SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ સૂત્ર-૧૧ છે. જેમને વેદનો તીવ્રપરિણામ ઉત્પન્ન થયો છે તેવા સ્ત્રીપુરુષનો મિથુનભાવ મોહકર્મના ઉદયથી ક્લિષ્ટ ચિત્તપરિણામરૂપ છે. સ્ત્રીપુરુષનું ગ્રહણ કર્યું હોવાથી જ અને કૃત (કૃદંત), તદ્ધિત અને સમાસ નામરૂપ હોવાથી જ પરસ્પર આલિંગન થયે છતે સુખને મેળવવાની ઇચ્છાવાળા અને જેમને વેદનો ઉદય થયો છે તેવા સ્ત્રીપુરુષનો મૈથુનભાવ વિશિષ્ટ પ્રકારની મૈથુનક્રિયાને જણાવનાર છે, પણ પ્રયોજનવશાત્ માત્ર નજીકના સ્થાનમાં રહેલ સ્ત્રી-પુરુષનું યુગલ મિથુનભાવ કે મિથુનક્રિયા ન કહેવાય. તેથી ચૈત્યવંદનાદિ ક્રિયામાં નજીકમાં બેઠેલા સ્ત્રી અને સાધુમાં મિથુનભાવનો પ્રસંગ ન આવે. તબ્રહ્મ એ સ્થળે રહેલા તત્ શબ્દથી સ્ત્રી-પુરુષ આદિ રૂપ મિથુનભાવ કે મૈથુનક્રિયા વિવક્ષિત છે. આ બધું મૈથુન અબ્રહ્મ છે એમ ઉપસંહાર વચન દ્વારા પરામર્શ કરાય છે. મૈથુનક્રિયામાં સ્ત્રી-પુરુષ પ્રધાન હોવાથી અહીં સ્ત્રી-પુસનું ગ્રહણ કર્યું છે. સ્ત્રી-પુસનું ગ્રહણ પૂર્વોક્ત સઘળા વિકલ્પોને જણાવવા માટે છે. સ્ત્રી-પુરુષનો મિથુનભાવ પ્રધાન છે. શેષ વિકલ્પો (સ્ત્રી-પુરુષથી) ભિન્ન લોકોએ આચરેલા છે. સ્ત્રી-પુરુષના ગ્રહણથી તે બધાય વિકલ્પો સૂચિત કર્યા છે. અનર્થની પરંપરા કરનારું અબ્રહ્મનું મૂળ સંક્ષેપથી રાગ-દ્વેષ-મોહ છે, અર્થાત્ રાગ-દ્વેષ-મોહથી થનારું છે. રાગથી– પરસ્ત્રીગમનના લાભ માટે, સત્કાર માટે અને પોતાના મિત્રની રક્ષા માટે અબ્રહ્મને સેવે છે. દ્વેષથી–બ્રેષનો બદલો વાળવા માટે જેની સાથે દ્વેષ હોય તેની સ્ત્રીની સાથે) અબ્રહ્મને સેવે. મોહથી– બહેન આદિને ભોગવવી વગેરે (નિ) આચરણ જેમની વિષયપિપાસાનો વિચ્છેદ નથી થયો તેવા જીવો કરે છે. જેમની રાગાદિરૂપ રજ શાંત થઈ ગઈ છે તેવા સાધુઓ વિવેકના સામર્થ્યથી અબ્રહ્મનો બધી રીતે ત્યાગ કરે છે. (૭-૧૧)
SR No.022491
Book TitleTattvarthadhigam Sutram Part 07
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy