SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯ સૂત્ર-૬ વીયતરાયના ક્ષયોપશમથી પ્રગટ થાય છે. તે વીર્યથી મદ કરે છે એથી વીર્યમદ છે. વીર્યમદ સંસારના અનુબંધવાળો છે એવા ચિંતનથી વીર્યમદને દૂર કરવો જોઈએ. વીર્યમદ કષાયરૂપ હોવાથી સંસારના અનુબંધવાળો છે. વીર્ય અશાશ્વત છે. તે આ પ્રમાણે- બળવાન પણ પુરુષો ક્ષણવારમાં નિર્બળતાને પામતા જોવામાં આવે છે. નિર્બળ પણ (શરીરના) સંસ્કારના કારણે જલદી બળવાન થાય છે તથા જેમનામાં બળ ઉત્પન્ન થયું છે તેવા વ્યાધિ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ આગળ દેવોથી સહિત એવા(=જેમની દેવો પણ સેવા કરે છે તેવાં) ચક્રવર્તીઓ, વાસુદેવો અને રાજાઓ પણ ઢીલા પડી જાય છેઃનિર્બળ બની જાય છે. તો પછી બીજા સામાન્ય લોકો વ્યાધિ વગેરેની આગળ ઢીલા પડી જાય એમાં શું કહેવું? માટે વીર્યમથી અટકી જવું કલ્યાણકારી છે. રૂતિ શબ્દ મદસ્થાનોના પરિમાણને જણાવે છે. મૂળ મદસ્થાનો આટલા છે. એમના સૂક્ષ્મભેદો તો ઘણા છે. હવે સર્વમદસ્થાનોમાં સામાન્યથી દોષોને પ્રગટ કરતા ભાષ્યકાર ઉપસંહાર કરે છે– “મન્નત્યાવિકિ:” રૂત્યાદ્રિ જેનું લક્ષણ (આ જ સૂત્રની ટીકામાં) જણાવવામાં આવ્યું છે તે જાતિ વગેરેથી અભિમાની થયેલો પરનિંદામાં અને આત્મપ્રશંસામાં મશગૂલ અને અતિશય અહંકારથી મલિનબુદ્ધિવાળો તે આ લોકમાં અને પરલોકમાં અનુભવવા યોગ્ય અશુભ ફળવાળું કર્મ બાંધે છે. અકુશળ પણ બાંધેલું કર્મ ક્યારેક શુભફળરૂપે પરિણમે એવું બને માટે અહીં “અશુભ ફળવાળું' એમ કહ્યું છે. સમ્યગ્દર્શન વગેરે મુક્તિનું સાધન કલ્યાણકારી છે. ઉપદેશાતા પણ સમ્યગ્દર્શન વગેરે મુક્તિસાધનની તે શ્રદ્ધા કરતો નથી. આ મદસ્થાનોનો માર્દવ નિગ્રહ કરે છે. તેનો નિગ્રહ કરવાથી માઈવધર્મ છે. હવે માયાના વિરોધી આર્જવના લક્ષણને કહે છે
SR No.022493
Book TitleTattvarthadhigam Sutram Part 09
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy