SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૮ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯ ૧૨૭ અર્હમ્ એટલે વંદન-પૂજાને યોગ્ય. તે ભગવાન અરિહંતથી અમોઘ વચનથી ધર્મ સારો કહેવાયો છે. અહો શબ્દ આશ્ચર્યમાં છે. બીજા કોઇ વડે આવો ધર્મ કહેવાયો નથી. સારો એટલે ઉત્સર્ગ-અપવાદરૂપ. ધર્મ ઉત્સર્ગ-અપવાદરૂપ કહ્યો છે. આ પ્રમાણે ધર્મસ્વાખ્યાતત્વનું ચિંતન કરતા એને માર્ગથી પતિત ન થવામાં અને માર્ગના આચરણમાં સ્થિરતા થાય છે. માર્ગ એટલે રત્નત્રયરૂપ મુક્તિનો માર્ગ અથવા સ્વરૂપ, અર્થાત્ સ્વરૂપમાં રહેવું એ મુક્તિમાર્ગ છે. તે માર્ગથી પતન ન થવું તે અચ્યવન. તદ્ પદનો માર્ગની સાથે સંબંધ છે, અર્થાત્ તવ્ પદ માર્ગનું વિશેષણ છે. તે માર્ગનું અનુષ્ઠાન એટલે શ્રદ્ધા રાખવી. સ્વાધ્યાય કરવો એટલે ક્રિયાઓને આચરવી=કરવી. (અહીં શ્રદ્ધાથી સમ્યગ્દર્શનને, સ્વાધ્યાયથી જ્ઞાનને અને ક્રિયાઓથી ચારિત્રને જણાવ્યું છે.) પરમાર્થથી યથોક્ત ક્રિયાઓ કરવી તે જ ‘માર્ગથી અપતન' છે. આ પ્રમાણે આ ધર્મસ્વાખ્યાતત્વ અનુચિંતન અનુપ્રેક્ષા છે. (૯-૭) भाष्यावतरणिका - उक्ता अनुप्रेक्षाः । परीषहान्वक्ष्यामः । ભાષ્યાવતરણિકાર્થ— ભાવનાઓ કહી. પરિષહોને કહીશું. टीकावतरणिका - उक्ता अनुप्रेक्षाः सोदाहरणाः सम्प्रति परीषहान् वक्ष्याम इति प्रतिजानीते , ટીકાવતરણકાર્થ ઉદાહરણોથી સહિત ભાવનાઓ કહી. હવે પરિષહોને કહીશું એવી પ્રતિજ્ઞા કરે છે— પરિષહનો અર્થ અને હેતુ– मार्गाच्यवननिर्जरार्थं परिषोढव्याः परीषहाः ॥९-८ ॥ સૂત્રાર્થ— મોક્ષમાર્ગથી પતન ન થાય એ માટે અને નિર્જરા માટે જે સહન કરવા યોગ્ય છે તે પરિષહો છે. (૯-૮) ૧. ભગવાનની દેશના ક્યારેય નિષ્ફળ ન જાય એથી અહીં ‘અમોઘ વચનથી' એમ કહ્યું છે.
SR No.022493
Book TitleTattvarthadhigam Sutram Part 09
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy