધારણ રૂપ સંજ્ઞાવાળા ‘સંક્ષિઓ' કહેવાય છે. સંપ્રધારણ સંજ્ઞા દ્રવ્યમન-ભાવમન રૂપ જ સમજવી. જે સંશી નહિ, તે અસંશી જાણવા. અસંક્ષિ એવા જે પંચેન્દ્રિયો, તે ‘અસંગ્નિ પંચેન્દ્રિયો’- આવો વ્યુત્પત્તિજન્ય અર્થ સમજવો. આ અભિપ્રાયથી જ મન વગરના- એમ કહેલું છે. અહીં મનો વગરના એટલે અસંશીઓ-આ પ્રમાણેનું કથન પર્યાયનું-પર્યાયવાચક શબ્દનું કરહસ્તવત્ કથન રૂપ જ છે. પરંતુ ‘મનોહીન’ એ અસંજ્ઞીનું લક્ષણ નથી, કેમ કે-મનોહીનત્વ અને અસંન્નિત્ય-એ બંનેનો અભેદ છે. અથવા લક્ષણ ભિન્ન પણ (લક્ષ્યથી જુદું પણ-પરસિદ્ધ પણ) હોય છે. જેમ વનમાં ઘણા જાતજાતના કમલોની સુગંધ આદિ લક્ષણથી સરોવ૨ લક્ષિત થાય છે. તથા અભિન્ન પણ (લક્ષ્યથી જુદું નહિ–સ્વસિદ્ધ) લક્ષણ હોય છે. જેમ કે-ઉષ્ણપણા-ઉષ્ણ સ્પર્શ રૂપ લક્ષણ વડે અગ્નિ લક્ષિત થાય છે. અહીં અગ્નિ અને ઉષ્ણ સ્પર્શ-એ બંને અભિન્ન છે. ૧-આહારની ઇચ્છાપૂર્વક વિશિષ્ટ પુદ્ગલનું ગ્રહણ ‘આહારસંજ્ઞા,’ હું કરું છું, આવું ભયવિષયક જ્ઞાન ‘ભયસંજ્ઞા,’ દિવ્ય-ઔદારિક શરીરની ઇચ્છાનું આચરણ ‘મૈથુનસંજ્ઞા,' ભાવની અપેક્ષાએ આસક્તિ, મૂર્છાસ્વરૂપી પરિસંગ્રહતા.’ ૨-જેમ રાત્રિમાં કમલોનો સંકોચ. વિશેષ જ્ઞાન રૂપ સ્વચ્છંદઘટિત વિકલ્પજન્ય લૌકિક આચારો. જેમ કે-પુત્ર વગરનાને શુભ ગતિ નથી. ઇત્યાદિ. ૩-જેમ વેલડીઓ વૃક્ષ ઉપર ચઢે છે. ગતાનુગતિક ક્રિયા-દેખાદેખીપૂર્વક ક્રિયા. ૪-જેનાથી પોતાના દેહના પાલન કાજે ઇષ્ટવિષય વસ્તુઓમાં વર્તે છે-અનિષ્ટવિષય વસ્તુઓથી અટકે છે. જે માત્ર વર્તમાનકાળ વિષયવાળી હેતુવાદોપદેશિકી સંજ્ઞા દ્વીન્દ્રિયથી માંડી સમસ્ત સંમૂચ્છિમને હોય છે. ૫-દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા છદ્મસ્થ સમ્યગ્દષ્ટિઓને હોય છે. તે ક્ષાયોપશમિક જ્ઞાન રૂપ છે. ६ - विवरणादपि शक्तिग्रहः - विवरणं तु तत्समानार्थरूपपदान्तरेण तदर्थकथनं यथा घटोऽस्तीत्यस्य कलशोऽस्तीत्यनेन विवरणात् घटपदस्य कलशे शक्तिग्रहः तद्वत् मनोहीना इत्यस्यासंज्ञिनः सन्तीत्यनेन विवरणात् मनोहीना इत्यस्यासंज्ञिषु शक्तिग्रहः ।
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy