SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૧૬ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ ૧૬૭ તિર્યગુ-ઊર્ધ્વ-અધો– પૂર્વદિ આઠ દિશાઓ તિર્ય દિશા છે. નવમી ઊર્ધ્વ દિશા છે. દશમી અધોદિશા છે. યથાશક્તિ- યથાશક્તિ એટલે યથાસામર્થ્ય. ગમનપરિમાણ– પૂર્વમાં આટલી દિશા સુધી જવું, અગ્નિ ખૂણામાં આટલી દિશા સુધી જવું એ પ્રમાણે કાર્યની અપેક્ષાએ જવાની ક્રિયા આદિનું પરિમાણ કરવું. અભિગ્રહ– અભિમુખ ગ્રહણ અભિગ્રહ. જ્ઞાનથી ગુણ-દોષનો નિશ્ચય કરીને ગ્રહણ કરવું તે આભિમુખ્ય છે. તેનાથી કયો ગુણ પ્રાપ્ત કરાય છે(=કયો લાભ થાય છે) તે કહે છે તત્પરતશ” રૂત્યાદિ પૂછનારને લાભ બતાવે છે. ૨ શબ્દ ક્રમને જણાવવા માટે છે. તેનાથી પછી- તે ગમનપરિમાણથી પછી. સર્વજીવોમાં– સ્થાવર-જંગમ નામના પૃથ્વી આદિ અને બેઈન્દ્રિયાદિ સર્વ જીવોમાં. અર્થથી–અર્થ એટલે અતિશય સહાય કરે તેવું પ્રયોજન પ્રયોજન હોવા છતાં ત્યાં ગમન વગેરે ન કરે. આથી ત્યાં રહેલા જીવોની હિંસા ન થાય. “અનર્થત રૂત્તિ, શબ્દ સમુચ્ચયમાં છે. અનર્થ એટલે પ્રયોજનનો અભાવ. પ્રયોજન વિના જમીનને ખોદવી, ઉખેડવી, પાણીમાં પ્રવેશવું, વનસ્પતિને છેદવી, કાચિંડા આદિને મારવા વગેરે અનેક પ્રકારનો અનર્થ સાવદ્યયોગ છે. સાવધયોગ- સાવદ્યયોગ એટલે પાપવાળો કાયિક વગેરે વ્યાપાર ( પાપવાળી પ્રવૃત્તિ). અભાવ– પરિમાણથી પછી બંધ થયેલા કાયિક વગેરે વ્યાપારથી સાવદ્યયોગનો અભાવ થાય છે. આ પ્રમાણે દિવ્રતથી ગુણની( લાભની) પ્રાપ્તિ થાય છે.
SR No.022491
Book TitleTattvarthadhigam Sutram Part 07
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy