________________
સૂત્ર-૫ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
૪૧ ભાષ્યાર્થ– અથવા હિંસાદિમાં(=હિંસાદિ કરવામાં) દુઃખ જ છે એમ વિચારે. જેવી રીતે મને દુઃખ અપ્રિય છે એમ સર્વ જીવોને દુઃખ અપ્રિય છે. આથી હિંસાદિથી નિવૃત્તિ શ્રેયસ્કર છે.
જેવી રીતે અસત્ય કહેવાયેલા મને(=બીજાઓ મારી આગળ અસત્ય બોલ્યા હોય એથી મને) ભૂતકાળમાં દુઃખ થયું છે, વર્તમાનમાં થાય છે, તેમ સર્વ જીવોને અસત્યથી દુઃખ થાય છે માટે અસત્યથી નિવૃત્તિ શ્રેયસ્કર છે.
જેવી રીતે ઈષ્ટ દ્રવ્યના વિયોગમાં મને ભૂતકાળમાં દુઃખ થયું છે. વર્તમાનમાં થાય છે તેમ સર્વ જીવોને ઈષ્ટ દ્રવ્યના વિયોગમાં દુઃખ થાય છે માટે ચોરીથી નિવૃત્તિ શ્રેયસ્કર છે. તથા રાગ-દ્વેષસ્વરૂપ હોવાથી મૈથુન દુઃખરૂપ જ છે.
સ્પર્શસુખ સુખ નથી. શાથી ? વ્યાધિના પ્રતિકારરૂપ હોવાથી ખુજલીના રોગથી યુક્તની જેમ અબ્રહ્મરૂપ વ્યાધિના પ્રતિકારરૂપ હોવાથી દુઃખરૂપ આ મૈથુનમાં સુખનું અભિમાન થાય છે. તે આ પ્રમાણે-ચામડી, લોહી અને માંસ સુધી પ્રવેશેલી તીવ્ર ખુજલીથી વ્યાપ્ત શરીરવાળો જીવ કાષ્ઠનો ટુકડો, ઇંટ આદિનો ટુકડો, કાંકરો અને નખમુખથી નખના અગ્રભાગથી ખણવાથી છેદાયેલા શરીરવાળો, ઝરતા લોહીથી ખરડાયેલ અને ખણી રહેલો તે દુઃખને જ સુખ માને છે. તેવી રીતે મૈથુનને સેવનારો દુઃખને જ સુખ માને છે. આથી મૈથુનથી નિવૃત્તિ શ્રેયસ્કર છે.
તથા અપ્રાપ્ત પરિગ્રહમાં કાંક્ષા, પ્રાપ્ત થયા પછી નાશ પામવામાં શોક, પ્રાપ્ત પરિગ્રહમાં રક્ષણ અને ઉપભોગમાં તૃતિનો અભાવ દુઃખરૂપ છે. આથી પરિગ્રહથી નિવૃત્તિ શ્રેયસ્કર છે.
આ પ્રમાણે ભાવતા (વિચારતા) સાધુને વ્રતમાં સ્થિરતા થાય છે. (૭-૫) टीका- वाशब्दो विकल्पार्थः, अपायावद्यदर्शनं भावयेदुःखमेव वा भावयेदिति समुच्चयार्थो वाशब्दः, दुःखमेव च भावयेत् अपायावद्यदर्शनं चेति, एवकारोपादानात् सुखलवगन्धोऽपि नास्तीति प्रतिपादयति, दुःखमेव केवलं हिंसादयो, न सुखमपीति । एनमेवार्थं भाष्येण