SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૨૩ શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય ૨૧૭ मलकः, अनेन खल्वौषधप्रयोगेण गजप्रसेकी तुरगावमी भवति पुरुष इत्ययमप्युभयोरतीचार इत्येते ब्रह्मव्रतातिचारा भवन्ति ॥७-२३॥ ટીકાર્થ– બ્રહ્મચર્યના આ અતિચારોનો દ્વન્દ સમાસ કરીને નિર્દેશ કર્યો છે. પરવિવાહકરણ, ઇત્રપરિગૃહીતાગમન, અપરિગૃહીતાગમન અનંગક્રીડા અને તીવ્રકામાભિનિવેશ. તેમાં “પરવિવાદિર શત, ગૃહસ્થ પોતાના પુત્રનો વિવાહ અવશ્ય કરે પણ બીજાનો વિવાહ કરવાથી નિવૃત્ત થાય=અટકે. ગૃહસ્થ બે રીતે અબ્રહ્મથી નિવૃત્તિ કરે. (૧) સ્વસ્ત્રીસંતોષને સ્વીકારીને અથવા (૨) પરપરિગૃહીતસ્ત્રીના ત્યાગથી. આ બેમાં પહેલો ગૃહસ્થ સ્વસ્ત્રીસેવન જ સ્વીકારે છે, અન્યસ્ત્રીનો ત્યાગ કરે છે. બીજો બીજાએ સ્વીકારેલી સ્ત્રીના સેવનથી નિવૃત્તિ કરે છે, સ્વસ્ત્રીથી કે બીજાએ નહિ સ્વીકારેલી વેશ્યા આદિથી નિવૃત્તિ કરતો નથી. તે બેના યથાસંભવ અતિચારો પોતાના વ્રતના અનુસારે વિચારવા. તેમાં પરશબ્દથી સ્વપુત્ર સિવાય અન્યપુત્ર કહેવાય છે. તેનો કન્યાફળને મેળવવાની ઇચ્છાથી કે સ્નેહસંબંધથી વિવાહ કરવો તે પરવિવાહકરણ છે. ફરરિદીતા મનમ' તિ ઈત્વરી એટલે દરેક પુરુષની સાથે મૈથુન સેવન કરવાના સ્વભાવવાળી. વેશ્યા અનેક પુરુષોની સાથે મૈથુન સેવન કરનારી હોય છે તેને જયારે બીજાએ થોડા કાળ સુધી ભાડુ આપ્યું હોય તેટલો કાળ પરસ્ત્રીથી નિવૃત્ત થનારને અગમ્યા છે, ઇવરી એવી આ પરિગૃહીતા છે. પુંવભાવથી રૂત્વરપરિગૃહીતા શબ્દ થયો. ગમન એટલે મૈથુનસેવન. (ઇત્રપરિગૃહીતાની સાથે મૈથુન સેવવું તે ઇવરપરિગૃહીતાગમન.) અથવા ઈવર એટલે થોડુ-અલ્પ. ઇવર એવું પરિગૃહીતાગમન તે ઈત્રપરિગૃહીતાગમન. “પરિગૃહીતારામન તિ વેશ્યા, કુલટા, જેનો પતિ પરદેશ ગયો હોય તેવી અને નાથરહિત સ્ત્રી અપરિગૃહીતા છે. તેની સાથે મૈથુન સેવવામાં સ્વસ્ત્રીસંતુષ્ટને અતિચાર થાય, પરસ્ત્રીથી નિવૃત્તને અતિચાર ન થાય.
SR No.022491
Book TitleTattvarthadhigam Sutram Part 07
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy