SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૧૦ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ ૧૧૯ તેયgયા’ ફત્યાદિ સ્તનનો ભાવ તે તેય. “હું હરી લઉં' એવા પ્રહણ કરનારના પરિણામ તે સ્તબુદ્ધિચોરીબુદ્ધિ. ચોરીની બુદ્ધિ પ્રમત્તના જ કાય-વચન-મનોયોગના એ ત્રણ યોગોને અનુસરનારી છે. બુદ્ધિ એટલે જ્ઞાન. કરણરૂપ એવી કષાયાદિ પ્રમાદથી મલીન થયેલી બુદ્ધિથી ચોરીના પરિણામવાળા લેનાર કર્તાએ ચોરી કરેલી ગણાય. જીવ જે ગ્રહણ કરે તે ગ્રહણ દ્રવ્ય-ભાવથી યથાસંભવ યોજવું. (ક્યારેક દ્રવ્યથી ક્યારેક ભાવથી. ક્યારેક દ્રવ્ય-ભાવ ઉભયથી ગ્રહણ થાય.) “ચોરીની બુદ્ધિથી એમ ગ્રહણ કર્યું હોવાથી કર્મોનું ગ્રહણ ચોરી નથી. જો કે નહિ આપેલા જ્ઞાનાવરણાદિ કર્મનું માત્ર ગ્રહણ છે, તો પણ ગ્રહણ કરનારની તેમાં ચોરીની બુદ્ધિ નથી. પ્રમાદાદિ બંધ હેતુઓ હોય ત્યારે ચોરીની બુદ્ધિથી લેવાની ઈચ્છાવાળાએ ચોરી કરેલી ગણાય. આને જ ભાષ્યકાર પરિદ્રત્તી ઇત્યાદિથી અધિક સ્પષ્ટ કહે છે- દાનપ્રવૃત્તિ કે ગ્રહણ બીજાઓથી ગ્રહણ કરાયેલાનું સંભવે છે, નહિ ગ્રહણ કરાયેલાનું નહિ. આથી તેમનાથી નહિ અપાયેલાનું ગ્રહણ કરવું તે ચોરી. જ્ઞાનાવરણાદિ કર્મને પોતાની માલિકી રૂપે લેનાર કોઈ નથી કે જેથી આપશે કે નહિ આપે એવો વિકલ્પ થાય. જો પોતાની માલિકી તરીકે સ્વીકારનારા બીજાઓ વડે ગ્રહણ કરાયેલ અદત્તને લેવું તે ચોરી છે, તો કર્મમાં પ્રસંગ નથી, અર્થાત્ કર્મને ગ્રહણ કરવામાં ચોરી ન ગણાય. વળી- સુરઅસુરોની મસ્તકમાળાના પુષ્પોની રજથી જેમના ચરણ રંજિત થયા છે એવા નાભિપુત્ર ભગવાનના પ્રથમ તીર્થમાં જ દક્ષિણાર્ધમાં દેવેદ્ર પ્રાયોગ્યની અનુજ્ઞા આપી છે. બીજાના કેટલા દ્રવ્યનું ગ્રહણ તે ચોરી છે? એમ કહે છે- તૃણાવ્યનાતી તિ, જે દ્રવ્યસમૂહની આદિમાં તૃણ છે તે તૃદ્ધિ. તૃણનો ઉલ્લેખ નિઃસારતાનું અને અલ્પતાનું પ્રતિપાદન કરવા માટે છે. નિસાર અને અલ્પ એક પણ તૃણની ચોરી કરવાથી આ લોકસંબંધી દોષની જરાય સંભવના નથી. આમ છતાં તેવા પણ અદત્તનું ગ્રહણ ચોરી છે. તો પછી મરકત, પદ્મરાગાદિનું ગ્રહણ ચોરી ગણાય એમાં તો શું કહેવું?
SR No.022491
Book TitleTattvarthadhigam Sutram Part 07
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy