________________
સૂત્ર-૪૯ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૨૭૫ તેલથી ઉક્વલ કરીને ધારણ કરે છે. ઘણાં વસ્ત્ર-પાત્ર વગેરે ઋદ્ધિને ઇચ્છનારા હોય છે. યશ એટલે આ સાધુઓ ગુણવાન હોવાથી વિશિષ્ટ છે એવી ખ્યાતિ. ઉપકરણબકુશ આવા યશને ઈચ્છનારો હોય છે.
સાતારવઝતા રૂતિ સાતગૌરવ એટલે સુખશીલતા. તેનો આશ્રય કરનારા હોય છે. ગૌરવ એટલે આદર. આનો અર્થ એ થયો કે આદરની પ્રાપ્તિ થાય એવા પ્રકારના વ્યાપારમાં તત્પરતા, અર્થાત્ સાતાગૌરવ એટલે સુખની પ્રાપ્તિ થાય તેવા પ્રકારના વ્યાપારમાં તત્પરતા, તેનો આશ્રય કરનારા હોય. અહોરાત્રમાં કરવા યોગ્ય ક્રિયાઓમાં અત્યંત ઉદ્યત ન હોય.
વિવિતા અસંયમથી જુદા થયેલા ન હોય. જંઘા વગેરેને પણ ઘસનારા, અર્થાત્ જંઘા વગેરેમાંથી મેલને દૂર કરનારા, તેલને ચોપડવા વગેરેથી શરીરની શોભાવાળા હોય. કાતરથી વાળને કાપનારા હોય. બકુશો આવા પ્રકારના પરિવારવાળા હોય છે, અર્થાત્ અતિચારો લગાડનારા હોવા છતાં સંયમથી રહિત નહિ બનેલા પરિવારવાળા હોય છે. સર્વછેદ અને દેશછેદ થાય તેવા અતિચારના કારણે વિચિત્રતાથી યુક્ત હોય છે. આવા પ્રકારના નિગ્રંથો બકુશ કહેવાય છે. કુશીલના સ્વરૂપનું નિર્ધારણ કરવા માટે કહે છે–
શીતા દિવિધા ઇત્યાદિ શીલ(=સંયમ) અઢાર હજાર ભેદવાળું છે. કોઈક કષાયના ઉદયથી શીલના ઉત્તરગુણના ભંગથી જેમનું શીલ કુત્સિત(=અતિચારવાળું) છે તે કુશીલો બે પ્રકારના છે. કુશીલના પ્રકારોને જણાવવા માટે કહે છે–
“તિસેવનાશીતા: પાસીતા” ફત્યાદિ સેવવું(ગકરવું) તે પ્રતિસેવના. તેનાથી કુત્સિત(=અતિચારવાળું) શીલ જેમનું છે તે પ્રતિસેવનાકુશીલ છે. કષાય એટલે સંજવલન નામના કષાયો. તેના ઉદયથી કુત્સિત છે શીલ જેઓનું એવા તે કષાયકુશીલ. તે બેમાં પ્રતિસેવનાકુશીલો “મૈથ્ય પ્રતિ પ્રસ્થિતી નિયન્દ્રિય ત્યાતિ”