SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૧૩ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ ૧૪૩. શલ્ય આગામી લાખો અન્ય જન્મોમાં અવિચ્છિન્ન દુઃખપ્રવાહના સંકટમાં પાડનારું હોવાથી સર્પ-અગ્નિ-વિષ-સમુદ્ર-વ્યાધિ-કુપિતરાજા-શત્રુવર્ગથી પણ અધિક ભય કરનારા સંસારસાગરમાં પરિભ્રમણનું મૂળકારણ, સઘળા અનર્થોની ઉત્પત્તિનું સ્થાન, સતત' (થનારા) ગૂઢ કર્મગ્રંથિથી વિકસતા અને દુઃખેથી જેનો પ્રતીકાર કરી શકાય તેવા કર્મવિપાકને આત્માને આધીન કરનારું અને સર્વ શલ્યોથી ચઢિયાતું છે. “મારૂતિ આ ત્રણ જ શલ્યો છે. અંતરની વિશુદ્ધિરૂપ પ્રશસ્તતાના કારણે તે ત્રણ શલ્યોથી વિમુક્ત થયેલો નિઃશલ્ય જીવ વ્રતી છે. આનાથી આનું પ્રતિપાદન કરે છે- અંતરમાં વિશુદ્ધ, માર્ગમાં રહેલ, યથાશક્તિ ક્રિયા કરનાર, સમ્યત્વવાન, સરળ અને આશંસાથી રહિતને સંપૂર્ણ વ્રતીપણું હોય.વ્રતવિશુદ્ધથયે છતે અંતરની વિશુદ્ધિઅવશ્ય થાય. પ્રશ્ન- ક્રોધ વગેરે બધા જ કષાયો શલ્ય છે. તો પછી માયાને જ ખેંચીને શલ્ય તરીકે માયાનું જ નિયમન કેમ કરાય છે? ઉત્તર– આત્મલાભને પામેલી(=ઉદયમાં આવેલી) માયા વિદ્યમાન પણ ક્રોધાદિને છૂપાવીને સામર્થ્યથી વર્તન કરે છે. સાપણની જેમ જેણે વિષને એકઠું કર્યું છે એવી માયા સેંકડો છળોથી નિર્દયપણે તે રીતે દંશે છે કે જેથી સાધુવર્ગ સિવાય સુકુશળ પણ કોઈ જીવ એના વિષવેગને રોકી શકતો નથી. આથી સર્વદોષસમૂહને ઢાંકવામાં કુશળ કુલટા સ્ત્રી જેવી માયા જ શલ્ય છે, શેષ કષાયો નહિ. સર્વ શલ્યોમાં માયા મુખ્ય હોવાથી અને અન્ય શલ્યોનું મૂળ માયા હોવાથી માયા શલ્યનું ગ્રહણ કર્યું છે. આથી શઠતાથી રહિત જીવ વ્રતી છે એ સ્પષ્ટ થયું. ૧. આજંજવીભાવ શબ્દનો અર્થ સતતપણે થવું એવો સિદ્ધાંતવિષમપદપર્યાય' પુસ્તકમાં છે. લિંગાનુશાસન' વિવરણમાં તો સંસારના પર્યાય તરીકે જોવામાં આવ્યો છે એમ સેનપ્રશ્ન ગ્રંથમાં ઉલ્લાસ-૧ પ્રશ્ન નં.૧૦માં જણાવ્યું છે. ૨. અવશ્ય અર્થમાં (સિદ્ધહેમ ૫-૪-૩૬ સૂત્રથી) fણન પ્રત્યય થયો છે. અવશ્ય મવતીતિ ખાવી સ્ત્રીલિંગમાં ભાવિન થાય.
SR No.022491
Book TitleTattvarthadhigam Sutram Part 07
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy