SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ થોડોક પ્રયત્ન પણ તેમણે કર્યો હતો, પણ કાળબળે તે કાર્ય આજ સુધી પત્યું નહિ. ત્યારે તેઓએ પૂ. ગુરુદેવના શિષ્યમંડળ પાસેથી પણ સટીક ‘તત્ત્વ ન્યાય વિભાકર’ના ભાષાન્તરની આશા સેવી હતી. આજે તેમાંથી થોડું પણ કાર્ય પં. ભદ્રંકરવિજયજી ગણિવર કરી રહ્યા છે, તેથી મને અત્યંત આનંદ થયો છે. સાથે સાથે કેટલાય સંસ્કૃત અનભિજ્ઞ વર્ગ પણ અનુપમ આનંદ અનુભવશે, તે નિર્વિવાદ સત્ય છે. પં. ભદ્રંકરવિજયજી (પૂ. કર્ણાટકકેસરી આ.ભદ્રંકરસૂરિી મ.સા.) સંસ્કૃતના પ્રાંજલકવિ અને લેખક છે. સાથે સાથે ભાષાન્તર કરવાની દિશામાં પણ તેમણે લક્ષ્ય રાખ્યું છે. ગુજરાતી પ્રજા માટે તે અત્યંત સદ્ભાગ્યની વાત છે. બીજા વિભાગનું ભાષાન્તર તેઓ શીઘ્રતાથી પરિપૂર્ણ કરે તેવી શુભાભિલાષા સાથે, તેઓ આ ગ્રંથ ઉપર સ્વતંત્ર રીતે પણ ગુજરાતીમાં લખે તે ઘણું જ ઉપયોગી છે. કારણ કે—ઉપર જણાવ્યા મુજબ તેઓ આ ગ્રંથના હાર્દને સારી રીતે પામેલ છે. વળી ભાષાન્તરિત ગ્રંથોમાં કેટલાક પરિશિષ્ટો તેઓ ઉમેરે, કે જેથી અભ્યાસીઓની કેટલીક કઠીનતા દૂર થઈ જાય તે પણ ઇચ્છવા યોગ્ય છે. ભાષાન્તરિત ગ્રંથની શરૂઆતમાં, પ્રસ્તુત ગ્રંથના અભ્યાસ દ્વારા તેમના મગજમાં કેવી છાપ ઉપસ્થિત થઈ છે તે પણ જો તેઓ ગુજરાતી ભાષામાં આલેખન કરશે, તો ભાષાન્તરિત ગ્રંથ તેમજ મૂળ ગ્રંથનું ગૌરવ વધુ પ્રચાર પામશે. અંતમાં, તેમની શ્રુતોપાસના, ગુરુભક્તિ અને શાસનસેવાની ધગશ નિરંતર વધતી રહે, તેવી જ શાસનદેવોને અભ્યર્થના કરું છું. શાસનસેવાનું બળ તેમને પ્રાપ્ત થાય તેવી અંતરની આશિષ વરસાવી અહીં જ વિરમું છું. વિ. સં. ૨૦૨૪, આ. સુ. ૧૩, શ્રી ચંદ્રપ્રભુ નયા મંદિર, ૪૦૯, મીન્ટ સ્ટ્રીટ, મદ્રાસ-૧ 10 લિ. આચાર્ય વિક્રમસૂરિ (પ્રથમાવૃત્તિ પ્રસ્તાવના)
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy