SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિસ્તરા આ ભદ્રસૂરિ રચિત તપસ્વિની શ્રી મણિબહેનની જીવન-ઝરમર પૂ.આ. શ્રી ભદ્રંકરસૂરિજી મ.સા.ના સંસારી માતુશ્રી कृतपुण्य जीवस्य मृत्युरेव रसायनम् પૂજ્ય આચાર્યશ્રીના પિતાશ્રી પૂજ્ય આચાર્યશ્રીના માતુશ્રી માનવ ભવમાં જન્મ લેવો, જીવવું અને અવધિ પૂર્ણ થતાં દીર્ઘવિરામ પામવોઃ આ અનાદિકાળનું ચાલતું એક ચક્ર છે. આ ચક્રના ભોગ પ્રત્યેક સંસારી જીવાત્માઓને આનાકાની સિવાય થવું જ પડે છે. ગમે તેટલી વિપુલ સાહ્યબીઓ હોય, ગમે તેટલું પ્રચુર પરિબળ હોય, અસંખ્ય સ્વજન મેળો હોય પણ જીવન સમેટતાં કોઈ જ મદદ કરી શકતું નથી. આ સૌને અનુભવાયેલ એક ઘટમાળા છે. જ્ઞાની પુરુષો તો પોકારીને જણાવે છે કે, જીવ એકલો આવે છે અને એકલો સઘળુંય તજીને-મૂકીને પરલોકનો પથિક બને છે. છાણી ગામ પ્રાચીન છે. જેમાં ત્રણ-શિખરનું ભવ્ય અને દિવ્ય-જિનાલય છે. વિશાળકાય જ્ઞાનમંદિર છે અને આદર્શ ઉપાશ્રય છે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર ત્રણેયની આરાધના જ્યાં સુગમ અને સુલભ છે. આ ગ્રામની ભૂમિ અને વાતાવરણ જ એવું ધાર્મિક છે કે, અહીં જન્મ લેવો એ એક સૌભાગ્યની વાત કહેવાય છે. નાના બાળકો, યુવકો અને વૃદ્ધો પ્રાયઃ પ્રભુપૂજન, ગુરુવંદન કરે જ ! વારસાગત કેટલાંક સંસ્કારોનું સલિલ અહીં સિંચન થાય છે. ૭૦ થી ૮૦ જેટલાં ઘરોની જૈનોની વસ્તી હોવા છતાંય પુરુષ-વર્ગમાં અને સ્ત્રી-વર્ગમાં થઈને અહીંના૧૪૨ જેટલા સંયમીઓ છે. એટલે જ છાણી દીક્ષા-રત્નોની ખાણ છે એમ કહેવું પડે છે. આ પુણ્યભૂમિમાં શેઠ ખીમચંદ હરગોવિંદના ધર્મપત્ની સૂરજબહેનની કુક્ષિમાંથી મણિબહેન જન્મ્યાં હતાં. જે ઘ૨માં જન્મ્યાં તે ઘરમાં માતા-પિતા ધર્મરંગથી રંગાયેલા એટલે બાલવયથી ધર્મશિક્ષણ અને વ્યવહારૂં જ્ઞાન તેઓને મળતું રહ્યું. સૌજન્યતા, પરમાર્થપરાયણતા, સરળપ્રકૃતિ અને અવિચળ શ્રદ્ધાળુતા આ ગુણો બહેન મણિને સહજ સાંપડ્યા ! ઉંમરલાયક થતા શા. શીવલાલ હીરાચંદ સાથે માતાપિતાએ લગ્નગ્રંથીથી બંધનમાં મૂક્યાં ! જેઓના હૃદયમાં સંસાર-નિરસતા, પાપ-ભીરુતા અને તપશ્ચર્યાપ્રિયતા તો ઘર કરીને બેઠાં હતા. પણ વ્યવહારક્રમ અનુલ્લંઘનીય છે. જેઓએ ત્રણ પુત્રો અને બે પુત્રીઓને જન્મ આપ્યો હતો. પણ કાળની વિકરાળ ફાળમાં તે ઝડપાઈ ગયા. પણ છેલ્લે એક પુત્રનો જન્મ થયો. જેનું નામ ભીખાભાઈ (રમણલાલ) રાખેલ ! જે બાલવયથી ધર્મ-ઘરનો માલિક બન્યો ! વ્યવહાર શિક્ષણ સાથે ધર્મશિક્ષણ નક્કર અને સચોટ લીધું. નાનીવયમાં પણ દેવપૂજા, ગુરુવંદન, નવકારશી, તપશ્ચર્યા વિગેરે તો ભીખાભાઈની રમત-ગમત જ હતી. બાળક મોટો થશે ! પરણાવીશું ! સંસારવંશવેલો વધારીશું ! આવી આશાઓ માતા-પિતાઓને હોય છે. પણ ભાવી શું છે ? એ તો જ્ઞાનીઓ સિવાય કોણ કળી શકે ! ‘તંતુ કાચા તણો સંસાર છે, સાંધીયે સાત ત્યાં તેર તૂટે' સંસાર કાચા સુતરનું કોકડું છે. એક આશા ફળે અને અન્ય સેંકડો નિરાશાઓ મગજને ચક્કરમાં વહેતી મૂકે છે. મણિબહેનના પુત્ર ભીખાભાઈ બાલવયથી વૈરાગ્ય પ્રતિ પ્રીતિવાળા હતા. ત્યાગીઓની નિશ્રા પ્રિયતમ લાગતી. અને એવું જ બન્યું કે, પોતે સંસારવિટંબનાઓથી છૂટીને સૂરિ-સાર્વભૌમ આચાર્યદેવ શ્રીમદ્વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજા પાસે સોળ વર્ષની ઉગતી વયમાં સંયમ લેવા વિદાય થયા. આચાર્યભગવંતે પણ સંયમરંગી ભીખાભાઈને વિ.સં. ૧૯૮૯ ના પાટણ મુકામે દીક્ષિત કર્યા. અને તેઓના ભદ્રંકરસૂરિ મ.સા. ગુજરાતી અનુવાદક આ.
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy