SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ક્યાં? તો કહે મધ્ય લોકમાં. મધ્ય લોકમાં ક્યાં? તો કહે કે જંબૂદ્વિપમાં જ. એમ ને એમ ભરતક્ષેત્રમાં, મધ્યખંડમાં, હિંદુસ્તાનમાં, ગુજરાતમાં, સુરતમાં, ગોપીપુરામાં, પૌષધશાલામાં, ને છેવટે મારો આત્મા છે તેટલા પ્રદેશમાં. આ સર્વ પ્રકારો - ઉત્તરો નેગમ નયને આશ્રયીને છે તે યથાર્થ છે. તેમાં પૂર્વ - પૂર્વ વાક્યો ઉત્તર - ઉત્તર વાક્યોની અપેક્ષાએ સામાનેય ધર્મનો આશ્રય કરે છે. ઉદાહરણ બીજું પ્રસ્થકનું - કોઇ સુથાર જંગલમાં જતો હોય, ને માર્ગમાં તેને કોઇ પૂછે કે શું લેવા જાવ છો ? ત્યારે તે કહે કે પ્રસ્થક લેવા જઉં છું. જંગલમાં જઇને લાકડું કાપતો હોય ત્યારે પૂછે છે કે શું કાપો છો ? તો કહે કે પ્રસ્થક કાપું છું. લાકડું લઈને ઘર તરફ આવતો હોય. ને પૂછે કે શું લાવ્યા? તો કહે કે પ્રસ્થક લાવ્યો. છેવટે પ્રસ્થાનો આકાર બનાવતાં પણ પ્રસ્થક કહે ને બન્યા પછી પણ પ્રસ્થક કહે. અહિં, સુથાર જે લાકડાંને ચીરતાં, છોલતાં, ઘડતાં, એમ સર્વ કાર્ય કરતાં પ્રસ્થક શબ્દથી સંબોધે છે તે પણ નૈગમ નચને આશ્રયીને યથાર્થ છે. આ ઉદાહરણમાં વિશેષની પ્રધાનતા છે. ઉદાહરણ ત્રીજું ગામનું - કેટલાએક મુસાફરો મુસાફરી કરતાં કરતાં સુરત તરફ જતા હોય, ત્યાં તેઓ સુરતની હદમાં પ્રવેશ કરે ત્યારે તેમાંથી કોઇ પૂછે કે આપણે ક્યાં આવ્યા? જાણકારો કહે કે સુરતમાં. થોડું આગળ ચાલે અને ગામની બહારના બાગ-બગીચામાં પ્રવેશ કરે તે સમયે પૂછે તો પણ સુરતમાં આવ્યા એમ કહે. ગામને કિલ્લા પાસે આવે ત્યારે પણ સુરતમાં આવ્યા. ચૌટામાં, મહોલ્લામાં, શેરીમાં, ખડકીમાં, ઘરમાં અને આખર પોતાને બેસવાના ઓરડામાં - બેસવાની જગાએ આવે ત્યારે પણ સુરતમાં આવ્યા એમ કહે. વળી સુરતના પાંચ પ્રતિષ્ઠિત ગૃહસ્થો બહારગામ વિદ્વાન મુનિમહારાજને વિનંતિ કરવા માટે જાય ત્યારે જે ગામમાં તેઓ ગયા હોય તે ગામના માણસો વાત કરે કે આ જ તો સુરત વિનંતિ કરવા માટે આવ્યું છે. એ પ્રમાણે ઉપર બતાવેલ સર્વ સ્થળે સુરત સુરત, એવો જે વ્યવહાર થાય છે તે મૈગમ નચને આધારે છે. જગના સર્વ વ્યવહારોમાં મૈગમ નયની પ્રધાનતા છે. ૨.પ્રસ્થક - એટલે લાકડાનું ધાન્ય માપવાનું માપવિશેષ. CCC ૨૬ CCCCCCCCC
SR No.022480
Book TitleNaywad Ane Yukti Prakash
Original Sutra AuthorN/A
AuthorPadmasagar Gani, Hemchandrasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages56
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy