SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૪ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯ ૧૭ ભૂભાગમાં જ્યાં અવસ્થાન(=શયન) થાય અને સંપૂર્ણ જગ્યા પૂરાય તે પ્રમાણયુક્ત વસતિ છે. ત્યાં પોતાની જગ્યાને પ્રમાર્જીને અને જોઇને, સંથારો-ઉત્ત૨૫ટ્ટો એ બે ભેગા પાથરીને, મુખસ્ત્રિકા અને રજોહરણથી પગ સહિત કાયાને ઉપર-નીચે પ્રમાર્જીને, સંથારામાં અવસ્થાનની (=સૂવાની) રજા લઇને ત્રણવાર સામાયિકસૂત્ર અને નમસ્કારસૂત્ર બોલીને, ડાબા હાથને ઓશીકું બનાવીને, જાનુઓને સંકોચીને, અથવા કુકડાની જેમ જંઘાઓને આકાશમાં ઊંચે લાંબી કરીને અથવા પ્રમાર્જેલ પૃથ્વીતળમાં પગોને મૂકીને(=સંથારામાં પગોને મૂકીને=સંથારામાં પગોને લંબાવીને) શયન કરે. ફરી સંકોચવાના સમયે સંડાસાને પ્રમાર્જ, પડખું ફે૨વવાના સમયે મુખવર્સિકાથી કાયાને પ્રમાએઁ, જેને અત્યંત તીવ્ર નિદ્રા નથી એવો સાધુ સૂવે, અર્થાત્ સાધુ ઘોર નિદ્રાથી ન સૂવે. આસન– આસન એટલે બેસવું. જે વિવક્ષિત ભૂભાગમાં બેસવાનું હોય તે ભૂભાગને ચક્ષુથી જોઇને અને રજોહરણથી પ્રમાર્જીને બહારના આસનને=ઓઘા ઉપર વીંટેલા ઉપરના ઓઘારિયાને પાથરીને બેસે. બેઠેલો પણ સંકોચન-પ્રસારણ પૂર્વવત્ કરે. ચાતુર્માસાદિમાં પણ આસન અને પાટલા વગેરેને આ જ સામાચારીથી પડિલેહીને અને પ્રમાર્જીને બેસે. આદાન-નિક્ષેપ– દાંડો, ઉપકરણ, કાયિકક્રિયા, પાત્ર વગેરેનું લેવુંમૂકવું પ્રત્યુપેક્ષણ-પ્રમાર્જન પૂર્વક નિરવદ્ય કરે. સ્થાન— સ્થાન એટલે ઊભા રહેવું કે ટેકો લેવો વગેરે. વીંટિયો બાંધવો, ટેકો લેવો વગેરે સારી રીતે પ્રત્યુપેક્ષિત (અને પ્રમાર્જિત) પ્રદેશમાં નિરવદ્ય કરવું. ચંક્રમણ– ચંક્રમણ એટલે જવું. ગમન પણ પ્રયોજન ઉપસ્થિત થાય ત્યારે આગળ યુગપ્રમાણ દૃષ્ટિ રાખીને, સ્થાવર-જંગમ જીવોનો ત્યાગ કરતા અને ઉતાવળ વિના પગ મૂકતા અપ્રમત્ત સાધુનું પ્રશસ્ત છે. ૧. મુખવસિકાથી ઉપરની કાયાને અને રજોહરણથી નીચેની કાયાને પ્રમાએઁ. ૨. યુગ એટલે બળદોને ગાડામાં જોડવાની ધોંસરી. ધોંસરી ચાર હાથ પ્રમાણ હોય છે. યુમાત્ર-ચતુર્દસ્તપ્રમાળ શટોદ્ધિસંસ્થિતમ્ । (આચા.શ્રુ.૨ અ.૩ ઉ.૧ સૂ.૧૧૫)
SR No.022493
Book TitleTattvarthadhigam Sutram Part 09
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy