SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૨૨ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯ ૧૯૩ ડગલ (પથ્થરનો ટુકડો), રાખ, કોડિયા (અથવા રાખના કોડિયા) અને ઔષધાદિનું ગ્રહણ કરવું. આ પ્રમાણે ત્યાગ કરવો એ પ્રાયશ્ચિત્ત છે. હવે વ્યુત્સર્ગપ્રાયશ્ચિત્ત કહેવાય છે— ‘વ્યુત્પ:િ’ હત્યાવિ, વિશિષ્ટ ઉત્સર્ગ તે વ્યુત્સર્ગ. પ્રણિધાનપૂર્વક કાયા અને વચનના વ્યાપારને અટકાવવો તે વ્યુત્સર્ગ. વ્યુત્સર્ગને અન્ય પર્યાયથી કહે છે- પ્રતિષ્ઠાપનમિત્યનર્થાન્તરમ્, પ્રતિષ્ઠાવન શબ્દ પરિત્યાગ અર્થવાળો છે. ષોઽપિ ઇત્યાદિથી કાયોત્સર્ગપ્રાયશ્ચિત્તના વિષયને બતાવે છેકાયોત્સર્ગપ્રાયશ્ચિત્ત ક્યાં થાય છે ? અનેષણીય વગેરે વસ્તુઓનો ત્યાગ કર્યો છતે કાયોત્સર્ગપ્રાયશ્ચિત્ત થાય છે. અનેષણીય=ઉદ્ગમાદિ દોષોથી અવિશુદ્ધ અન્ન-પાન કે ઉપકરણને પરઠવીને(=ત્યાગ કરીને) કાયોત્સર્ગ કરવો જોઇએ. આદિ શબ્દથી ગમનાગમન કરવું, વિહાર કરવો, શ્રુત ભણવું, સાવઘ સ્વપ્રનું દર્શન, નાવથી નદી વગેરે ઉતરવું, ઝાડો-પેશાબ કરવાનું ગ્રહણ કરવું. ‘અશદ્ધનીયવિવેòપુ ષ’ રૂતિ સંસક્ત-દધિ-તક્ર આદિમાંથી પ્રાણીઓને જુદા કરવાનું શક્ય નથી. એથી નિશ્ચિત વિવેકવાળા સસ્ક્યુ વગેરેમાં (સક્યુ વગેરેને પરઠવ્યા પછી) કાયોત્સર્ગ એ જ પ્રાયશ્ચિત્ત છે. તપપ્રાયશ્ચિત્તને કહેવાની ઇચ્છાથી કહે છે— તો વાઘમનશનાવિ, પ્રાયશ્ચિત્ત અત્યંતરતપ છે અનશનાદિ બાહ્યતપ છે. બાહ્યતા અને અત્યંતરતા કોઇક અંશથી(=ર્દષ્ટિથી-અપેક્ષાથી) છે. તેથી વિરોધ નથી. અનશનના ગ્રહણથી શ્રુતના અનુસારે અને પાંચમા (જીત) વ્યવહારના અનુસારે ઉપવાસનું ગ્રહણ કર્યું છે. (આ પ્રાયશ્ચિત્ત ૧. આગમ, શ્રુત, આજ્ઞા, ધારણા અને જીત એમ પાંચ વ્યવહાર છે. આગમ-કેવળજ્ઞાની, મનઃપર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદપૂર્વી અને નવપૂર્વીને આગમવ્યવહાર હોય. નિશીથ વગેરે શ્રુતના આધારે પ્રાયશ્ચિત્ત અપાય તે શ્રુતવ્યવહાર છે. જુદા દેશમાં રહેલા આચાર્ય જુદા દેશમાં રહેલા આચાર્યની પાસે ગૂઢ પદોથી આલોચના કરે તે આશાવ્યવહાર. ગુરુ કેટલાક પ્રાયશ્ચિત સ્થાનો શાસ્ત્રમાંથી ઉદ્ધરીને શિષ્યને કહે. શિષ્ય તે પદોને ધારી રાખે અને તે પ્રમાણે પ્રાયશ્ચિત્ત આપે તે ધારણાવ્યવહાર છે. પૂર્વના આચાર્યો જે અપરાધમાં ઘણું પ્રાયશ્ચિત્ત આપતા હતા તે જ અપરાધમાં વર્તમાનકાળે સંઘયણ, ધૃતિ અને બળ વગેરેની હાનિના કારણે ઉચિત ન્યૂન પ્રાયશ્ચિત્ત અપાય તે જીતવ્યવહાર છે.
SR No.022493
Book TitleTattvarthadhigam Sutram Part 09
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy