SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वन्यायविभाकरे આ પ્રમાણે આત્માને એક માનવામાં સુખ-દુઃખ-બંધ-મોક્ષ વગેરે ઘટમાન થતાં નથી. જો આમ આત્માનું એકપણું સ્વીકારવામાં આવે, તો સુખ અને દુઃખમાં નિમિત્તભૂત ધર્મ અને અધર્મનું સર્વસાધારણપણુંવ્યાપકપણું થવાથી, ‘કોઈક જ સુખી છે- બધા સુખી નથી, કોઈ એક જ દુઃખી છે-બધા દુઃખી નથી.’- આવો પ્રત્યક્ષ સિદ્ધ નિયમ-કુદરતી કાયદો ન થાય ! એ દોષ આવે છે. ન ६८ શંકા- જેમ એક ફેલાયેલ અંચલના મોટા વાયુ આદિના નિમિત્તથી કોઈક જ ભાગમાં કંપન અનુભવાય છે, તેમ તે તે શરીરના અવચ્છેદથી (અપેક્ષાએ) સઘળા શરીરોમાં સુખ આદિ નહિ જ થાય ને ? સમાધાન- દૃષ્ટાન્તભૂત અંચલના કોઈક જ ભાગમાં માત્ર કંપન અનુભવાય છે, એટલું જ નહિ પરંતુ પરંપરાની અપેક્ષાએ સઘળા અંચલમાં સૂક્ષ્મ રૂપે કંપનનો અનુભવ અવશ્ય થાય છે. ઇષ્ટાપત્તિ માનવા છતાં જ્યારે જે હું ચૈત્ર સુખના અનુભવવાળો થયો, ત્યારે તે હું મૈત્ર, દુઃખના અનુભવવાળો થયો. આવી પ્રત્યભિજ્ઞાનની આપત્તિ આવી જાય છે. શંકા- આત્માના એકપણાના સ્વીકારમાં તે તે શરીરોના આધારે અનુભવેલ સુખ આદિના સ્મરણની આપત્તિ (પ્રત્યભિજ્ઞાનની આપત્તિ પણ) રૂપ દોષ નહિ આવે, કેમ કે- એક આત્મામાં પણ જેમ તમારા મતે પૂર્વ પૂર્વ શરીરો દ્વારા અનુભવેલ સુખ આદિનું અસ્મરણ છે, તેમ સકલ શરીરવ્યાપી એક આત્મામાં તે તે વિશિષ્ટ શરીર દ્વારા અનુભવેલ સુખ આદિનું અસ્મરણ જ છે ને ? તો ઉપરોક્ત દોષ ક્યાંથી ? સમાધાન- પૂર્વ-પૂર્વ જન્મના અનુભવથી પેદા થયેલ સંસ્કાર, મરણના તથા ગર્ભવાસ આદિ તીવ્રતર દુઃખોથી અભિભૂત (રોગ વગેરે દ્વારા જેમ જ્ઞાન અવરુદ્ધ) થાય છે. માટે એક આત્મામાં અમારા મતે પૂર્વ પૂર્વના શ૨ી૨થી અનુભવેલ સુખ આદિનું સ્મરણ થતું નથી. વળી કોઈ આત્માને જાતિસ્મરણ રૂપ જ્ઞાન દ્વારા પૂર્વ પૂર્વ શરીરથી અનુભૂત સુખ આદિનું સ્મરણ થાય છે. વળી નિયમ પણ છે કે-કોઈ વખત પણ મૈત્ર-ચૈત્રના જ્ઞાન આદિનું સ્મરણ કરતો નથી, તેથી આ આત્મા એક નથી પરંતુ આખી દુનિયામાં આત્માઓ અનેક છે-શરીરે જુદા છે. તે શરીરે શરીરે જુદા આત્માઓનું સારી રીતે જ્ઞાન થાય, માટે પહેલાં ચેતનાલક્ષણ જીવના બે પ્રકાર વિચારવા જોઈએ. केन प्रकारेण भेद इत्यत्राह संसार्यसंसारिभेदात् । ३। 1 संसारीति । संसारोऽष्टविधं कर्म, तदुपष्टम्भेनैवात्मनस्संसरणाद् बलवन्मोहो नारकाद्यवस्था वा संसारस्तद्योगात्संसारी, न संसारी- असंसारी निर्धूताशेषकर्मेत्यर्थः । तत्र संसारिणां विकल्पबाहुल्यात्, असंसारिणां संसारिपूर्वकत्वात् स्वसंवेद्यत्वाच्चादौ ग्रहणं, संसारिणो हि स्वसंवेद्याः, गत्यादिपरिणामानामनुभूतत्वात्, असंसारिणस्त्वत्यन्तपरोक्षास्तदनुभवस्याप्राप्तत्वादिति । કયા પ્રકારથી જીવના ભેદ છે ? તેના જવાબમાં કહે છે કે
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy