________________
સૂત્ર-૧૩
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૧૪૯
સૂત્રાર્થ– બાદર સં૫રાયમાં સઘળા પરિષહો સંભવે છે. (૯-૧૨) भाष्यं - बादरसम्परायसंयते सर्वे द्वाविंशतिरपि परीषहाः सम्भवन्ति ૫છુ-૧૨૫
ભાષ્યાર્થ– બાદરસંપરાયસંયતમાં સઘળા=બાવીસે ય પરિષહો સંભવે છે. (૯-૧૨)
टीका - बादर:- स्थूलः सम्परायः - कषायस्तदुदयो यस्यासौ बादरसम्परायसंयतः, स च मोहनीयप्रकृतीः काश्चिदुपशमयतीति उपशमकः काश्चित् क्षपयतीति क्षपकः, तत्र सर्वेषां द्वाविंशतेरपि क्षुदादीनां परीषहाणामदर्शनान्तानां सम्भव इति ॥ ९-१२ ॥
ટીકાર્થ—બાદર એટલે સ્થૂળ. સંપરાય એટલે કષાય. બાદર સંપરાયનો ઉદય જેને છે તે બાદ૨સંપરાયસંયત. તેમાં કોઇક મોહનીય પ્રકૃતિઓને ઉપશમાવે છે તેથી ઉપશમક કહેવાય છે. કોઇક મોહનીય પ્રકૃતિઓનો ક્ષય કરે છે તેથી ક્ષપક કહેવાય છે. તેનામાં સઘળા=ક્ષુધા આદિથી પ્રારંભી અદર્શન સુધીના બાવીસેય પરિષહોનો સંભવ છે. (૯-૧૨)
टीकावतरणिका - उक्ता गुणस्थानेषु यथासम्भवं परीषहाः, सम्प्रति कर्म्मप्रकृतिष्वन्तर्भावकथनायाह
ટીકાવતરણિકાર્થ– ગુણસ્થાનોમાં યથાસંભવ પરિષહો કહ્યાં. હવે કર્મપ્રકૃતિઓમાં અંતર્ભાવને જણાવવા માટે કહે છે–
કયા કયા કર્મના ઉદયે કયા કયા પરિષહો આવે તેની વિચારણા— જ્ઞાનાવરણે પ્રજ્ઞાસાને ૧-૨
સૂત્રાર્થ– પ્રજ્ઞા અને અજ્ઞાન પરિષહ જ્ઞાનાવરણમાં હોય. (૯-૧૩) માધ્યું. જ્ઞાનાવરણોત્યે પ્રજ્ઞાડજ્ઞાનપરીષદો ભવતઃ ॥ચ્છુ-રૂા ભાષ્યાર્થ– પ્રજ્ઞાપરિષહ અને અજ્ઞાનપરિષહ જ્ઞાનાવરણીયકર્મનો ઉદય હોય ત્યારે સંભવે છે. (૯-૧૩)
टीका - प्रज्ञापरीषहः अज्ञानपरीषहश्च ज्ञानावरणे भवतः, ज्ञानावरणक्षयोपशमात् प्रज्ञाज्ञानं च, सत्येव हि ज्ञानावरणे तदुद्भवतः ॥९-१३॥