SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૩ સૂત્ર-૪૯ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯ दुर्भगदुःस्वरसुस्वरनीचैर्गोत्रस्थिरास्थिराणि तथा । अन्यतरवेद्यखगतिप्रत्येकशरीरमयशश्च ॥३॥ प्रकृतय एता द्विचरमसमये तस्य क्षयं समुपयान्ति । क्षपयत्ययोगिवेद्याश्च ततः प्रकृतीः स चरमान्ते ॥४॥ तैजसशरीरबन्धोऽपि तस्य नामक्षयात् क्षयं याति । औदारिकबन्धोऽपि क्षीयत आयुःक्षयात्तस्य ॥५॥ एवमशेषकर्मक्षयान्मोक्षो भवति ॥९-४९।। ટીકાર્થ- અન્તર્થ સંજ્ઞાવાળા પાંચ નિગ્રંથો ચારિત્રના સ્વામીઓ છે તેના વિવરણ માટે કહે છે– પુલાક, બકુશ, કુશીલ, નિગ્રંથ અને સ્નાતક એ પાંચ નિગ્રંથના ભેદો છે. નિગ્રંથ– ગ્રંથ એટલે આઠ પ્રકારનું કર્મ. મિથ્યાત્વ, અવિરતિ અને દુપ્રણિધાનવાળો યોગ એ ગ્રંથ છે. તેના જય માટે પ્રવૃત્ત થયેલાઓ નિગ્રંથ કહેવાય છે. નિગ્રંથ શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે- નીકળી રહ્યા છે ગ્રંથો જેમાંથી તે નિગ્રંથો, અર્થાત્ ધર્મોપકરણ વિના બાહ્ય અને અત્યંતર ઉપધિનો જેમણે ત્યાગ કર્યો છે, તે નિગ્રંથો. પુલાકાદિના સ્વરૂપનું નિરૂપણ કરવા માટે કહે છેતત્ર સતતમિત્યાદ્રિ-તે પાંચ નિગ્રંથોમાં પુલાકો આવા પ્રકારના હોય છે– પુલાક–પુલાક એટલે સારરહિત એવો અર્થ રૂઢ છે. લોકમાં ચોખાના કણથી રહિત ફોતરાને પલંજિ કહેવામાં આવે છે. એ પ્રમાણે પુલાકનિગ્રંથ પણ તપ અને શ્રુતથી ઉત્પન્ન થયેલી લબ્ધિનો ઉપયોગ કરતો સઘળા સંયમને ગળી જતો હોવાથી આત્માને પલંજિ જેવો(°ફોતરા જેવો) નિઃસાર કરે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર એ સારભૂત છે. તે જતા રહેવાથી પુલાક નિઃસાર થાય છે. બિનપ્રણીતાલી મહેતુતઃ (ત) પુલાકો આગમરૂપ હેતુથી સદા માટે ભ્રષ્ટ થતા નથી. અહીં જિનાગમ એટલે સમ્યગ્દર્શન જેનું મૂળ છે એવા
SR No.022493
Book TitleTattvarthadhigam Sutram Part 09
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy