SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૮ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ ૯૧ યાદ રહે ! જે તે વ્યક્તિને ન જાણનાર મતલબ કે “આ બૌદ્ધ છે એ પ્રમાણે ન જાણનાર બાળક જો બુદ્ધને દાન આપવા માટે ઉદ્યત થયેલો હોય તો બુદ્ધને આપેલું એક ધૂળની મુઠ્ઠીનું દાન પણ સ્વર્ગનું ફળ આપે છે. આ પ્રમાણે બુદ્ધના જ્ઞાનનો મહિમા તો બૌદ્ધોને ખ્યાલ જ છે. જો બુદ્ધને બુદ્ધ તરીકે ન જાણતો હોય અને દાન આપે તો સાચા બુદ્ધને આપેલા દાન જેટલો લાભ થતો હોય તો પ્રાણી છે તેવું જાણ્યા વિના જીવને મારતા માણસને સાચા પ્રાણીને મારવા જેટલું જ પાપ શા માટે ન લાગે ? લાગે જ ! તથા શાસ્ત્રમાં વિહિત મરણના ઉપાય વિના શસ્ત્ર, ગળે ફાંસો લગાવીને લટકવું, અગ્નિપ્રવેશાદિથી આત્મવધને પણ જૈનો પાપનું કારણ જ માને છે. તેથી આત્માનો પણ અવિવિધ હેતુ છે. માટે પ્રાણાતિપાતની વ્યાખ્યામાં “પર' શબ્દના ગ્રહણની કોઈ જરૂર નથી. આ પ્રમાણે નિશ્ચિત થયે છતે ક્યાંક સાતમી નરકમાં જનાર તંદુલમત્સ્યની જેમ ભાવથી જ પ્રાણાતિપાત પાપ થાય. ક્યાંક સિંહને મારનાર(ત્રિપૃષ્ઠ વાસુદેવ)ની જેમ દ્રવ્ય-ભાવથી પ્રાણાતિપાત થાય. અજ્ઞાનાદિ રૂપ પ્રમાદ બંને વિકલ્પોમાં છે જ. તેથી પ્રમાદ વ્યાપારથી પરસ્ત્રીના દર્શનમાં કે સ્પર્શમાં પાપ થાય જ છે. આગમાનુસારી અપ્રમત્તને તો ન થાય. આગમ આ પ્રમાણે છે- હાથ-પગથી કપાયેલી હોય અથવા કાન-નાક જેના કદરૂપા(=બેડોળ) હોય અથવા સો વરસની વૃદ્ધા હોય તો પણ બ્રહ્મચારી સાધુ તેનો ત્યાગ કરે તેના તરફ દૃષ્ટિ ન કરે. (દશવૈ. અ.૮ ગા.પ૬) ભીંતમાં ચિતરેલી શણગાર કરેલી અથવા શણગાર ન કરેલી સ્ત્રીને સાધુ જુએ નહીં, કદાચ જોવાય જાય તો પણ ઝળક્તા(તેજસ્વી) સૂર્યની માફક તેના ઉપરથી દષ્ટિને પાછી ખેંચી લે. (દ.વૈ. અ.૮ ગા.૫૫) મસ્તકલોચાદિના ઉપદેશમાં ઉપદેશ આપનારને ગુસ્સે થયેલાની જેમ અધર્મનો પ્રસંગ આવે એ દોષ મૂઢ એવા તેણે અપ્રાસંગિક જ(=પ્રસંગ વિના જ) મૂક્યો છે. કારણ કે તેવો ઉપદેશ આપવામાં ઉપદેશ
SR No.022491
Book TitleTattvarthadhigam Sutram Part 07
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy