SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯ સૂત્ર-૨૦ व्यावृत्तो-व्यग्रस्तद्भावो वैयावृत्त्यं, सुष्ठ मर्यादया- कालवेलापरिहारेण पौरुष्यपेक्षया वाऽऽध्यायः, विविधस्यानपानवस्त्रपात्रादेः संसक्तस्यातिरिक्तस्य वा परित्याग उत्सर्गः, वाक्कायचित्तानामागमविधानेन निरोधो ध्यानमुत्तरमिति पूर्वसूत्रोपन्यस्तबाह्यतपोऽपेक्षया सूत्रानुपूर्वीप्रामाण्यादुत्तरमित्यभ्यन्तरमाह, एतदपि षट्प्रकारमभ्यन्तरं तप इति ॥९-२०॥ ટીકાર્થ– આંતરિક વ્યાપાર વધારે હોવાથી, અન્ય તીર્થોથી વિશેષ હોવાથી અને બાહ્ય દ્રવ્યની અપેક્ષાથી રહિત હોવાથી આંતર(=અત્યંતર) તપ કહેવાય છે. પ્રાયશ્ચિત્તથી પ્રારંભી ધ્યાનસુધીના શબ્દોનોવ્સમાસ છે. પ્રાયશ્ચિત્ત– મૂલગુણ-ઉત્તરગુણોમાં અતિશય અલ્પ પણ અતિચાર ચિત્તને મલિન કરે છે. તેથી તેનું પ્રકાશન કરીને તેની શુદ્ધિ માટે જ પ્રાયશ્ચિત્તનું વિધાન છે. પાપનો નાશ કરનારું હોવાથી પ્રાયશ્ચિત્ત છે. પ્રાય=ઘણું કરીને ચિત્તવિશુદ્ધિનો હેતુ હોવાથી પ્રાયશ્ચિત્ત કહેવાય છે. વિનય – જેનાથી અષ્ટપ્રકારનું કર્મ દૂર કરાય તે વિનય. વેયાવચ્ચ-શ્રુતના ઉપદેશ પ્રમાણે જે વ્યાવૃત્ત છે=વ્યગ્ર છે તે વ્યાવૃત્ત. વ્યાવૃત્તનો ભાવ તે વૈયાવૃત્ય. સ્વાધ્યાય-સુહુ એટલે મર્યાદાથી. કાળવેળાના ત્યાગરૂપ મર્યાદાથી અથવા પોરિસીની અપેક્ષાએ મર્યાદાથી અધ્યાય=ભણવું તે સ્વાધ્યાય. વ્યુત્સર્ગ– સંસક્ત(=જીવોના સંસર્ગવાળા) અથવા વધારાના વિવિધ અન્ન-પાન, વસ્ત્ર અને પાત્ર આદિનો ત્યાગ કરવો તે ઉત્સર્ગ. ધ્યાન-આગમોક્ત વિધિથી વાણી-કાયા-મનનો નિરોધ કરવો તે ધ્યાન. ‘ત્તર તિ, પૂર્વસૂત્રમાં ઉલ્લેખ કરાયેલા બાહ્યતપની અપેક્ષાએ સૂત્રક્રમના પ્રામાયથી ઉત્તર એટલે અત્યંતરને કહે છે. આ છએ પ્રકારનું તપ અત્યંતર છે. (૯-૨૦) टीकावतरणिका- तदेतदाभ्यन्तरं तपःટીકાવતરણિતાર્થ– તે આ આત્યંતર તપ
SR No.022493
Book TitleTattvarthadhigam Sutram Part 09
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy