________________
तत्त्वन्यायविभाकरे
કોઈ એક ચેતનાવાળાએ આ શરીર ગ્રહણ કરેલું છે (ભોગવેલું છે), કેમ કે-કફ, રૂધિર, અંગ, ઉપાંગ આદિમાં પરિણતિ છે. જેમ કે-અન્ન આદિ અથવા કોઈ સચેતન આત્માએ છોડી દીધેલું શરીર પણ છે, કેમ કેભોગવેલ છે. જેમ કે-અન્નમલ.
९४
જલ સચેતન છે, કેમ કે- શસ્ત્રથી હત નહિ હોયે છતે દ્રવ રૂપ (પ્રવાહી પદાર્થ રૂપ) છે. જેમ કે-હાથીના શરીરના મૂલ કારણ કલલ (શુક્ર અને રૂધિરનું મિશ્રણ) ત્યાં જ શસ્ત્રથી નહિ હણાયેલ દ્રવ રૂપ હેતુ સમજવો. દૃષ્ટાન્ત તરીકે ઇંડાંના મધ્યમાં રહેલ કલલ છે-એમ જાણવું.
આ પ્રમાણે પાષાણઆદિ સચેતન છે, કેમ કે-છેદનવિષય છે, ફેંકાય છે, ભોગવાય છે, સુંધાય છે, ચખાય છે, અડકાય છે, દેખાય છે વગેરે હેતુઓ સમજવા.
અર્થાત્ પૃથ્વી આદિના છેદ્યત્વ આદિ હેતુઓ પ્રત્યક્ષ છે, તો એને કોણ છૂપાવી શકે એમ છે, કેમ કેજીવના શરી૨પણાએ નિરૂપિત છે. હાથ-પગ રૂપ પરમાણુ સમુદાયની જેમ શસ્ત્રથી હણાયેલ અચેતન છેશસ્ત્રથી નહિ હણાયેલ સચેતન છે.
સર્વ પુદ્ગલ દ્રવ્યોને દ્રવ્યશરીર રૂપે સ્વીકારેલ છે, માટે હેતુઓ અવ્યભિચારી નિર્દોષ છે.
હિમ આદિ સચેતન છે, કેમ કે-અકાય છે. જેમ કે-બીજું જળ.
અંગર આદિ જીવથી અધિષ્ઠિત શરીરો છે, કેમ કે-દૃશ્યત્વ આદિ છે. અંગાર આદિમાં પ્રકાશરૂપ પરિણામ સંયોગ રૂપ સંબંધથી પ્રકટિત થયેલ છે, કેમ કે-શરીરમાં રહેલ છે. જેમ કે- આગિયાના શરીરમાં રહેલ પ્રકાશ રૂપ પરિણામ. અંગાર આદિમાં રહેલ ગરમી આત્માના સંયોગસંબંધ પૂર્વક જ છે, કેમ કેશરીરમાં રહેલ છે. જેમ કે-તાવની ગરમી. અગ્નિ સચેતન છે, કેમ કે- યોગ્ય પ્રમાણે આહારના ગ્રહણથી વિશિષ્ટ વૃદ્ધિ છે. જેમ કે-પુરુષનું શરીર.
વૃક્ષો જીવના શરીર રૂપ છે, કેમ કે-વૃક્ષની બનાવટ રૂપ પાસા વગેરેની ઉપલબ્ધિનો ભાવ છે.જેમ કેહાથ વગેરે.
શસ્ત્રથી અનુપહત વૃક્ષો પણ સચેતન છે, કેમ કે-જીવથી અધિષ્ઠિત શરીર છે. જેમ કે-હાથ આદિ અંગસંઘાત.
વળી મંદ (ચેતના) સુખ વગેરેવાળા વૃક્ષો છે, કેમ કે-અવ્યક્ત ચેતનાના સંબંધવાળા છે. જેમ કે-સુપ્તમત્ત-મૂચ્છિત પુરુષ.
તથાચ વાયુ સચેતન છે, કેમ કે-બીજાની પ્રેરણા સ્વતંત્રતયા સ્વાભાવિક રીતે તીચ્છી, વાંકી અને અનિયમિત મતિવાળા છે. જેમ કે-ગાય, ઘોડા આદિ.
એકેન્દ્રિય જીવોની સિદ્ધિનિરૂપણ સમાપ્ત
હવે દ્વીન્દ્રિય જીવોને કહે છે કે- ‘કરમિયા વગેરે બેઈન્દ્રિય જીવો.' આદિ પદથી લાકડાનો કીડો, અળસિયા, જમીનના કીડા, ગંડોલા, શંખ, નાના શંખો, શંખલા, મોતીની છીપ, જળમાં ઉત્પન્ન થયેલા શંખલા, છીપો, કોડી, કોડા, જળો વગેરેનું ગ્રહણ સમજવું. બેઈન્દ્રિયવાળા જીવોને સ્પર્શન અને રસન-એમ બેઈન્દ્રિયો હોય છે.