SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ Sલનવિરાજમાન રાત્રિ ૪૩૫) જિક છે. GEET સારવારમાં " લબ્ધિ યોગ્ય પણ સ્ત્રી, અકલ્યાણ ભાજન દ્વારા ઉપહત-હતપ્રહત હોઈ ઈષ્ટ-મોક્ષરૂપ અર્થને સાધવા સમર્થ નથી થતી. એટલે જ કહે છે કે;' કહેવાય. જે ધ્યાનમાં પૂર્વે કહેલો વિચારણારૂપ વિર્તક સુવિચાર અથવા વિચાર સહિત વિર્તક અર્થ સંકાંતિવાળો વ્યંજન સંક્રાંતિવાળો તેમજ યોગસંક્રાંતિવાળો હોવાં છતાં પણ પોતાના શુદ્ધ આત્મરૂપ દ્વવ્યાંતરમાં જાય અથવા એક ગુણથી બીજા ગુણમાં જાય, અથવા એક પર્યાયથી બીજા પર્યાયમાં જાય. ત્યાં જ દ્રવ્યમાં દ્રવ્યની સાથે જ ઉત્પન્ન થયેલા ધર્મ તે ગુણ કહેવાય, જેમ સુવર્ણમાં પીતવર્ણ વિ. પરિવર્તન પામતા ઘર્મ તે પર્યાય કહેવાય. તે દ્રવ્યગુણ પર્યાયાન્તરોમાં જે અન્યત્વ (એક વસ્તુને વિષે ઉત્પત્તિ સ્થિતિ અને વ્યય વિગેરે પર્યાયોને દ્રવ્યાસ્તિકાયાદિ વિવિધ પ્રકારના વયોવડે પૂર્વગત શ્રતને અનુસરે જે ચિંતવવા તે સપૃથકત્વ) એટલે પૃથકત્વ જે ધ્યાનમાં છે તે સપૃથકત્વ ધ્યાન કહેવાય. આ પ્રમાણે સપૃથકત્વ-સવિર્તક-સવિચાર નામનું પહેલું શુક્લધ્યાન. શીણમોહ ગુણસ્થાનવર્તી થપક જીવ શુક્લધ્યાનના બીજા ભેદનો આશ્રય કરે છે, તેનું વર્ણન કરે છે કે, તે ક્ષીણમોહ ગણસ્થાનમાં વર્તનારો ક્ષપક ત્રણ યોગમાંના કોઈપણ એક યોગ વડે ધ્યાવે છે, જે કારણથી સિદ્ધાંતમાં કહ્યું છે કે- “ત્રણ યોગવાળાને પહેલું શુક્લધ્યાન હોય, એક યોગવાળાને બીજુ શુક્લધ્યાન હોય કેવળકાયયોગીને ત્રીજું શુક્લધ્યાન હોય અને અયોગીને ચોથું શૂલધ્યાન હોય છે.” એ બીજું શુક્લધ્યાન કેવા પ્રકારનું હોય છે તે કહે છે કે- (અપૃથકત્વ એટલે) પૃથક્ત રહિત (અવિચાર એટલે) વિચાર રહિત અને (સવિતર્કગુણાન્વિત એટલે) વિર્તક માત્ર ગુણવાળું એવું આ બીજું શુકલધ્યાન થીણમોહી આત્મા ધ્યાય છે. તત્ત્વના જાણ પુરૂષો તેવા ધ્યાનને એકત્વ એટલે અપૃથકત્વ કહે છે. કેવા ધ્યાનને એકત્ર કહે છે? તે કહે છે કે ધ્યાન કરનાર આત્મા જે પોતાનું કેવળ એક આત્મદ્રવ્ય એટલે પોતાનું વિશુદ્ધ પરમાત્મદ્રવ્ય તેનું ધ્યાન કરે, અથવા તે જ પોતાના વિશુદ્ધ આત્મદ્રવ્યના કેવળ એક જ પર્યાયનું ધ્યાન કરે, અથવા તે જ આત્મદ્રવ્યના એક ગુણનું ધ્યાન કરે, એ પ્રમાણે એક દ્રવ્યનું અથવા એક ગુણનું અથવા એક પર્યાયનું જે નિશ્ચલ એટલે ચપલતા રહિત સ્થિરપણે ધ્યાન કરાય તે ધ્યાન એકત્વ અપૃથકત્વ કહેવાય પૂર્વે કહેલા સ્વરૂપવાળા વ્યંજન-અર્થ-યોગ એટલે શબ્દ-અભિધેયચોગ એ ત્રણને વિષે (પરાવૃત્તિવિવર્જિત એટલે) એક શબ્દથી બીજા શબ્દ જવું એક અર્થથી બીજા અર્થે જવું અને એક યોગમાંથી બીજાયોગમાં જઈ ધ્યાન કરવું એવા પ્રકારની પરસ્પર સંક્રાંતિ રહિત ધ્યાન જે શ્રુતજ્ઞાનના આલંબન વડે કરવું તે સવિચાર શુકલધ્યાન કહેવાય. જે ધ્યાનમાં પોતાના અતિવિશદ્ધ આત્મામાં લીન થઈ ગયેલું સ્પષ્ટ સૂક્ષ્મ વિચારરૂપ જે ચિંતન -ધ્યાન કરાય છે તે સવિર્તક એવા એક ગુણવાળું (અર્થાતુ સવિર્તક એવા વિશેષણવાળ) બીજું શુક્લધ્યાન કહેવાય છે. આવું ધ્યાન (સવિર્તક ધ્યાન) શાથી થાય છે ? તે કહેવાય છે કે ભાવશ્રુતના આલંબનથી થાય છે, અર્થાત્ સૂક્ષ્મ અનાર્જલ્પાકારરૂપ જે ભાવ, આગમ શ્રુતજ્ઞાન તેનું આલંબન માત્ર ચિંતવવાથી થાય છે. (અર્થાત્ શ્રુતજ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ શ્રુતજ્ઞાનના આલંબન વડે થાય છે.) પૂર્વોક્ત પ્રકારે એકત-સવિચાર અને સવિતર્ક એ ત્રણ વિશેષણવાળું બીજું શુક્લધ્યાન કહ્યું છે. તે બીજા શુક્લધ્યાનમાં વર્તતો ધ્યાની જીવ આ કહેવાતા સમરસીભાવને ધારણ કરે છે. સમરસી ભાવ આ પ્રમાણે છે. ધ્યાનના પ્રભાવથી આત્માને જે એકાકાર કરવો તે સમરસીભાવ કલ્યો છે; જે કારણથી આત્મા પરમાત્મામાં (પરમાત્માસ્વરૂપના વિચારમાં) અભિન્નપણેએકાકારપણે લયલીન થઈ જાય છે એ સમરસીભાવ શી રીતે પામી શકાય છે? તો જાણવાનું કે પોતાના આત્માનો જે અનુભૂતિ એટલે અનુભવ તેથી સમરસીભાવ પામી શકાય છે. શુધ્યાના અધિકારીઓનો બે દ્રષ્ટિએ વિચાર કરી શકાય તેમ છે. (૧) ગુણસ્થાનની દ્રષ્ટિએ અને (૨) યોગની દ્રષ્ટિએ. તેમાં ગુણસ્થાનને ઉદ્દેશીને વિચારતાં શુક્લઘનના ચાર પ્રકારો પૈકી પહેલા બેના અધિકારી અગ્યારમા કે બારમા કરવી વશરા કાકા: મારા શરીર
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy