SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ઞપ્તિયંયાપ્તીતિ ઞામ: ।(રાગ અને દ્વેષનો જે અત્યન્ત નાશ તેનું નામ આપ્તિ અને આપ્તિ જેને હોય તે આપ્ત) અર્થાત્ રાગદ્વેષથી સદન્તર મુક્ત તેનું નામ આપ્ત, તેમનું વચન તે આપ્તવાક્ય. તે આપ્તવાક્યથી અર્થનું જ્ઞાન થાય છે. જેમકે આન્તિર્મક્ષયો મુત્તિઃ (કર્મનો જે સર્વથા વિનાશ તેનું નામ મુક્તિ) એ પ્રમાણેના આપ્તવચનથી મુક્ત્તિ શબ્દનો અર્થ સમજાય છે, તો પણ વ્યવહારમાં ત્તસાધનતાંશે શ્રાન્તિહિત: પુરુષ: ઞામ: । કાર્ય સાધવામાં સન્દેહ (ભ્રાન્તિ) વિનાનો પુરુષ તે આપ્ત કહેવાય છે. તે વ્યાવહારિક આપ્તપુરુષ જે વચન કહે તે આપ્તવાક્ય. તેથી પણ શબ્દના અર્થનો બોધ થાય છે. જેમકે તે કહે કે કોયલનો શબ્દ તે કૂંજન કહેવાય. તેથી કૂંજન શબ્દનો અર્થ કોયલનો શબ્દ એવું જ્ઞાન થાય છે. નાના બાળકોને તેમના માતાપિતાદિ જે શબ્દો શિખવાડે છે તે આપ્તવાક્યનો જ એક પ્રકાર છે. ૫. વ્યવહાર - કેટલાક શબ્દોનું અર્થજ્ઞાન વ્યવહારથી થાય છે. જેમ કે કોઇ આચાર્યમહારાજ એક શિષ્યને ફરમાવે કે ‘સ્થાપનાચાર્યજી’ લાવો, ત્યારે શિષ્ય ‘સ્થાપનાચાર્યજી’ લાવે. પુનઃ આજ્ઞા કરે કે ‘રજોહરણથી પુંજી નિષધા પાથરો’ શિષ્ય તે પ્રમાણે કરે. ગુરુના વચન પ્રમાણે વર્તન કરતા શિષ્યના વ્યવહારને નીરખી ત્યાં રહેલ નવદીક્ષિત બાળમુનિ ‘સ્થાપનાચાર્ય’, ‘રજોહરણ’ ‘નિષધા’ વગેરે શબ્દોના અર્થને જાણે, એ રીતે જે અર્થજ્ઞાન થાય છે તે વ્યવહારથી અર્થગ્રહ થયો કહેવાય છે. દરેકને પોતાની માતૃભાષાના શબ્દોનું અર્થજ્ઞાન મોટે ભાગે વ્યવહારથી થાય છે. ૬. વાક્યશેષ - વાક્યશેષ - એટલે અવશિષ્ટ વચન - બાકી રહેલ - આગળ આવતું વાક્ય. તેથી પણ યથાર્થ અર્થ સમજાય છે. અર્થનિર્ણય કરવાનો આ પ્રકાર વિશેષે કરીને આગમ, વેદ વગેરેના વાક્યોમાં ઉપયોગી થાય છે. જેમકે વેદમાં એક એવું વાક્ય આવે છે કે યવમશરુમંતિ (ચરુ યવમય થાય છે.) આ વાક્યમાં યવ શબ્દનો અર્થ શું કરવો તેમાં મતભેદ છે. કેટલાક યવ નો અર્થ જવ કરે છે ને કેટલાક કાંગ કરે છે. જ્યાં સુધી એક અર્થનો નિર્ણય ન થાય ત્યાં સુધી કાર્યમાં સંદેહ રહ્યા કરે. એક બીજાનો વિરોધ ઊભો રહે. એટલે અહિ સત્ય અર્થનો નિર્ણય કરવા માટે વાક્યશેષનો ઉપયોગ થાય છે. એટલે કે આ વાક્ય પછી આગળ એવું એક વાક્ય આવે છે કે યંત્રાત્ત્વા સૌષધવો સ્નાયોઐતે મોલમાના વોત્તિષ્ઠન્તિ। (જ્યારે બીજી વનસ્પતિઓ કરમાઇ જાય છે ત્યારે પણ તે એટલે જવો વિકસિત જેવા જ ઊભા રહે છે.) સ્મૃતિમાં પણ એ પ્રમાણે વાક્યશેષ છે કે - C00 ૩૫ ---
SR No.022480
Book TitleNaywad Ane Yukti Prakash
Original Sutra AuthorN/A
AuthorPadmasagar Gani, Hemchandrasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages56
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy