SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ લિત-વિસરા ) હરિભદ્રસાર રચા ૨૧ અભાવ હોય તો પુરૂષપ્રવૃત્તિમાત્રથી ઈષ્ટફલની સિદ્ધિ કદી થતી નથી અને જે પુરૂષ, સફલ કર્મમાં (ક્રિયામાં) પ્રવૃત્તિ કરે છે. તે કર્મ બે પ્રકારનું હોય છે. (૧) દૃષ્ટ (પ્રત્યક્ષ, ચક્ષુગોચ૨) ફલવાળું (૨) અદૃષ્ટ (પરોક્ષ-અતીન્દ્રિય) ફળવાળું હોય છે. એ વિષયનું સોદાહરણ પ્રતિપાદન સાંભળો ! (૧) પહેલાં પોતે જ જેનું ફલ જોયેલું છે એવા દ્રષ્ટફલવાળા ખેતી વગેરેના કર્મમાં તેના સાધનપૂર્વક પ્રવૃત્તિ કરનારને ઘાન્યસિદ્ધિરૂપ ઈષ્ટફલની સિદ્ધિ અવશ્ય થાય છે. (૨) આપ્ત પુરૂષે (યથાર્થવાદી-પ્રામાણિકપુરૂષ) બતાવેલ, સાધનપૂર્વક, અદ્રષ્ટ (પરોક્ષ-અતીન્દ્રિય) ફલવાળી નિધાન ખોદવા વિગેરે રૂપ ક્રિયામાં પ્રવૃત્તિકરનારને પોતાની ઈષ્ટફલની સિદ્ધિ અચૂક થાય છે. પોતાની જાતના પ્રત્યક્ષરૂપ અનુભવ કે આપ્ત ઉપદેશ (પ્રામાણિક-પુરૂષ-વચનરૂપ આગમ) પૂર્વક કરાતી પ્રવૃત્તિથી સ્વઈષ્ટફલની સિદ્ધિ છે. એવંચ દ્રષ્ટફલવાળાં કર્મની ઈષ્ટફલની સિદ્ધિમાં પ્રત્યક્ષરૂપ અનુભવ, કારણ છે. અદ્રષ્ટ ફલવાળા કર્મની સ્વષ્ટ ફલસિદ્ધિમાં આપ્તવચન, આગમરૂપ અનુભવ, કારણ છે જો આવી રીતનો કારણભાવ, ન માનવામાં આવે તો કદી ઈષ્ટફલની સિદ્ધિ થાય જ નહી. પ્રકૃતમાં ચૈત્યવંદનરૂપ ક્રિયા, અતીન્દ્રિય (પરોક્ષ) ફલવાળી છે. વાસ્તે આ ક્રિયાની પ્રવૃત્તિમાં શાસ્ત્રનો ઉપદેશ (આગમ-વચન) જ પ્રમાણ છે. કારણ કે; અતીન્દ્રિયફલના પ્રત્યે પોતાની જાતનો પ્રત્યક્ષરૂપ અનુભવનો અભાવ છે. તેથી પુરૂષની પ્રવૃત્તિમાત્ર, ઈષ્ટફલની સિદ્ધિ કરી શકતી નથી. ચૈત્યવંદનરૂપ ક્રિયામાં શાસ્ત્રના (આગમના) વચનથી પ્રવૃત્તિ કરવી જોઈએ. પારમાર્થિક પ્રત્યક્ષરૂપ કેવલજ્ઞાનના આધારભૂત વીતરાગ વચનના અનુસાર કરેલ પ્રવૃત્તિ, અચૂક ફલલાળી થાય જ એ અસંદિગ્ધ કે અનિશ્ચંન્ત છે. - પ્રવચન વચન જ એક હિતપ્રાપ્તિનો બીનહરીફ ઉપાય છે. પ્રવચન વચનરૂપ અનુભવ, માનવામાં ન આવે તો કેવળ પુરૂષોની પ્રવૃત્તિથી સ્વેષ્ટફલની સિદ્ધિ નથી થતી એ દોષ પહેલાં બતલાવ્યો. હવે પ્રવચનના વચનરૂપ અનુભવને અવગણીને કેવળ પુરૂષની પ્રવૃત્તિ જ ઈષ્ટફલ સિદ્ધિદાયક છે એમ માનવાથી બીજો દોષ બતાવે છે. 'अपिच-लाघवापादनेन शिष्टप्रवृत्तिनिरोधतस्तद्विघात एव, અર્થ-વળી, મરજીમૂજબ, સ્વછંદ રીતિએ પ્રવૃત્તિ કરવાથી, સમ્યકચૈત્યવંદનરૂપ વિધિ (ક્રિયા) ની લઘુતા (હલકાપણું) કરાય છે. અને તે ક્રિયાની લઘુતા કરવાથી પૂજ્યપૂજા (વીતરાગવચનપાલન) રૂપશિપ્રવૃત્તિ ( શિષ્ટ આચાર-શિસ્તપાલન)નો ભંગ કે નિરોધ થાય છે ને શિષ્ટાચાર રોકાઈ જવાથી (બીજા ઉપાયથી પણ થતી) સ્વેષ્ટફલની સિદ્ધિ રોકાઈ જ જાય છે. તથાચ શાસ્ત્રવચનની અપેક્ષા રાખીને પ્રવૃત્તિ કરવાથી સમ્યક્રમૈત્યવંદનક્રિયાનું ગૌરવ-બહુમાન-ઉત્કર્ષ કરાય છે. તેના ગૌરવથી પૂજ્યપૂજારૂપ શિષ્ટાચાર સાચવ્યો, પાળ્યો. ને શિષ્ટાચારને જાળવવાથી નિયમા સ્વષ્ટ ફલની સિદ્ધિ છે જ... કહ્યું છે કે, “પ્રતિવજ્ઞાતિ દિ શ્રેયઃ પૂજ્યપૂનાવ્યતિમઃ” પૂજ્યોની પૂજાનું ઉલ્લંઘન, રાતી અનુવાદક આ લકસૂરિ મ રે
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy