SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯ સૂત્ર-૩ છેતરવામાં તત્પર બનવું એ(=ઇત્યાદિ) અસત્યનું પ્રયોજન છે, પ્રમાદથી અસત્(=અયથાર્થ) બોલવું તે અસત્ય છે. અસત્ય બોલવા માટે તીવ્ર રૌદ્ર આશય જેનો અટક્યો નથી તે જીવનો એકાગ્રચિત્તે થતો વિચાર=અસત્ય બોલવામાં જ રૂઢ પ્રણિધાન તે રૌદ્રધ્યાનનો અનૃતાનંદરૂપ બીજો ભેદ છે. હવે ચોરીનું પ્રયોજન કહેવાય છે- પ્રબળ બનેલા લોભપ્રચારના સંસ્કારવાળા, પરલોકની અપેક્ષાથી રહિત, પરના ધનાદિને લેવાની ઇચ્છાવાળા એવા ધ્યાન કરનારનું પરદ્રવ્યને ગ્રહણ કરવાના ઉપાયમાં જ ચિત્તનું પ્રણિધાન તે રૌદ્રધ્યાનનો સ્તેયાનંદરૂપ ત્રીજો ભેદ છે. વિષયોના સંરક્ષણ માટે થતો એકાગ્રચિત્તે વિચાર તે રૌદ્રધ્યાનનો (વિષયાનંદરૂપ) ચોથો ભેદ છે. વિષય શબ્દથી વિષયોનું સાધન એવી અચેતન, ચેતન અને મિશ્રવસ્તુઓ વાચ્ય છે, અર્થાત્ વિષયશબ્દથી વિષયોનું સાધન હોય એવી વસ્તુઓ સમજવી અથવા જે પરિભોગ કરાયે છતે પ્રાણીઓ દુઃખી થાય તે વિષયો. કહ્યું છે કે- “જો કે સેવન કરાતા વિષયો મનને આનંદ કરે છે તો પણ પછી કિંપાક ફળના ભક્ષણની જેમ દુષ્ટ પરિણામવાળા છે.” (પ્રશમરતિ ગા.૧૦૭) વિષયોનું સંરક્ષણ આ પ્રમાણે કહ્યું છે- પરિગ્રહો પ્રાપ્ત ન થયા હોય ત્યારે તેમની આકાંક્ષા કરવી, પરિગ્રહો નાશ પામે ત્યારે શોક કરવો, પરિગ્રહો પ્રાપ્ત થયે છતે તેમનું રક્ષણ કરવું અને પરિગ્રહોના ઉપભોગમાં તૃપ્તિ ન થવી. આ પ્રમાણે વિષય સંરક્ષણમાં જ જેણે ક્રૂરતા કરી છે અને જે તેને જ એકાગ્રચિત્તે વિચાર કરે છે તેને વિષયસંરક્ષણાનંદરૂપ રૌદ્રધ્યાન હોય છે. એના સ્વામી અવિરત અને દેશવિરત જીવો હોય છે. અવિરત અને દેશવિરતનું લક્ષણ પૂર્વે (આ જ સૂત્રની ટીકામાં) કહ્યું છે. રૌદ્રધ્યાન અવિરત અને દેશવિરત એ બેને જ હોય, પ્રમત્તસંયત્તાદિને ન હોય. રૌદ્રધ્યાનવાળા તીવ્રસંક્લેશવાળા હોય. રૌદ્રધ્યાન કાપોત-નીલ-કૃષ્ણ લેશ્યાને અનુસરનારું ૧. ‘તત્પરોપષાતાથૈ’ પાઠના સ્થાને ‘અનૃતાર્થ’ એવો પાઠ હોવો જોઇએ. ‘અમૃતા” એવા પાઠ પ્રમાણે અનુવાદ કર્યો છે.
SR No.022493
Book TitleTattvarthadhigam Sutram Part 09
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy