________________
લલિત-વિસ્તરા
હરિભદ્રસુરિ રચિત
સંસારી મામા હાલમાં આચાર્યશ્રી ભુવનતિલકસૂરિના શિષ્ય તરીકે જાહેર કર્યા. દીક્ષિતના પિતાશ્રી શીવલાલભાઈએ અને માતુશ્રી મણિબહેને લાડકવાયો એકનો એક પુત્ર હોવા છતાંય હજારો મોહજન્ય આશાઓનો કેન્દ્ર હોવા છતાંય જૈન શાસનને અણમોલ ભેટ સહર્ષ આપી, સ્વવનને કૃતપુષ્ય બનાવ્યું ! આવી માતાઓ વિરલ હોય છે. તેમાંના ભાગ્યનિધિ આ મક્તિબહેન કહેવાય !
મણિબહેનના પિતૃપક્ષમાં તેઓના બહેન શ્રી ચંદનબહેન, શ્રી ચંપાબહેન અને ભાઈ પ્રેમચંદભાઈ, છબીલદાસભાઈ આમ ચારેય ભાઈ-બહેનોએ નિઃસાર સંસાર છોડીને ત્યાગી જીવનમાં ઝુકાવ્યું છે. સાધ્વી ચરલશ્રી, સાધ્વી રમણિકશ્રીજી, મુનિ પ્રભાવવિજયજી, મુનિશ્રી ભુવનવિજયજીના નામથી એ ચારેય દીક્ષિતો દીક્ષાનું સુંદર પાલન કરી રહ્યા છે. અને કરી ગયા છે. મજ્ઞિબહેનના કાકાથી છોટાભાઈ અને તેઓના પુત્રો નગીનભાઈ અને બાલુભાઈએ પન્ન આચાર્યદેવેશના ચરણમાં સંયમ સ્વીકાર્યું, જેઓના નામો મુનિ મુક્તિવિજય, નવીનવિજય, વિક્રમવિજયજી છે. બન્ને પુત્રો આચાર્ય પદવીને શોભાવી રહ્યા હતા. છોટાભાઈના ધર્મપત્ની પ્રસન્નબહેનને ઓછા ધન્યવાદ નથી ઘટતા ! કારણ કે સ્વપતિ અને બબ્બે પુત્રોને સંયમપંથમાં યોજાતાં સહર્ષ વિદાય આપી હતી. શીવલાલભાઈ ઉદારવૃત્તિવાળા હોઈ લગભગ વર્ષોથી શ્રી શાંતિનાથ ભગવાનની વર્ષગાંઠના દિવસે સંઘજમણ-પૂજા અવિરત સુભાવનાથી કરી રહ્યા હતી અને તેમણે મુનિ શ્રી ભુવનવિજયજીની પંન્યાસપદવી પ્રસંગે ય સ્વત૨ફથી સારો મહોત્સવ છાણી ગામમાં દીપાવ્યો હતો. જે ચિરસ્મરણીય બની રહ્યો હતો.
જેવા મણિબહેન ભટિક અને ધર્મિનિષ્ઠાવાળા હતા તેવા જ શીવલાલભાઈ પણ તેઓની ધર્મભાવના લતાને વિકસાવનારા હતા! મણિબહેને આમ તો પ્રસિદ્ધ સર્વતીર્થોની યાત્રા કરી હતી. ગમે તેવી માંદગીમાં ય તિથિના એકાસણાં-આયંબિલનો તપ ચૂક્યા નહોતાં. વર્ધમાન તપની તો ચાળીસેક ઓળીયો બહુપ્રેમથી કરતાં અને કરી રહ્યા હતા. અન્ય પણ વર્ષીતપ આદિ તપો કર્યા હતા. નવકારમંત્રનો જાપ તો તેઓનો શ્વાસ જ બની રહ્યો હતો. નવરાશના સમયે નિંદા-કુથલીનું ઝેર ન પીતાં નવકાર મંત્રનું સુધા-પાન કરવામાં જીવન સાફ્ળતા માનતા હતા.
સ્વ. મુનિ મુક્તિવિજયજી ગૃહસ્થાશ્રમમાં પત્ની પ્રસન્નબહેન અને આ મણિબહેન બન્ને ય ઉંમર લાયક થતાં હતા. એક ૮૦ વર્ષના અને બીજા સીત્તેર આસપાસના ! બન્ને ય શરીરથી અને અંગોપાંગથી શિથિલ બન્યા હતા. આ ઉંભય પુષ્યનિધિઓ વિચારતાં કે, અમારો અંતકાળ આવે અને અમારા દીક્ષિત કુટુંબિકો અમોને અંતિમ-સમાધિ આરાધના કરાવે તો કેવું સારું ! ઈચ્છા હતી, ભાવના હતી, અને સ્વભાવિક ઈષ્ટ યોગ પક્ષ સાંપડ્યો. ધાર્મિક જીવનવાળાઓને એવું સહજ બની જાય છે. આ ઘટના અચંબા ભરી કહેવાય !
આ સાલનું (વિ.સં. ૨૦૧૩) ચાતુર્માસ પૂ. આચાર્ય ભગવંત વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજાનું છાણીમાં થયું. જેઓની નિશ્રામાં શ્રી પ્રસન્નબહેનના સંસારી સુપુત્ર પં. શ્રી વિક્રમવિજય ગણી અને શ્રી મણીબહેનના સંસારી સુપુત્ર મુનિ શ્રી ભદ્રંકર વિ. પણ સ્વશિષ્ય સાથે ચાતુર્માસ રહ્યા હતા. કાકી-ભત્રીજી બેલડીની લાંબા સમયની ભાવના પૂર્ણ થવાની પુણ્યઘડી આવી પહોંચી. શ્રાવણ સુદ-૧૧ ના શ્રી પ્રસન્નબહેને અને ભાદરવા સુદ-૧૩ ના શ્રી મણિબહેને પં. વિક્રમવિજય ગણી અને ભદ્રંકરવિજયજી આદિ મુનિગણે કરાયેલી અંતિમ આરાધના અને સમાધિપૂર્વક કાલધર્મ કર્યા હતા. કાકી-ભત્રીજીની બેલડી અસામાન્ય સમાધિથી નવકારમંત્રનું સ્મરણ કરતાં સ્વર્ગસ્થ બની ! સંસારાવસ્થામાં રહેવું અને સંયમીજીવને જીવનાર સ્વપુત્રોની સાનિધ્યમાં અંતિમ આરાધના કરવી એ અશક્ય અને દુષ્કર કહેવાય ! પણ પુણ્ય-પાથેયની પ્રબલતા, સુભાવનાઓ, અને પવિત્ર પરિણતિ શું ઈષ્ટ નથી સાધતી ! સૌ કોઈને આશ્ચર્યકારી એવો આ પ્રસંગ સ્મૃતિપથ પર અંકિત થઈ ગયો ! મણિબહેન સ્વર્ગસ્થ થયા. મણિબહેનના સ્વ. દીયર શ્રી છગનલાલની સુપુત્રી શ્રી નંદનબહેન અને ભાઈ સોમચંદની પુત્રી પ્રેમીલાબહેને તેમજ પાડોશી પરસોત્તમ સોનીના કુટુંબે અને પસીબહેને ઠેઠ સુધી સારી બજાવી હતી ! જે પુણ્ય સિવાય ક્યાંથી મળે ! તેઓની પાછળ ધર્મનિષ્ઠ શીવલાલભાઈએ પણ યથાશક્તિ દાન-પુણ્ય કર્યું. અને મરનારના આત્માની ચિરશાન્તિ ઈચ્છિ!
આ સમયે છાણીમાં પૂ. આ. વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજા પાંત્રીસ-પાંત્રીસ વર્ષના લાંબા ગાળા પછી પ૧ સાધુ સાધ્વીના પરિવાર સાથે અભૂતપૂર્વ ચાતુર્માસ બિરાજેલા હતા. જેથી ધર્મ અને ધર્મમય સૌરભભર્યા વાતાવરણમાં ૫ કાકી-ભત્રીજીએ સ્વજીવનને ધન્ય-પુણ્ય માન્યું હતું. મણિબહેને તો પથારીએ પડ્યા પડ્યા સંવત્સરીનો ઉપવાસ અને ભાદરવા સુદ-૮ ના આંબેલનો તપ કર્યો હતો. આ અસ્થિમજ્જા ધર્મવાસ સિવાય ક્યાંથી બને ! વસંસારી મુત્ર મુનિ ભદ્રંકર વિ. ના પંન્યાસ પદવીના યોગનો પ્રવેશ જોઈને સંતોષ પામી ગયા હતા.
ધન્ય-પુણ્ય સ્વર્ગસ્થ ઉભયના આત્માને પૂર્ણ-શાન્તિ-સમાધિ અને જૈન શાસનનારાધનાની એક નિષ્ઠા કે તન્મયતા સાંપડી ! એવી
મંગલાભિલાષા.
ગુજરાતી અનુવાદક
ત કરસૂરિ મ.સા.
– પ્રકાશક