SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૮ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ ઉત્તરપક્ષ– તે બરોબર નથી. કારણ કે સ્કંધ અને વિજ્ઞાન નિરન્વય(-પરસ્પર સંબંધ વિના) નાશ પામવાના સ્વભાવવાળા છે. પૂર્વપક્ષ સંતાનનો સ્વીકાર કરવામાં બધું જ ઘટે છે. ઉત્તરપક્ષ– બધું જ નથી ઘટતું. કારણ કે પરમાર્થથી તો આત્મા નથી. આત્માન હોય તો બૌદ્ધરચિત પ્રાણાતિપાતના લક્ષણમાં વિષયનું અવધારણ કરવું શક્ય નથી. “જાણીને પરને મારવો” એવું પ્રાણાતિપાતનું લક્ષણ છે. જાણવા આદિથી મારવા સુધીના ક્ષણો જુદા છે. તેમાં કોનો પ્રાણાતિપાત? હું મારું એવું જ્ઞાન જેને થયું છે તેને? સામેવાળો જીવ છે અને મારા બાણથી મરી જશે એમ ઉભયવિષયક જ્ઞાન થયું છે તેને? કે પછી જેના વડે ભ્રાન્તિ વિના જીવ મરાયો તેને? આ ત્રણેય વ્યક્તિ હવે તમારા (બૌદ્ધના) મતે જુદી સાબિત થશે. કારણ કે પ્રથમક્ષણની વ્યક્તિ દ્વિતીયક્ષણે હાજર નહીં હોય તો આ ત્રણમાંથી કોને પ્રાણાતિપાત માનશો? બૌદ્ધોએ ત્રણનું (ઝિન્ચ, પરણ્ય અને પ્રાન્તિ એ ત્રણનું) શરણ સ્વીકાર્યું હોવા છતાં બૌદ્ધો શરણરહિત જ છે. આ પ્રમાણે વિચારાતું બૌદ્ધશાસન સારરહિત હોવાથી યુક્તિને સહન કરી શકતું નથી. આ નિશ્ચિત થયું કે પ્રમત્ત જ હિંસક છે, અપ્રમત્ત નહિ. કર્તાનો નિર્દેશ સામાન્યથી છે. જે કોઈ પ્રમત્ત છે તે હિંસક છે. કર્તાના કરણ અભિન્ન અને ભિન્ન એમ બે પ્રકારના છે. તેમાં યોગ-ઇંદ્રિય-વીર્ય-જ્ઞાનરૂપ કરણો ૧. બૌદ્ધદર્શનમાં દરેક વસ્તુ ક્ષણે ક્ષણે નાશ પામે છે. બીજી ક્ષણે તેના જેવી જ વસ્તુ ઉત્પન્ન થાય છે. આ વિષયને દીપકની જ્યોતથી સમજાવવામાં આવે છે. દીપકની જયોત પ્રત્યેક ક્ષણે નવી નવી ઉત્પન્ન થાય છે, તો પણ તેમાં સાદેશ્ય હોવાથી આ એ જ જ્યોત છે તેવું જ્ઞાન થાય છે. તેમ પદાર્થો પ્રત્યેક ક્ષણે નવા ઉત્પન્ન થવા છતાં તેમાં પૂર્વ અને ઉત્તરક્ષણોનું સાદડ્યું હોવાથી આ એ જ પદાર્થ છે એવું જ્ઞાન થાય છે. આવી ક્ષણપરંપરા સંતાનના કારણે છે. સંતાન કે વાસના એ બંનેનો એક જ અર્થ છે. પરસ્પર ભિન્નક્ષણોનું એક-બીજામાં અનુસંધાન કરનારને સંતાન કહેવામાં આવે છે. જેમ દોરો છૂટા મોતીઓને માળામાં એકઠા કરે છે તેમ સંતાન પરસ્પર ભિન્નક્ષણોને સંબંધવાળી કરે છે–એક રૂપ કરે છે. તેથી જ ક્ષણપરંપરામાં વસ્તુનું સાદેશ્ય રહે છે.
SR No.022491
Book TitleTattvarthadhigam Sutram Part 07
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy