SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૧૬ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ ૧૬૫ ટીકાર્થ– દિ આદિ શબ્દોનો દ્વન્દ સમાસ છે. સંપન્ન એટલે સંયુક્ત. ૨ શબ્દ સમુચ્ચય વચનવાળો છે, અર્થાત્ – શબ્દનો સમુચ્ચય અર્થ છે. જેણે અણુવ્રતો સ્વીકાર્યા છે તે અગારીના તે જ અણુવ્રતોમાં દઢતા પ્રાપ્ત કરાવવા માટે શીલનો ઉપદેશ છે. શીલ એટલે ગુણવ્રતો અને શિક્ષાવ્રતો. તેમાં ગુણવ્રતો દિવ્રત, ઉપભોગ-પરિભોગપરિમાણ, અનર્થદંડ નામના ત્રણ છે. ગુણવ્રતો અણુવ્રતોની ભાવનારૂપ છે. અણુવ્રતોની જેમ ગુણવ્રતો પણ એકવાર ગ્રહણ કરીને માવજીવ ભાવવા=પાળવા જોઇએ. શિક્ષાપદવ્રતો સામાયિક-દેશાવગાસિક-પૌષધોપવાસઅતિથિસંવિભાગ નામવાળા ચાર છે. સામાયિક અને દેશાવગાશિક એ બે વ્રતો પ્રતિદિન આચરવા(=કરવા) યોગ્ય છે, અર્થાત્ ફરી ફરી ઉચ્ચરવામાં આવે છે. પૌષધોપવાસ અને અતિથિ સંવિભાગ એ બે વ્રતો પ્રતિનિયત દિવસોમાં આચરવા યોગ્ય છે, પ્રતિદિન આચરવા યોગ્ય નથી, ફરી ફરી અષ્ટમી આદિ તિથિઓમાં આચરાય છે. શિક્ષા એટલે અભ્યાસ, શિક્ષાના પદો-સ્થાનો, સ્થાનો એટલે અભ્યાસના વિષયો. શિક્ષાપદો એ જ વ્રતો-શિક્ષાપદવ્રતો, ગુણવ્રતો પ્રતિદિન ગ્રહણ કરવા યોગ્ય નથી એક જ વાર ગ્રહણ કરાય છે. જે ગુણાય છે=સંખ્યા કરાય છે તે ગુણો. દિગ્વિરતિ વગેરે ગુણો= ગુણવ્રતો છે. દિશાપરિમાણ– પૂર્વ વગેરે દિશાઓની ઇષ્ટ સંખ્યાને બાદ કરીને પછીની દિશાનું પ્રત્યાખ્યાન કરે તે દિશાપરિમાણ છે. ઉપભોગપરિભોગપરિમાણ- અપરિમિત ઉપભોગ-પરિભોગને સંખ્યા કરીને પરિમાણમાં સ્થાપે છે. બાકીનાનું પ્રત્યાખ્યાન કરે છે. અનર્થદંડ- જેટલું ઉપયોગી હોય તે સિવાય સઘળાની નિવૃત્તિને સ્વીકારે છે–ત્યાગ કરે છે. વિશેષથી ગુણ કરનાર વ્રતની ગુણવ્રત સંજ્ઞા છે. આ પ્રમાણે દેશ-કાલ-અવસ્થાની અપેક્ષાવાળા આ શિક્ષાવ્રતો વગેરે શીલ છે, તેમની ઉત્તરગુણ એવી સંજ્ઞા છે. ઉત્તરગુણો અણુવ્રતોની વિશેષથી વૃદ્ધિ થાય એ માટે જ પાળવા જોઇએ.
SR No.022491
Book TitleTattvarthadhigam Sutram Part 07
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy