SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯ સૂત્ર-૩૯ काययोगात्मनोयोगं वाग्योगं वा सङ्क्रामति, तथा वाग्योगात्मनोयोगं काययोगं चेति यत्र सङ्क्रामति तत्रैव निरोधो ध्यानमिति, एकस्य भाव एकत्वं एकस्वभावत्वं गतो वितर्क एकत्ववितर्कः एक एव योगस्त्रयाणामन्यतमः, तथाऽर्थो व्यञ्जनं चैकमेव पर्यायान्तरानर्पितमेकपर्यायचिन्तनमुत्पादव्ययध्रौव्यादिपर्यायाणामेकस्मिन् पर्याये निवाततरसु - प्रतिष्ठितप्रदीपवत्, निष्प्रकम्पं पूर्वगतश्रुतानुसारि चेतो निर्विचारमर्थ - व्यञ्जनयोगान्तरेषु तदेकत्ववितर्कमविचारं, भाष्यकारस्तु पूर्वविद इति सूत्रावयवं पृथग्विवृणोति, सम्बन्धयति - एवमेते आद्ये शुक्लध्याने પૂર્વવિડો મવત: ૬-રૂશા ટીકાર્થ— ઉપશાંતકષાય અને ક્ષીણકષાય એ બેને પ્રથમના બે શુક્લધ્યાન હોય છે. પ્રશ્ન– પ્રથમના બે શુક્લધ્યાન કયા છે ? ઉત્તર- પૃથવિતર્કસવિચાર અને એકત્વવિતર્કઅવિચાર. પ્રશ્ન એ બેનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર– પૃથક્ એટલે ભેદ. તેનો ભાવ તે પૃથક્ત્વ, અર્થાત્ અનેકપણું= ભેદપણું. પૃથની સાથે રહેલો વિતર્ક તે પૃથ વિતર્ક. પૃથ એ જવિતર્ક છે. સાથે રહેલું એટલે આગળ રહેલું(=વિતર્કના આધારે થનારું) ધ્યાન તે પૃથ વિતર્ક. આ ધ્યાન પરમાણુ અને જીવ વગેરે કોઇ એક દ્રવ્યમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય વગેરે પર્યાયો અને અનેક નયોની અપેક્ષાવાળું હોય છે. તેથી પૃથ કહેવાય છે. જુદાપણાથી કે જુદાપણામાં તેનું(જીવાદિમાં રહેલા પર્યાય આદિનું) વિતર્કની સાથે (=શ્રુતની સહાયથી) ચિંતન કરવું તે સવિચાર છે. જે વિતર્ક સહચરિત અને સવિચાર છે તે પૃથવિતર્કસવિચાર. અર્થ, વ્યંજન અને યોગોનું (આગળ) કહેશે. તે (ચાર પ્રકારનું શુક્લધ્યાન) અનુક્રમે ત્રણ યોગ, એક યોગ, કાયયોગ અને અયોગ(યોગ રહિત)વાળાને હોય છે એમ આગળ (૪૩મા સૂત્રમાં) કહેશે. વિતર્ક એટલે પૂર્વગતશ્રુત એમ પૃથ ૨૪૨
SR No.022493
Book TitleTattvarthadhigam Sutram Part 09
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy