SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯ સૂત્ર-૫ યોગ્ય છે. શબ્દ સમુચ્ચય અર્થમાં છે. તે દોષોમાં આધાકર્મ વગેરે સોળ ઉદ્ગમ દોષો છે. ધાત્રી વગેરે સોળ ઉત્પાદનના દોષો છે. શંકિત વગેરે દશ એષણાના દોષો છે. આ દોષોનો ત્યાગ કરીને અન્ન-પાન આદિને ગ્રહણ કરવા એ એષણાસમિતિ છે. કહ્યું છે કે- “ઉત્પાદન, ઉદ્દગમ, એષણા, ધૂમ, અંગાર, પ્રમાણ, કારણ અને સંયોજનથી આહારની શુદ્ધિ કરનારા(=દોષો ન લગાડનારા) સાધુઓને એષણાસમિતિ હોય.” આદાન-નિક્ષેપસમિતિના સ્વરૂપને કહેવાની ઇચ્છાથી કહે છે– નોહર રૂત્યાતિ, નોહરદ્ધિ પત્રવીવા વીના” એવા ઉલ્લેખથી ચૌદ પ્રકારની, બાર પ્રકારની અને પચીસ પ્રકારની ઉપધિનું ગ્રહણ કર્યું છે. પીત્તાવીનાન્ એવા પ્રયોગથી ઔપગ્રહિક સઘળી ઉપધિનું ગ્રહણ કર્યું છે. બાવર્ષાર્થ એવા કથનથી વર્ષાઋતુમાં અવશ્ય પાટલો-પાટિયું વગેરેનું ગ્રહણ કરવું જોઇએ. ક્યારેક હેમંતઋતુમાં અને ગ્રીષ્મઋતુમાં પણ ક્યાંક અનૂપદેશમાં જલકણોથી વ્યાપ્ત ભૂમિમાં પાટલો-પાટિયું વગેરેનું ગ્રહણ કરવું જોઇએ. આ પ્રમાણે (ઔધિક અને ઔપગ્રહિક એ) બંને પ્રકારની ઉપધિને સ્થિરતાથી (ચક્ષુથી) જોઇને અને રજોહરણથી પ્રમાજીને આદાન અને નિક્ષેપ કરવા જોઈએ. આ પ્રમાણે આદાન-નિક્ષેપ સમિતિ છે. કહ્યું છે કે- “ન્યાસરૂપ અસંયમના દોષોનો ત્યાગ કરીને મૂકતા અને દયામાં તત્પર સાધુને નિક્ષેપમાં સમિતિ છે. તે જ પ્રમાણે લેતા અને દયામાં તત્પર સાધુને આદાનમાં સમિતિ છે.” ઉત્સર્ગસમિતિનું સ્વરૂપ કહેવા માટે કહે છે– ડિજો રૂત્યાદ્રિ, સ્થાન આપવાથી અંડિલ કહેવાય છે. સ્પંડિલ એટલે ત્યાગ કરવા યોગ્ય વસ્તુને યોગ્ય ભૂમિભાગ(=વસ્તુને પરઠવવા માટેનું યોગ્ય સ્થાન). તે અંડિલ કેવું સ્થાન છે તે કહે છે- સ્થાવર ૧. અનૂપ એ દેશનું નામ નથી, કિંતુ વિશેષણ છે. જેની ચોતરફ પાણી હોય તેવા દેશને અનૂપ કહેવાય છે. અનૂપ શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે- અનુરાતા બાપો સ્મિન : અકૂપો ફેશ: I
SR No.022493
Book TitleTattvarthadhigam Sutram Part 09
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy