SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯ સૂત્ર-૬ મિત– જેટલું બોલવાથી વિવક્ષિત કાર્યનું જ્ઞાન થાય તેટલું જ બોલવું પણ ઘણું ન બોલવું તે મિત. વાચન- અવગ્રહાદિની વારંવાર યાચના કરવી. પ્રચ્છન- જેને સંદેહ ઉત્પન્ન થાય તે માર્ગ વગેરે પૂછે, સૂત્ર અને અર્થ સંબંધી કંઈ પૂછે તે પ્રચ્છન. પ્રશ્ન-વ્યાકરણ– બીજા વડે પૂછાયેલો સાધુ પ્રવચનથી અવિરુદ્ધ ઉત્તર આપે તે પ્રશ્ન-વ્યાકરણ. આ પ્રમાણે અસત્ય અને પરુષ વગેરે (વચનો)નો ત્યાગ કરીને તેનાથી વિપરીત સત્યની શોધ કરવી જોઇએ (=સત્ય બોલવું જોઈએ.) મુખ્યપણે યાચના, પ્રચ્છન, પ્રશ્ન-વ્યાકરણ એ ત્રણમાં જ સાધુનો વચન વ્યાપાર હોય છે. બીજામાં નહિ. કારણ કે બીજામાં સાધુઓને કોઇ પ્રયોજન હોતું નથી. પૂર્વપક્ષ- તો પછી સ્વાધ્યાય વાચના વગેરે પણ કરવા જેવું ન રહ્યું. ઉત્તરપક્ષ– તે બરોબર નથી. વાચનાદિયત્ન આત્માના સંસ્કાર માટે(=આત્મામાં શુભ સંસ્કારો પડે એ માટે) છે. સંસ્કારવાળો આત્મા યાચનાદિ ત્રણમાં જ વ્યાકૃત થાય છે અથવા મુમુક્ષુના મુક્તિ માટે થતા પ્રયત્નમાં જે વચન ઉપકારક હોય તેનો નિષેધ નથી. હવે સંયમ કહેવાય છે– “ોનિ: સંયમ: તિ મન, વચન અને કાયા એ યોગો છે. તેમનો નિગ્રહ એટલે શાસ્ત્રોક્ત વિધિથી આ પ્રમાણે જ જવું, આ પ્રમાણે રહેવું, આ પ્રમાણે વિચારવું એમ નિયમન કરવું તે નિગ્રહ. આ નિગ્રહ કહેવાય છે. સ સાવિધ:' રૂત્યાવિ, તે આવા પ્રકારનો સંયમ સત્તર પ્રકારનો છે. તદ્યથા એવા ઉલ્લેખથી શ્રોતાને તે પ્રકારોની સન્મુખ કરે છે. “પૃથ્વીવાયવસંયમ: પૃથ્વી એ જ કાય=શરીર છે જેમનું તે પૃથ્વીકાયિક. પૂર્વપક્ષ–જો આ પ્રમાણે (વિગ્રહ) છેતોમવર્ગીય પ્રત્યયનો અભાવ થાય.
SR No.022493
Book TitleTattvarthadhigam Sutram Part 09
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy