________________
સૂત્ર-૭ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૧૨૩ રૂપ જે વિપાક, અર્થાત્ કર્મક્ષય કરું એવી બુદ્ધિ વિના કર્મફળ વિપાકરૂપે ભોગવાઈ રહ્યું હોય ત્યારે અબુદ્ધિપૂર્વક વિપાક છે. તપ કે પરીષહ તે નારકો આદિથી ઇચ્છાયેલો નથી. આવા પ્રકારનો તે વિપાક પાપનું કારણ હોવાથી સંસારના અનુબંધવાળું પાપ છે એમ વિચારે. એવી નિર્જરાથી મોક્ષને મેળવવાનું શક્ય નથી. આને જ કહે છે“બીતાનુવશ્વ:'તિ કારણ કે તે કર્મફળને ભોગવીને પણ સંસારમાં જ ભમવાનું થાય છે.
બાર પ્રકારના તપથી કે પરિષહજયથી કરાયેલો કુશળમૂળ વિપાક અવશ્ય બુદ્ધિપૂર્વક છે. આવા પ્રકારનો તે વિપાક ઉપકારક જ છે એમ ચિતવે. કારણ કે તે વિપાક શુભનો અનુબંધ કરે છે. દેવલોકમાં તે દેવેંદ્ર અને સામાનિક દેવ આદિ સ્થાનોને પામે છે. મનુષ્યોમાં ચક્રવર્તી, બલદેવ, મહામાંડલિકાદિ પદોને મેળવીને પછી સુખની પરંપરાથી મોક્ષને પામશે.
અમાનુન્ધઃ નિરનુભ્યો વા તિ, વા શબ્દ પૂર્વવિકલ્પ (શુભાનુબંધ)ની અપેક્ષાએ છે. તપ-પરિષહજયથી કરાયેલ સકળ કર્મક્ષયરૂપ વિપાક સાક્ષાત્ મોક્ષનું જ કારણ થાય છે.
પૂર્વપક્ષ– જો બુદ્ધિપૂર્વક શુભાનુબંધવાળો વિપાક દેવાદિના ફળવાળો છે તો આગમની સાથે વિરોધ આવે છે. કારણ કે આગમમાં કહ્યું છે કેઆ લોકના સુખ માટે (લબ્ધિ આદિ પ્રગટાવવા) તપને ન કરવો, અન્ય જન્મમાં સુખ માટે તપને ન કરવો. (દશ વૈ. અ.૯ ઉ.૪ સૂ.૪)
ઉત્તરપક્ષ– મુમુક્ષુએ દેવાદિ ફળની ઇચ્છા રાખી નથી. તે તો મોક્ષ માટે જ પ્રવર્તે છે. અંતરાલનું જે દેવાદિ ફળ છે તે આનુષંગિક છે. જેમ કે- શેરડીના વનને સિંચવામાં ઘાસ વગેરેનું સિંચન થઈ જાય છે. મુમુક્ષુએ દેવાદિ ફળને ઇછ્યું નથી. તેણે તપ-પરિષહજયથી મોક્ષને પ્રાપ્ત કરવો છે. મોક્ષને મેળવવા માટે તપમાં કે પરિષહજયમાં જે પ્રવૃત્તિ થાય તે બુદ્ધિપૂર્વક છે અને નિરાનું કારણ છે. તેથી આ પ્રમાણે ચિંતન કરતો તે કર્મનિર્જરા માટે પ્રવૃત્તિ કરે છે. આ પ્રમાણે નિર્જરા ભાવના છે.