SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિસ્તરા હરિભદ્રસૂરિ ૪૪૪ કાઉસગ્ગ વિગેરેમાં ઊભા રહેતી વખતે ભૂમિ ઉપર બે પગ એવી રીતે સ્થાપવા-રાખવા કે જેથી અંગુલીઓ તરફના બે આગલા ભાગ એક બીજાથી પરસ્પર ૪ અંગુલથી કંઈક દૂર રહે, અને પાછળનો ભાગ એટલે બે એડીઓ પરસ્પર ચાર અંગુલથી કંઈક ન્યૂન દૂર રહે, એવા પ્રકારનો પદવિન્યાસ (બે પગનું સ્થાપન) તે જિનમુદ્રા કહેવાય. અહીં જિન (કાઉસગ્ગ કરતા એવા) જિનેશ્વરોની જે મુદ્રા તે ‘જિનમુદ્રા’ અથવા જિન એટલે (વિઘ્નોને) જીતનારી જે મુદ્રા તે જિનમુદ્રા એવો શબ્દાર્થ છે. ।।૪। આ મુક્તા-મોતીનું શુક્તિ-ઉત્પત્તિ સ્થાન જે છીપ તેના આકાર સરખી મુદ્રા તે ‘મુન્નાગુમુિદ્રા' કહેવાય. એ મુદ્રામાં બન્ને હાથને (બે હથેલીને) સમ એટલે અંગુલિઓને પરસ્પર અંતરિત કર્યા વિના રાખવાના હોય છે, પણ યોગ મુદ્રામાં કહેલી અન્યોન્યાન્તરિત અંગુલીઓની પેઠે વિષમ રાખવા નહિ, તેમજ તે સમ સ્થિતિમાં રાખેલા બન્ને હાથને પુનઃગર્ભિત કરવા, એટલે બન્ને હથેલીઓ અંદરથી પોલાણવાળી રહે તેવી રીતે કાચબાની પીઠની પેઠે મધ્ય ભાગમાં ઉન્નત-ઉંચી રાખવી, પરન્તુ ચોટેલી ન રાખવી. એ પ્રમાણે બે હાથને સમ અને ગર્ભિત એ બે સ્થિતિવાળા કરીને કપાળે અડાડવા અહીં કેટલાક આચાર્યો કહે છે કે-બે હાથ કપાળે ન અડાડવા પરંતુ કપાળની સન્મુખ-સામા ઉંચા રાખવા તે મુક્તાણુક્તિ મુદ્રા કહેવાય (એ વિશેષ છે.) પ||'' રિચિત હવે પ્રણિધાનફલની સિદ્ધિ દર્શાવે છે કે, ૧૫થાશય-આશય પ્રમાણે-અધ્યવસાય મુજબ જે પ્રણિધાન, જે પુરૂષના તીવ્રસંવેગના હેતુરૂપ છે. તે તીવ્રસંવેગથી-સુદેવાદિ અનુરાગ-વિષયક પૂર્વ કથિત સ્વરૂપવાળા તીવ્ર સંવેગથી આ પ્રણિધાન હોયે છતે શુદ્ધસમાધિપ્રાપ્તિ રૂપ સદ્યોગનો લાભ થાય છે. તથાચ શુદ્ધ સમાધિપ્રાપ્તિરૂપ સદ્યોગલાભ રૂપ કાર્યના પ્રત્યે પૂર્વ કથિત સ્વરૂપવાળો સુદેવ-સુગુરૂ-સુધર્મઆદિ વિષયક અનુરાગવાળો તીવ્ર સંવેગ કારણ છે. (યત્પુરૂષીય) જે પુરૂષમાં રહેલ તીવ્ર સંવેગના પ્રત્યે તત્પુરૂષીય (તે પુરૂષના,) આશય પ્રમાણેનું જે પ્રણિધાન તે કારણ છે. અર્થાત્ પ્રણિધાન, તાત્કૃશતીવ્રસંવેગજનનદ્વારા, સદ્યોગ લાભ રૂપ કાર્ય જનક છે. હવે આ વિષયને અન્ય દર્શનના શાસ્ત્રદ્વારા પણ સમર્થન કરતા બોલે છે કે ‘‘અત્યંત વૈરાગ્યવાળા પુરૂષોને ત્યાગ-સંયમ-જપ-તપ સ્વાધ્યાયમાં એક ચિત્ત હોવાથી સંકલ્પ વિકલ્પરૂપ અપ્રમત્ત થઈ જલદી સમાધિ (મન:પ્રસાદ) યોગ સિદ્ધ કરે છે.'' તીવ્ર વૈરાગ્યના પણ ત્રણ ભેદ માનીને તેમાં વિશેષ કહે છે મૃદુ-મધ્યમ-અને અધિક સંવેગના યોગથી પણ *સમાધિલાભ થાય છે. પરંતુ, મૃદુ-મંદ વૈરાગ્યથી * ૧ કથિત ‘જયવીયરાય' ઈત્યાદિથી જુદું ભિન્ન પણ પ્રણિધાન. ઉત્કૃષ્ટ મોક્ષાભિલાષીઓને સમાધિ-ચિત્તની પ્રસન્નતા નવ પ્રકારની છે. (૧) આસન્ન-શીઘ્રભાવી જઘન્ય સમાધિ. ગુજરાતી અનુવાદક આ કરસૂરિ મ.સા
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy