________________
સૂત્ર-૭
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૧૧૫
થયેલા દુઃખનો વિભાગ કરતા નથી=વહેંચી લેતા નથી. તેથી હું એકલો જ સ્વકૃત કર્મના ફળને અનુભવું છું=ભોગવું છું. આ પ્રમાણે ચિંતવે.
‘સ્નેહાનુરા પ્રતિવન્ય’ કૃતિ, માતા આદિનો સ્નેહ, પત્નીમાં કામનો અનુરાગ, પ્રતિબંધ કે આસક્તિ ન થાય. ૫૨ તરીકે જણાતાઓમાં દ્વેષનો અનુબંધ ન થાય. આ પર જ છે, ક્યારેય પોતાનો ન થાય. આ આદરથી શું?=એમાં મન લગાડવાથી શું ? તેથી સ્વજનમાં અને પરજનમાં નિઃસંગપણાને પામેલો મોક્ષને માટે જ પ્રયત્ન કરે છે. આ પ્રમાણે એકત્વભાવના છે. અન્યત્વભાવનાને પ્રગટ કરવા માટે કહે છે—
શરીર ઔદારિક વગેરે પાંચ પ્રકારનું છે. આ પાંચ પ્રકારના શરીરથી હું અન્ય=ભિન્ન છું. આ શાથી છે ? કારણ કે શરીર ઇંદ્રિયથી જાણી શકાય એવું છે, હું અતીન્દ્રિય છું=ચક્ષુ વગેરે ઇંદ્રિયોથી જાણી શકાય તેવો નથી.
શરીર ઇંદ્રિયગ્રાહ્ય છે. આથી અભેદનું જ્ઞાન વ્યાપક નથી એમ કહે છે—
‘અનિત્યં શરીરમ્’ હત્યાવિ, ઔદારિક આદિ શરીર પુદ્ગલ સ્વરૂપ છે. પુદ્ગલો વિનાશ પામવાના સ્વભાવવાળા હોવાથી શરીરની રચનાવિશેષને છોડીને અન્ય સ્કંધરૂપે કે પરમાણુરૂપે રહે છે. આત્મા ક્યારેય પણ અસંખ્ય પ્રદેશની રચનાને કે જ્ઞાન-દર્શનના સ્વરૂપને છોડીને (બીજા સ્વરૂપે) રહ્યો નથી, રહેતો નથી અને રહેશે નહિ. તેથી આત્મા નિત્ય છે. પરિણામની અપેક્ષાએ આત્મા અનિત્ય હોવાથી અનિત્ય પણ અભિપ્રેત છે એમ સંતોષ નહિ પામતા ભાષ્યકાર કહે છે- “અશં શરીરં ગો” રૂતિ પુદ્ગલો ક્યારેય પણ જ્ઞાનાદિના ઉપયોગરૂપે પરિણામવાળા બનતા નથી. પરિણામી આત્મા તો જ્ઞાનાદિ ઉપયોગરૂપ પરિણામથી પરિણમે છે. આથી આત્મા શરીરથી
66
૧. વ્યાપક એટલે અવિનાભાવ સંબંધવાળો. જેમકે સૂર્ય અને પ્રકાશ અવિનાભાવ સંબંધવાળા છે. જ્યાં જ્યાં સૂર્ય હોય ત્યાં ત્યાં પ્રકાશ હોય. જ્યાં જ્યાં પ્રકાશ હોય ત્યાં ત્યાં સૂર્ય હોય. તે રીતે પ્રસ્તુતમાં જ્યાં જ્યાં આત્મા હોય ત્યાં ત્યાં શરીર હોય તેવો નિયમ નથી. પરભવમાં જતાં આત્મા હોય પણ શરીર ન હોય. મોક્ષમાં શરીર ન હોય. એ રીતે જ્યાં જ્યાં શરીર હોય ત્યાં ત્યાં આત્મા હોય એવો પણ નિયમ નથી. મૃતક શરીરમાં આત્મા નથી હોતો. આમ આત્મા અને શરીર અવિનાભાવ સંબંધવાળા નથી.