________________
સૂત્ર-૨૦ શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૭
૨૦૧ वा मनाग्भयजननाय तस्करादीनां, पुरुष इत्यादि, पुरुषादयः कृतद्वन्द्वाः, आदिग्रहणात् खरकरभमेषच्छागपरिग्रहः यथासम्भवमेषामतिभारारोपणमतिचारः, उत्सर्गतो भाटकाद्याजीवः परित्याज्य एव, अन्यस्मादृते जीवनोपायाद्, बलीवर्दादीनां यथोचितभारादपि किञ्चिन्न्यूनभारारोपणं, तृणपानीयाभ्यवहारोऽत्युष्णवेलायां च परिमोक्षणं, द्विपदानामप्येवमेव, तेषामेव चान्नपाननिरोध इति पञ्चमोऽतीचारः, तेषामिति, द्विपदचतुष्पदानामन्नपाननिरोधोऽप्रयोजनः परिहरणीय एव, सप्रयोजनं तु सापेक्षं कुर्यात् दुर्विनीतानामपत्यादीनां मन्दतीक्ष्णाशयानामुदन्यतां ज्वराद्यभिभूतानां चानपानं निरुणद्धि, स्वभोजनवेलायां तु ज्वरितादेरन्यान् नियमत एव तावत् भोजयित्वा स्वयं भुञ्जीतेत्युपदेशः, अहिंसाव्रतस्यातिचारा भवन्तीति अव्यतिकरं दर्शयतीति ॥७-२०॥
ટીકાર્થ– બાંધવું તે બંધ. દોરી-દોરડાદિથી કાબૂમાં રાખવું. મારવું તે વધ. ચાબૂકાદિથી મારવું. છવિ એટલે શરીર કે ચામડી. તેનો છેદ એટલે ફાડવું-બે વિભાગ કરવા. ભરવું તે ભાર. અતિશય ઘણો ભાર તે અતિભાર. તેને ખાંધ-પીઠ આદિ ઉપર મૂકવો તે અતિભારારોપણ. અન્ન એટલે અશન વગેરે. પાન એટલે પીવા યોગ્ય પાણી વગેરે. અન્નપાણી ન આપવા=નિરોધ કરવો તે અન્ન-પાન નિરોધ. આ બધા શબ્દોનો દ્વન્દ્ર-સમાસમાં નિર્દેશ કર્યો છે. આ અતિચારો શૂલપ્રાણાતિપાતવિરતિના છે.
ત્રસસ્થાવરાત્' ઇત્યાદિ ભાષ્ય છે. સ્વેચ્છાથી એક સ્થળેથી બીજા સ્થળે જાય તે બેઇંદ્રિય-તે ઇન્દ્રિય-ચઉરિંદ્રિય-પંચેંદ્રિય જીવો ત્રસ છે. એક જ સ્થળે રહેવાના સ્વભાવવાળા વૃક્ષ વગેરે સ્થાવર છે. યથાસંભવ યોજવા, એટલે કે ત્રાસ-સ્થાવર એમ બેમાંથી જેનો જેમાં સમાવેશ થતો હોય તેને તેમાં ગણવા.
જીવ-દ્રવ્ય-ભાવ-પ્રાણોથી જીવ્યા હતા, જીવે છે અને જીવશે તે જીવ.