SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯ સૂત્ર-૯ (૬) નાન્ય– દિગંબર અને ભૌત સાધુ આદિની જેમ ઉપકરણનો અભાવ જ નાન્ય નથી. તો નાન્ય શું છે? શાસ્ત્રોક્ત વિધિથી નાન્ય છે. શાસ્ત્રમાં જિનકલ્પ અને સ્થવિરકલ્પ એમ બે પ્રકારનો કલ્પ છે. તેમાં વિરકલ્પમાં પરિપૂર્ણસિદ્ધ થયેલ જિનકલ્પી થાય છે. સ્થવિરકલ્પમાં ધર્મશ્રવણ પછી પ્રવ્રજ્યાનો સ્વીકાર થાય, પછી બાર વર્ષ સુધી સૂત્રોને ગ્રહણ કરે, પછી બાર વર્ષ સુધી અર્થને ગ્રહણ કરે, પછી બાર વર્ષ દેશદર્શન કરે, દેશદર્શનને કરતો જ શિષ્યોને મેળવે, શિષ્યોની પ્રાપ્તિ પછી અભ્યઘતવિહારને સ્વીકારે. અભ્યદ્યત વિહાર જિનકલ્પ, પરિહારવિશુદ્ધિ અને યથાલંદ એમ ત્રણ પ્રકારનો છે. તેમાં જિનકલ્પના સ્વીકારને યોગ્ય જ જિનકલ્પને સ્વીકારવાની ઇચ્છાવાળો સાધુ પહેલાં જ તપ અને સત્ત્વ આદિ ભાવનાઓથી પોતાને ભાવિત કરે. ભાવિત આત્મા બે પ્રકારના જ પરિકર્મમાં પ્રવર્તે છે. જો પાણિપાત્રની લબ્ધિ હોય તો તેને અનુરૂપ જ પરિકર્મ કરે. જો પાણિપાત્રની લબ્ધિ ન હોય તો પાત્રને ધારણ કરવાના પરિકર્મમાં પ્રવર્તે. તેમાં જે પાણિપાત્રલબ્ધિથી યુક્ત હોય તેને રજોહરણ અને મુહપત્તિ એ બે ઉપાધિ અવશ્ય હોય. (પાણિપાત્રલબ્ધિસંપન્ન બે પ્રકારના હોય. વસ્ત્રધારી અને વસ્ત્રરહિત. તેમાં વધારીને) વસ્ત્રગ્રહણને આશ્રયીને ત્રણ પ્રકારની, ચાર પ્રકારની કે પાંચ પ્રકારની ઉપાધિ હોય. (જો એક કપડો રાખે તો ત્રણ પ્રકારની, બે કપડા રાખે તો ચાર પ્રકારની અને ત્રણ કપડા રાખે તો પાંચ પ્રકારની ઉપાધિ હોય.) પાત્ર ધારણ કરનારને અવશ્ય નવ પ્રકારની ઉપધિ હોય. (હવે જો તે વસ્ત્રધારી હોય તો) વસ્ત્રગ્રહણને આશ્રયીને દશ પ્રકારની, અગિયાર પ્રકારની કે બાર પ્રકારની ઉપાધિ આગમમાં કહી છે. (એક કપડો રાખે તો દશ પ્રકારની, બે કપડા રાખે તો અગિયાર પ્રકારની અને ત્રણ કપડા રાખે તો બાર પ્રકારની થાય.) આવા પ્રકારનું નાન્ય ઈષ્ટ છે. ૧. હાથમાં ગમે તેટલાં આહાર-પાણી લેવા છતાં બિંદુ માત્ર પણ નીચે ન પડે તેવી લબ્ધિ તે પાણિપાત્રલબ્ધિ છે. ૨. રજોહરણ, મુહપત્તિ, પાત્ર, પાત્રબંધન, પાત્રસ્થાપન, પુંજણી, પડલા, રજસ્ત્રાણ, ગુચ્છો.
SR No.022493
Book TitleTattvarthadhigam Sutram Part 09
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy