SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૧૨ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ ૧૩૩ પ્રાપ્તિ કરાવવાના કારણે હલકા દુષ્ટ આચરણોની પાસે લઈ જવાય છે. ધર્મમાર્ગમાં પણ કરાયેલો જીવ લોભથી પરમ ગૌરવના સ્થાનમાં પણ વિષયની ગૃદ્ધિથી અલના પામે છે. આ પ્રમાણે મૂછ એટલે લોભ એમ બધી રીતે નિશ્ચય કરાયો. લોભરૂપ મૂછ અત્યંતર અને બાહ્ય વિષયના આલંબનવાળી છે. તેમાં અત્યંતર વિષય ચૌદ પ્રકારનો છે. તે આ પ્રમાણે- રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, મિથ્યાદર્શન, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા અને વેદ. વાસ્તુ, ક્ષેત્ર, ધન, ધાન્ય, શયા, આસન, યાન, કુષ્ય, દ્વિપદ, ત્રિપદ, ચતુષ્પદ અને વાસણ(=ઘરવખરી) એ બાહ્ય વિષય છે. આ પ્રમાણે ચિત્તપરિણામરૂપ મૂછનો આટલો વિષય છે. આ રાગાદિ પરિગ્રહનું કારણ હોવાથી મૂછરૂપ છે. વાસ્તુ વગેરે તો પૂર્વાપર ભાવનો વિચાર કર્યા વિના અજ્ઞાનતાથી અનેક પ્રકારના જન્મરૂપ ગાંઠને મજબૂત કરવા માટે કલુષિત આત્મા વડે આ મારા છે એ પ્રમાણે મમત્વના વિષય કરાયેલા પરિગ્રહ કહેવાય છે. જે ગ્રહણ કરાય, અર્થાત્ લોભથી રંગાયેલ ચિત્તવૃત્તિથી જે સ્વીકારાય, તે પરિગ્રહ. પરિણામવિશેષ મૂચ્છ છે. આત્માના પરિગ્રહ સંભાવના પરિણામથી તથા “પ્રમત્તયોગ” એ અર્થની અનુવૃત્તિના સામર્થ્યથી હિંસાદિની જેમ મૂછનું મૂળ સંક્ષેપથી રાગ-દ્વેષ-મોહ છે. રાગ-દ્વેષ-મોહથી રહિત અને અપ્રમત્ત કાય-વચનમનના વ્યાપારવાળા મુનિએ આગમમાં અનુજ્ઞાત અને સંયમમાં ઉપકારી એવા ઉપધિ-શપ્યા આહાર-શરીરમાં મૂછ નથી. કહ્યું છે કે- જે પણ વસ્ત્ર, પાત્ર, કામળી કે રજોહરણને રાખે છે અથવા (પરિહતિ )પહેરે છે તે સંયમ માટે અને લજ્જા માટે છે. (દશ વૈ. અ.૬ ગા.૨૦) યોગ્ય ઉપકરણસમૂહ વિના સાધ્યઅર્થની સિદ્ધિ થતી નથી. મૂઢ જેઓ આગમોક્ત, મુક્તિસાધન અને અહિંસાવ્રતના પાલન માટે સમર્થ એવા વસ્ત્રાદિ ઉપકરણને ગ્રહણ કરતા નથી તેમનાથી પણ જઘન્યથી શરીરઆહાર-શિષ્યાદિનો પરિગ્રહ અવશ્ય કરાય છે. આથી તેઓ વિચાર્યા વિના પરને ઠપકો આપવાને નીકળ્યા છે તે જરા પણ ઉચિત નથી.
SR No.022491
Book TitleTattvarthadhigam Sutram Part 07
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy