SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯ સૂત્ર-૯ પ્રતિક્રમણ એ છ કલ્પો અનવસ્થિત છે. “પહેલા-છેલ્લા તીર્થંકરના તીર્થમાં રહેલા સાધુઓનોદશેય પ્રકારનો કલ્પ અવસ્થિત છે.” આ ભગવાન તીર્થંકર વર્ધમાનરૂપ ચંદ્રનો દશેય સ્થાનોમાં યથાવત્ સ્થિત જ કલ્પ ઈષ્ટ છે.” પ્રશ્ન- આ પ્રમાણે તીર્થકરોના વિષમ ઉપદેશમાં શું કારણ છે? ઉત્તર-ઋષભ તીર્થકરના કાળમાં મનુષ્યો સરળ અને જડ હોય છે અને વીર તીર્થકરના કાળમાં મનુષ્યો વક્ર અને જડ હોય છે. આ કારણે સ્થિત જ કલ્પ કહ્યો છે. તમોએ સાચું કહ્યું છે, આચેલક્ય જે રીતે કહ્યું છે તે રીતે કરવું જોઈએ. તીર્થકરોનો કલ્પ ભિન્ન જ છે. તીર્થકરો મતિ-શ્રુત-અવધિજ્ઞાનવાળા હોય છે અને સ્વીકૃતચારિત્રવાળા તીર્થકરો ચાર જ્ઞાનવાળા હોય છે. તેથી તીર્થકરો હાથરૂપ પાત્રમાં ભોજન કરે તે યુક્ત જ છે. તીર્થકરો એક દેવદૂષ્યને ધારણ કરનારા હોય છે તેમણે ઉપદેશેલા આચારોને કરનારા સાધુઓ તો જીર્ણ અને ખંડિત વસ્ત્રોને ધારણ કરનારા હોય છે, અને એથી સંપૂર્ણ શરીરમાં વસ્ત્રવાળા હોય તેવા નથી. શાસ્ત્રના ઉપદેશથી આવા પ્રકારના વસ્ત્રોવાળા હોવા છતાં અચેલક જ છે. જેમકે નદીને ઉતરતી વખતે જેનું મસ્તક વસ્ત્રથી વીંટળાયેલું છે તે પુરુષ વચ્ચસહિત હોવા છતાં નગ્ન કહેવાય છે. તે રીતે પ્રસ્તુતમાં ગુહ્યપ્રદેશને ઢાંકવા માટે ચોલપટ્ટાનું ગ્રહણ કર્યું હોવા છતાં નગ્ન જ છે. જીર્ણવસ્ત્રો પહેર્યા છે એવી કોઈ સ્ત્રી વણકરને કહે છે કે હું નગ્ન છું, મને વસ્ત્રો આપ. આ પ્રમાણે શાસ્ત્રના ઉપદેશથી અને ધર્મબુદ્ધિથી(=વસ્ત્રો હોય તો શરીર ટકે અને ધર્મ થાય એવી બુદ્ધિથી) અલ્પમૂલ્યવાળા, ખંડિત અને જીર્ણવસ્ત્રો ધારણ કરનારા સાધુઓ પણ નાન્યને ધારણ કરનારા જ છે. શુદ્ધપરિહારિકોને ચારિત્રના (અ.૯ સૂ.૧૮) સૂત્રમાં કહીશું. યથાલબ્દિકો કહેવાય છે- લંદ એ કાળની સંજ્ઞા છે. તે પાંચ અહોરાત્રિ પ્રમાણ છે. તેમનો પાંચનો ગચ્છા હોય છે. તેમની સામાચારી તો સૂત્રપ્રમાણ, ભિક્ષાચર્યા અને માસકલ્પ સિવાય જિનકલ્પિકોની સમાન
SR No.022493
Book TitleTattvarthadhigam Sutram Part 09
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy