SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૩૭ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯ ૨૩૭ સંસ્થાનના સ્વરૂપને જાણવા માટે એકાગ્રચિત્તે થતો વિચાર ધર્મધ્યાન કહેવાય છે. પદાર્થોના સ્વરૂપનું પરિજ્ઞાન થતા તત્ત્વોનો અવબોધ થાય છે. તત્ત્વાવબોધથી અનુષ્ઠાન'(=ક્રિયા) થાય છે. અનુષ્ઠાનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ ધર્મધ્યાન અપ્રમત્તસંયતને હોય છે. વિશુદ્ધ થતા અધ્યવસાયવાળો જીવ પ્રમત્તસંયતસ્થાનથી અપ્રમત્તસંયતસ્થાનને પામે છે. કહ્યું છે કે– અવિદિતિ જ, તરતમતાથી યુક્ત અને અસંખ્યપ્રમાણ તે વિશુદ્ધિમાં રહેતો સાધુ અપ્રમત્ત થાય છે. (૧) આથી અપ્રમત્તસંયત વિશુદ્ધિના કાળમાં વર્તતો હોય છે. ધર્મધ્યાન વગેરે તપોયોગથી કર્મોનો ક્ષય કરતા અને અન્ય વિશુદ્ધિસ્થાનો ઉપર આરોહણ કરતા તે ભગવાનને અણિમા વગેરે વિશેષ પ્રકારની ઋદ્ધિઓ પ્રગટે છે. કહ્યું છે કે જે શ્રુતસમુદ્રનું અવગાહન કરે છે તે અવધિજ્ઞાનને કે મન:પર્યવજ્ઞાનને તથા કોષ્ઠબુદ્ધિ વગેરે બુદ્ધિઓને પામે છે. (૧) તે ભગવાનને ચારણલબ્ધિ, વૈક્રિયલબ્ધિ, સર્વોષધિ વગેરે લબ્ધિઓ પ્રગટે છે અથવા ગુણને આશ્રયીને મનોબળ વગેરે પ્રગટે છે. (૨) અહીં શ્રેણિપ્રાપ્તિની અભિમુખ થયેલ સમ્યગ્દષ્ટિ, દેશવિરત, પ્રમત્તસંયત અને અપ્રમત્તસંયતમાંથી કોઇ એક જીવ પ્રથમના=અનંતાનુબંધી) કષાયોને અને ત્રણ દર્શનમોહને ઉપશમશ્રેણીમાં ઉપશમાવે છે અને ક્ષપકશ્રેણીમાં ખપાવે છે. કહ્યું છે કે- ત્યારબાદ તે ધ્યાનથી ક્રમશઃ અનંતાનુબંધી ચાર કષાયો, મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યક્ત્વમોહનીયને ખપાવે છે. (૧) (બીજા સ્થળે પણ કહ્યું છે કે-) “પહેલા ચાર કષાયોનો અને ત્રણ પ્રકારના દર્શનમોહનો ક્ષય કરાય છે.” ઇત્યાદિ. (૯-૩૭) ૨ ૧. આત્મબોધ વિણ જે ક્રિયા તે તો બાળકચાલ । તત્ત્વાર્થથી ધા૨ીઓ નમો નમો ક્રિયા સુવિશાળ II (વીસ સ્થાનકના દુહાઓમાં ક્રિયા સ્થાનનો દુહો.) ૨. અહીં સંપૂર્ણપાઠ સિદ્ધસેન ગણિકૃત ટીકામાં આ પ્રમાણે છે— देशयतायतसम्यग्-दृगप्रमत्तप्रमतेषु ॥२॥ पाणिग्राहारींस्तान्, निहत्य विगतस्पृहो विदीर्णभयः । प्रीतिसुखमपक्षोभः, प्राप्नोति समाधिमत्स्थानम् ॥३॥
SR No.022493
Book TitleTattvarthadhigam Sutram Part 09
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy